સાઉથ મુંબઈની ફુટપાથોની દયનીય હાલત

રાહદારીઓને ચાલવા માટે બનાવવામાં આવતી ફુટપાથોની આજકાલ દયનીય હાલત જોવા મળી રહી છે. જો આવી જ હાલત રહેશે તો રાહદારીઓ ફુટપાથ પરથી કેમ પસાર થશે?




આ કારણે જ રાહદારીઓને નાછૂટકે રસ્તા પરથી ચાલવાની ફરજ પડે છે. સાઉથ મુંબઈમાં માઝગાવ, ગિરગાવ, કાલબાદેવી તથા ચર્ચગેટમાં વીર નરીમાન માર્ગની ફુટપાથોની અવદશા થઈ છે. આ બાબતે લોકોએ મિડ-ડે LOCALને ફરિયાદ પણ કરી હતી.

માઝગાવ

માઝગાવમાં આવેલી સેલ્સ ટૅક્સ ઑફિસ પાસેની ફુટપાથની અત્યંત ખરાબ હાલત થઈ છે. આ બાબતે ફરિયાદ કરતાં પરેશ બોરીચાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફુટપાથ પરના પેવર બ્લૉક્સ નીકળી ગયા છે તથા ફુટપાથ પરની સિમેન્ટની ચૅર તૂટી પડી છે. આ કારણે અમને ફુટપાથ પરથી ચાલતાં ત્રાસ થાય છે. ક્યારે આ ફુટપાથને રિપેર કરવામાં આવશે?’

ગિરગાવ

ગિરગાવમાં ફુટપાથની ખરાબ હાલતને પરિણામે એક સ્થાનિક રહેવાસીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘ફુટપાથ પર પડેલા માટીના ઢગલાઓને કારણે અમે ફુટપાથનો ઉપયોગ નથી કરી શકતા. આ સમસ્યા કેટલાય દિવસોથી છે તેમ છતાં હજી સુધી કોઈએ માટીના ઢગલાઓને ઉપાડવાની તસ્દી લીધી નથી.’

કાલબાદેવી

કાલબાદેવીમાં દવા બજારની ફુટપાથ પર ફેરિયાઓએ કબજો જમાવી લીધો છે. આ બાબતે ફરિયાદ કરતાં એક રાહદારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આખી ફુટપાથ પર બેસેલા ફેરિયાઓને કારણે અમે તો ફુટપાથ પર ચાલી જ શકતા નથી અને નાછૂટકે રસ્તા પર ચાલવું પડે છે. અહીં રસ્તા પર પણ સખત ટ્રાફિક હોવાને કારણે પસાર થતાં નાકે દમ આવી જાય છે. રાહદારીઓ માટે બનાવવામાં આવેલી ફુટપાથ પર બેસતા ફેરિયાઓને વહેલી તકે ખસેડવા જોઈએ, જેથી જીવના જોખમે રસ્તા પર ચાલવું ના પડે અને ફુટપાથનો ઉપયોગ પણ કરી શકીએ.’

ચર્ચગેટ

ચર્ચગેટના વીર નરીમાન માર્ગની ફુટપાથ પર એકસાથે ઘણીબધી સમસ્યાઓ ઊભી થઈ ગઈ છે, જેમાં ઘણી જગ્યાએ તૂટી ગયેલા પેવર બ્લૉક્સને કારણે ફુટપાથ પર જગ્યા-જગ્યાએ મોટા-મોટા ખાડા પડી ગયા છે. એ સિવાય સજાવટ માટે રાખવામાં આવેલાં માટીનાં કૂંડાંઓ પણ ફુટપાથ પર જેમ-તેમ મૂકી દેવામાં આવ્યાં છે, જેનાથી કોઈને ચાલવાની જગ્યા પણ ન મળી શકે. આગમાં ઘી હોમાય એ રીતે લોકોની સમસ્યામાં વધારો કરતાં અહીં બિલ્ડિંગમાં રિનોવેશનનું કામ ચાલુ કરી દેવામાં આવ્યું છે, જેને લીધે કામગારો અહીં પોતાનો સામાન અને સીડી મૂકીને કામ કરતા હોય છે આથી બચેલીકૂચેલી જગ્યામાંથી પસાર થવું શક્ય રહેતું નથી. લોકોને નાછૂટકે રસ્તા પરથી ચાલવું પડે છે. લોકો દ્વારા વારંવારની કમ્પ્લેઇન્ટ પર ધ્યાન ન આપતાં સુધરાઈને આ ફુટપાથ રિપેર કરવાની કોઈ જ જલદી નથી એવું જોવા મળી રહ્યું છે. તકલીફોનો સામનો કરી રહેલા અહીંના રહેવાસીઓના મનમાં સુધરાઈની આવી બેદરકારીને લીધે ખૂબ જ રોષ જોવા મળે છે.

અહીંના એક દુકાનદારે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સુધરાઈને ઘણી વખત ફરિયાદો કરવા છતાં આના વિશે કોઈ જ કાર્યવાહી કરવામાં આવી નથી. ગોકળગાયની ગતિએ ચાલતાં કામોને કારણે લોકોને અહીંથી આવતાં-જતાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે, પણ આ કામ ક્યારે પૂરું કરવામાં આવશે એ કહી શકાય એમ નથી. આ બાબતે ધ્યાન આપવા માટે સુધરાઈની ઊંઘ ક્યારે ખૂલશે એ જોવાનું છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK