ર્ફોટમાં ફાયર-સ્ટેશનની બહાર ડબલ પાર્કિંગની સમસ્યા ક્યારે ઉકેલાશે?

આગનો કૉલ આવે ત્યારે બંબાવાળાઓને ગાડીઓ બહાર કાઢવામાં તકલીફ પડે છે


south bombay


કાલબાદેવીની આગ વખતે ફાયર-બિગ્રેડને પહોંચતાં મોડું થયું કારણ કે રસ્તા પર વાહનો પાર્ક કરેલાં હતાં એવો દાવો કરવામાં આવી રહ્યો છે ત્યારે સત્તાવાળાઓની આંખ હજુ ઊઘડી નથી એમ લાગે છે. ફોર્ટના ફાયર-સ્ટેશનની બહાર વાહનોનું ડબલ અને ટ્રિપલ પાર્કિંગ એક સામાન્ય બાબત છે. ફાયર-બ્રિગેડના અધિકારીઓના જણાવ્યા મુજબ દરેક વાર કૉલ અટેન્ડ કરતી વખતે પહેલા તેમણે બહાર પાર્ક કરેલાં વાહનો હટાવવાની રાહ જોવી પડે છે. આ આડેધડ પાર્કિંગ સ્થાનિક લોકો માટે પણ સમસ્યા ઊભી કરે છે. સ્થાનિક રહેવાસીઓ દાવો કરે છે કે આ આડેધડ પાર્કિંગમાં ટ્રાફિક-પોલીસના પોલીસકર્મીઓ પણ સંડોવાયેલા છે અને તેઓ લાંચ લઈ ડબલ અને ટ્રિપલ પાર્કિંગ કરવા દે છે. જોકે હવે ફાયર-બ્રિગેડના અધિકારીઓ આ વિશે ટ્રાફિક પોલીસને સત્તાવાર પત્ર લખવા વિચારી રહ્યા છે.

 ફોર્ટનું ફાયર-સ્ટેશન એસ. એ. બ્રેલવી માર્ગ પર આવેલુ છે, જે હોર્નિમન સર્કલનો એક ભાગ છે. ફાયર-સ્ટેશનની સામે સુધરાઈ દ્વારા સંચાલિત એક પે ઍન્ડ પાર્ક સુવિધા છે, જેનું સંચાલન ખાનગી કૉન્ટ્રૅક્ટરો કરે છે. એમાં સુધરાઈના દરો કરતાં વધુ નાણાં લેવામાં આવે છે, એટલું જ નહીં પરંતુ વાહનોને ડબલ અને ટ્રિપલ પાર્કિંગ કરવા દેવામાં આવે છે. આશ્ચર્યજનક બાબત એ છે કે અત્યાર પર્યંત ફાયર-બ્રિગેડે આ વિશે સુધરાઈ અથવા ટ્રાફિક-પોલીસને સત્તાવાર ફરિયાદ કરી નથી. દર વખતે તાકીદની પરિસ્થિતિમાં ફાયર-બ્રિગેડના અધિકારીઓ ટ્રાફિક કન્ટ્રોલ રૂમને સંપર્ક  કરે છે ત્યારે ટ્રાફિક કૉન્સ્ટેબલો આવી વાહનો ખસેડે છે. ખાનગી કૉન્ટ્રૅક્ટર બોરાડે છેલ્લાં ૨૫ વષોર્થી અહીનું કામ સંભાળે છે, પરંતુ તેની પાસે આઇડેન્ટિટી કાર્ડ, રસીદ કે તેના સુધરાઈ સાથેના કરારની કૉપી પણ નથી. સ્થાનિક રહેવાસીઓએ મે-૨૦૧૨માં ટ્રાફિક વિભાગના જૉઇન્ટ કમિશનરને આ વિશે પત્ર લખ્યો હતો, પરતું આ વિશે કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી.

ટ્રાફિક-પોલીસ શું કહે છે?

 આ વિશે ટ્રાફિક વિભાગના જૉઇન્ટ પોલીસ-કમિશનર મિલિંદ ભારાંબેએ જણાવ્યું હતું કે ‘મને આ મામલે તપાસ કરવા દો. જો આ સુધરાઈની માલિકીનો પાર્કિંગ પ્લૉટ હોય તો ડબલ અને ટ્રિપલ પાર્કિંગ રોકવાની જવાબદારી કૉન્ટ્રૅક્ટરની છે છતાં આ મામલે હું તપાસ કરી યોગ્ય પગલાં લઈશ.’ વધારાના સુધરાઈ કમિશનર પલ્લવી દારાડેની ટિપ્પ્ણીઓ મેળવવાનો  પ્રયાસ નિષ્ફળ  નીવડ્યો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK