ગ્રાન્ટ રોડના નાના ચોક પોલીસ સ્ટેશનની આવી ખરાબ હાલત?

ગ્રાન્ટ રોડ-ઈસ્ટના નાના ચોકમાં છેલ્લાં કેટલાંક વર્ષોથી એક ખૂણામાં ઝૂંપડાની જેમ આ પોલીસ-ચોકી આવેલી છે. અહીંનાં છાપરાંઓ તૂટેલાં છે. પૂરી રીતે વાંકીચૂકી હવામાં ઝૂલતી આ પોલીસ-ચોકી સમથળ જગ્યાએ પણ રાખવામાં આવી નથી તેમ જ અંદર ચાર કર્મચારીઓ બેસી શકે એટલી જગ્યા પણ નથી. ગરમીની મોસમમાં આગ વરસતી હોય તો વરસાદની મોસમમાં અહીંના છાપરામાં રહેલી ફાંટોમાંથી પાણી ટપકતું હોય છે.


police station



આટલા મોટા અને મહત્વના વિસ્તાર નાના ચોકના રખેવાળો માટે રાખવામાં આવેલી પોલીસ-ચોકીને નળિયાં નાખેલાં હોય એવા કાચા બાંધકામ હેઠળ રાખવામાં આવેલી જોવા મળે છે. છેલ્લાં ઘણાં વર્ષોથી આમ ને આમ જેમ-તેમ ઝૂંપડાની જેમ પડી રહેલી આ પોલીસ-ચોકીની હાલતનું કારણ છે કે એ ફાયર-બ્રિગેડની જગ્યામાં બનાવવામાં આવેલી છે અને જરૂર પડવા પર કોઈ પણ ઘડીએ ત્યાં આવેલા શૌચાલયને જેમ તોડી નાખવામાં આવ્યું એમ આ પોલીસ-ચોકીને પણ જમીનદોસ્ત કરી દેવામાં આવી શકે છે. આની બીજી બાજુ જોવા જઈએ તો અહીંની આવી પરિસ્થિતિનું કારણ છે કે આ પોલીસ-ચોકી હાલપૂરતી અહીં રાખવામાં આવેલી છે.


આવી હાલપૂરતી પરિસ્થિતિઓ ક્યાં સુધી અને કેટલાં વર્ષો સુધી આમ ને આમ રાખવામાં આવશે અને એનું પાકું બાંધકામ ક્યારે કરવામાં આવશે અને જો આ ચોકીને અહીંથી કાઢીને ક્યાંક બીજે શિફટ કરવાની હોય તો એ બાબતે પણ આટલાં વર્ષોથી કોઈ જ પગલાં શા માટે નથી લેવામાં આવ્યાં એ અત્યારનો મોટો સવાલ બનીને ઊભેલો જોવા મળે છે. આટલી ખરાબ અવસ્થામાં કામ કરતા પોલીસ-કર્મચારીઓ માટે અહીં કામ કરવું તો દૂર, પણ બેસવું મુશ્કેલ બની ગયેલું જોવા મળતું હોય છે.

આ બાબતે વધુ જણાવતાં અહીં કામ કરતા એક પોલીસ-અધિકારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘અમારી ડ્યુટી બદલાતી રહેતી હોય છે એથી કેટલા સમયથી છે એ તો નક્કી અમે પણ જાણતા નથી, પણ ઘણાં વર્ષોથી આની આવી જ હાલત છે એટલો ખ્યાલ છે. અહીં ગરમીના સમયમાં અંદર તડકો તેમ જ વરસાદના સમયમાં પાણી ટપકતું જ હોય છે. આ પોલીસ-ચોકી માટેની સ્પેશ્યલ જગ્યા નથી. ફાયર-બ્રિગેડની જગ્યા પર બાંધવામાં આવેલી

પોલીસ-ચોકી છે. તેઓની જ્યારે મરજી હોય ત્યારે તેઓ પાડી શકે છે, પણ આની જગ્યાએ બીજી પોલીસ-ચોકી ક્યારે અને ક્યાં બાંધવામાં આવશે એ બાબતની અમને કોઈ જ જાણ નથી. અહીંની મોસમને કારણે બગડતી પરિસ્થિતિમાં અમે બેસીને જમી પણ શકતા નથી. ઇચ્છા કે ફરિયાદ નહીં, પણ બાકી કર્મચારીઓની જેમ જ અમને પણ સારી સુવિધા સાથે એક પોલીસ-ચોકી કામ કરવા મળે તો અમને ચોક્કસ ગમશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK