પ્રૉપર્ટી માટે ૮૬ વર્ષના દાદાની હત્યા કરાવી

ચાર કિલર્સને દોઢ-દોઢ લાખ રૂપિયાની સોપારી આપી: પાંચેય આરોપીની ધરપકડ

lama

ફિટ ઍન્ડ ફાઇન ૮૬ વર્ષના દાદાનું કાસળ કાઢવા ચાર જણને દોઢ-દોઢ લાખ રૂપિયાની સોપારી આપનાર પૌત્રને પકડી પાડીને પોલીસે ગણતરીના કલાકોમાં હત્યાનો કેસ ઉકેલ્યો હતો. CSMT વિસ્તારમાં છેલ્લાં ૩૦ વર્ષથી એકલા રહેતા તંદુરસ્ત સિનિયર સિટિઝન અજા લામાની મંગળવારે રાતે છરો હુલાવીને હત્યા કરવામાં આવી હતી. જોકે હત્યાની જાણ પોલીસને બુધવારે સવારે થઈ હતી. પ્રૉપર્ટી માટે દાદાની હત્યાનું કાવતરું ઘડનાર પૌત્ર દોરજે લામા અને ડોમ્બિવલીના રીઢા ગુનેગારો ઉત્કર્ષ સોની, જયેશ કનોજિયા, આનંદ રાય અને એન્જિયલ મિસેની ધરપકડ કરવામાં આવી હતી.

lama1

અજા લામા જે બિલ્ડિંગમાં રહેતા હતા ત્યાં તેમના એકના ઘર સિવાય બધી ઑફિસ છે એમ જણાવીને પ્ય્ખ્ પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંજય કાંબળેએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘મંગળવારે રાતે ૯.૩૦ વાગ્યા બાદ અજા લામાની છાતીમાં છરાના વાર કરીને હત્યા કરવામાં આવી હતી. અજા લામા પાસે ફોર્ટનું ઘર ઉપરાંત કાંદિવલી અને ડોમ્બિવલીમાં મળીને કુલ ત્રણ જગ્યાએ પ્રૉપર્ટી હતી. એથી સૌપ્રથમ તેમની હત્યા પ્રૉપર્ટી માટે થઈ હોવાની પોલીસને શંકા ગઈ હતી. લામાના પરિવારના સભ્યોની તપાસ કરતાં તેમનો પૌત્ર દોરજે ક્રિમિનલ બૅકગ્રાઉન્ડ ધરાવતો હોવાની જાણ થઈ હતી અને એના આધારે પૂછપરછ માટે તેને તાબામાં લેવામાં આવ્યો હતો. તેણે પોતાના દાદાની તંદુરસ્તી અને પ્રેમાળ સ્વભાવ વિશે માહિતી આપીને પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે તેના આડાઅવળા જવાબોને કારણે અમારી શંકા વધી હતી. તેની આકરી પૂછપરછ કરતાં જાણ થઈ હતી કે દાદા દોરજેના નામે પ્રૉપર્ટી નહોતા કરી રહ્યા અને તેઓ મરે નહીં ત્યાં સુધી દોરજેને પ્રૉપર્ટી મળે એમ નહોતી. એથી તેણે ડોમ્બિવલીના નામચીન ગુંડાઓ સાથે મળીને દાદાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું. હત્યા કરવાના બે દિવસ પહેલાં ઉત્કર્ષ અને જયેશે બિલ્ડિંગમાં કોણ-કોણ અને કેટલા જણ હોય છે તેમ જ ઑફિસના લોકો કેટલા વાગ્યે જાય છે એ બધી માહિતી મેળવી હતી. હત્યા માટે ચારેયને દોઢ-દોઢ લાખ રૂપિયા આપવાનો વાયદો દોરજેએ કર્યો હતો. પ્લાન મુજબ મંગળવારે રાતે બિલ્ડિંગમાં એકલા રહેતા અજા લામાની હત્યા કરવામાં આવી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK