ખેતવાડીમાં પાણીની પાઇપલાઇનનું કામ આખરે પૂરું થયું, પણ...

પેવર બ્લૉક્સ તથા રેતી અને માતીના ઢગલા સાફ કરવાની તસ્દી નથી લેવાઈ


ગ્રાન્ટ રોડમાં ખેતવાડી ૧૪મી ગલીથી ચાલુ કરવામાં આવેલું પાણીની પાઇપલાઇનનું કામ લાંબા સમય બાદ ગયા અઠવાડિયે પૂરું કરવામાં આવ્યું છે જેથી રસ્તો ચાલવાલાયક બની જતાં આ ખોદકામને લીધે ઊભી થયેલી સમસ્યાનો અંત તો આવી ગયો, પણ કામ પતી ગયું એના અઠવાડિયા પછી પણ એ જગ્યા સાફ નથી થઈ અને પેવર બ્લૉક્સ તેમ જ બીજો રેતી-માટીનો ઢગલો નથી ઊંચકાયો એથી સ્થાનિકો નારાજ છે.

પાણીની પાઇપલાઇન જૂની થઈ હોવાથી અને એમાં લીકેજ શરૂ થઈ ગયું હોવાથી એ પાઇપલાઇન બદલવાનું કામ શરૂ થયું હતું. લગભગ બે-ત્રણ મહિનાથી ચાલી રહેલા આ કામને કારણે રસ્તાની બન્ને બાજુએ ખોદકામ થયું હતું જેથી લોકોને અહીંથી પસાર થવું મુશ્કેલ

બન્યું હતું. જોકે આટલા સમયના ત્રાસ પછી ગયા અઠવાડિયે એ કામ પૂરું થઈ ગયું હતું. એક અઠવાડિયું થઈ ગયું હોવા છતાં અહીંનો રસ્તો જેવો હતો એવો કરવાનાં કોઈ જ પગલાં નથી લેવાયાં. કામ કરીને ત્યાં લગાડવામાં આવેલા પેવર બ્લૉક્સના વધી ગયેલા ઢગલા અને રેતી-માટીથી ભરેલા રસ્તાને લેવલિંગમાં કરવામાં નથી આવ્યો એથી લોકો નારાજ છે.આ બાબતે એક સ્થાનિક દુકાનદારે કહ્યું હતું કે ‘આ લોકોનું કામ નિયમિત નહોતું. ગયા અઠવાડિયે માંડ-માંડ પૂરું થયું છે છતાં આ બધું એ રીતે ફેલાવીને ગયા જેથી કોઈને ઠોકર વાગે અને પડી જાય તો ઈજા પામે. કામ તો પૂરું કર્યું છે, હવે એને સાફ કરવા માટે તેઓ કેટલો સમય લેશે?’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK