ગુજરાતી અકાઉન્ટન્ટના મર્ડર-કેસમાં મકાનમાલિકના પુત્રની ધરપકડ

બે લાખ રૂપિયાનું થઈ ગયેલું દેવું ચૂકતે કરવા માટે હત્યા કરીને લૂંટ કરી : જોકે બિલ્ડિંગના CCTV કૅમેરામાં ઝડપાયેલી તસવીરોએ પોલીસનું કામ આસાન કરી દીધું




ચર્ની રોડની ભગતવાડીમાં રહેતા મારુતિ કુરિયર કંપનીના ૩૫ વર્ષના ગુજરાતી અકાઉન્ટન્ટ વિનોદ પટેલનું મર્ડર કરનારા તેની રૂમના માલિકના ૨૯ વર્ષના પુત્ર હિમાંશુ વસંત શાહની VP રોડ પોલીસે હત્યાના ૧૪ કલાકમાં ભાઈંદરમાંથી અટકાયત કરી હતી અને ઊલટતપાસ બાદ ગઈ કાલે વહેલી સવારે અઢી વાગ્યે તેની ધરપકડ કરી હતી. આરોપી પર બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હોવાથી તેણે વિનોદ પટેલની હત્યા કરીને તેના ઘરમાં રહેલા ૩.૭ લાખ રૂપિયાની ચોરી કરી હતી.

CCTV કૅમેરામાં થઈ ઓળખ

જ્યાં હત્યા થઈ હતી એ ભગતવાડીના બિલ્ડિંગમાં લગાવવામાં આવેલા CCTV કૅમેરાને લીધે આરોપીની ઓળખ થઈ હતી. વિનોદ પટેલ જે રૂમમાં રહે છે એ આરોપીના પિતાની છે. સાઉથ રીજનના ઍડિશનલ પોલીસ કમિશનર કૃષ્ણ પ્રકાશે કહ્યું હતું કે ‘વિનોદ પટેલની હત્યા ગુરુવારે સવારે ૯.૨૦ વાગ્યે થઈ હતી. એક મૅરેજમાં જવાનું હોવાથી કપડાં બદલવાના બહાને આરોપી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે જોયું કે વિનોદ પટેલ ટીવી જોઈ રહ્યો છે એથી તેણે એ તક સાધીને તેના ગળા પર વાર કર્યો હતો અને કુલ નવ વાર કર્યા હતા.’




દેવું છે કારણ

કૃષ્ણ પ્રકાશે હત્યાનું કારણ જણાવતાં કહ્યું હતું કે ‘આરોપી પર બે લાખ રૂપિયાનું દેવું થઈ ગયું હતું અને એથી વિનોદના ઘરમાં રહેલી રકમ મેળવવા માટે તેણે આ હત્યા કરી હતી. CCTV કૅમેરાનાં ફુટેજમાં પણ આરોપી હાથમાં બૅગ લઈને જતો હોય એવું સ્પષ્ટ દેખાય છે.’

કેવી રીતે ખબર પડી?

આ હત્યા માટે વિનોદ પટેલની સાથે રહેતા કંપનીના અન્ય બે કર્મચારીઓ પર શંકા હતી. તેમની ઊલટતપાસમાં ખબર પડી કે ગત બે દિવસથી આરોપી હિમાંશુ શાહ વિનોદ પટેલ વિશે પૂછતો હતો. એથી જ્યારે તેમને CCTV કૅમેરાનાં ફુટેજ બતાવવામાં આવ્યાં ત્યારે આરોપીને ઓળખી લીધો હતો.

ર્કોટે આપી પોલીસ-કસ્ટડી

આરોપીની ગુરુવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યે ભાઈંદરમાં તેના ઘરેથી અટક કરવામાં આવી હતી અને રાત્રે પોલીસની ઊલટતપાસમાં તેણે અઢી વાગ્યે ગુનો કબૂલ કરી લીધો હતો. આથી એ સમયે તેની ધરપકડ થઈ હતી. ગઈ કાલે ર્કોટમાં ઊભો કરવામાં આવતાં તેને પોલીસ-કસ્ટડી આપવામાં આવી હતી. તેની સામે કલમ ૩૦૨ (હત્યા), ૩૯૭ (હત્યા કરીને ચોરી) અને ૪૫૨ (કોઈના ઘરમાં પ્રવેશ કરવો) હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે.

VP = વિઠ્ઠલભાઈ પટેલ, CCTV = ક્લોઝ્ડ-સર્કિટ ટેલિવિઝન



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK