મહિનાઓથી ગટરની સમસ્યા સુધરાઈને બદલે લોકોએ પોતાના ખર્ચે સૉલ્વ કરી

ગયા બેથી ત્રણ મહિનાઓથી ચીરાબજારમાં કાર્વેલ ક્રૉસ લેન-નંબર આઠમાં આવેલા મીઠાઈવાલા બિલ્ડિંગની બહાર રોડ પર ગટર ઊભરાવાથી લોકોની ચિંતા વધી ગઈ હતી.


મયૂર સચદે

રોડ પર ઊભરાતી આ ગટરને કારણે સ્થાનિક લોકોને ડેન્ગી તેમ જ અન્ય રોગનો ભય હેરાન કરવા લાગ્યો હતો. આ સમસ્યા સામે સુધરાઈનું ધ્યાન દોરવા લોકોએ સુધરાઈમાં એની ફરિયાદ કરી હતી. સુધરાઈએ ફરિયાદ પર કોઈ ઍક્શન ન લેતાં સ્થાનિક લોકોએ સ્વખર્ચે આ રોડની ઊભરાતી ગટરનું સમાધાન કર્યું હતું.

આ બાબતે માહિતી આપતાં સ્થાનિક રહેવાસી ધવલ ડોડિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘સુધરાઈ એક બાજુ ડેન્ગી સામે લડત લડવાની વાત કરે છે અને બીજી બાજુ જ્યાં ગંદકી ફેલાઈ છે એને હટાવવામાં કોઈ પગલાં નથી લેતી. ગયા બેથી ત્રણ મહિનાઓથી અમારા બિલ્ડિંગની બહાર રોડ પર ગટર ઊભરાતી જોવા મળે છે. આના કારણે રાહદારીઓને રોડ પર ચાલવા માટે ખાસ્સી હેરાનગતિનો સામનો કરવો પડે છે. ગટર ઊભરાતાં ગંદી વાસ આવતી અને મચ્છર પણ થતા હતા. અમે સુધરાઈમાં આની ફરિયાદ કરી હોવા છતાં સુધરાઈ આ સમસ્યાનું સમાધાન કરતી નહોતી. એટલે અમે નક્કી કર્યું હતું કે અમે આ કામ સ્વખર્ચે કરીશું જેથી અમારે કોઈ બીમારીનો સામનો ન કરવો પડે. જો સુધરાઈ કામ ન કરત અને કોઈને ડેન્ગી કે કોઈ બીમારી થાત તો કોણ જવાબદાર? એટલે જ અમે નક્કી કર્યું હતું કે અમે આ કામ સ્વખર્ચે કરીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK