નકલી પોલીસે જ્વેલરના કારખાનામાં લૂંટ ચલાવી, પાંચ જણ પકડાઈ ગયા

સાડાબાવન લાખ રૂપિયાની લૂંટના આરોપીઓમાં એક કર્મચારી જ નીકળ્યો

theft

મમતા પડિયા

પાયધુનીમાં જ્વેલરના કારખાનામાં ક્રાઇમ બ્રાન્ચની પોલીસનો સ્વાંગ રચીને સાડાબાવન લાખ રૂપિયાના દાગીના અને ડાયમન્ડ લૂંટવાના કેસમાં કારખાનાના જ એક કર્મચારી સહિત પાંચ જણની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે ૩૫.૭૭ લાખ રૂપિયાના ડાયમન્ડ અને ૫.૩૩ લાખ રૂપિયાના સોનાના દાગીના રિકવર કર્યા છે. પાયધુની વિસ્તારમાં આવેલા જ્વેલરીના કારખાનામાં ૨૩ ફેબ્રુઆરીએ ચાર જણ પોલીસનો સ્વાંગ રચીને ઘૂસ્યા હતા અને ત્યાંના કારીગરોને ધમકાવ્યા હતા.

thief

કારખાનામાં કામ કરતો લક્ષ્મણ ભોસલે લૂંટનો મુખ્ય સૂત્રધાર હતો એમ જણાવીને ઍડિશનલ પોલીસ-કમિશનર પ્રવીણ પડવલે કહ્યું હતું કે ‘આ ટોળકી કારખાનામાં ઘૂસી હતી અને કારીગરોને કહ્યું હતું કે તેમના માલિકની ૨૦૦ કરોડ રૂપિયાની છેતરપિંડીમાં સંડોવણી છે. તેના ડોમ્બિવલીના ઘરમાંથી ૮૦ લાખ રૂપિયા જપ્ત કરવામાં આવ્યા છે. ત્યાર બાદ ચારેય જણે મળીને દાગીના અને ડાયમન્ડ લૂંટી લીધા હતા તેમ જ CCTV કૅમેરાનું ડિજિટલ વિડિયો રેકૉર્ડર લઈને ફરાર થઈ ગયા હતા. જોકે આજુબાજુના વિસ્તારના CCTV કૅમેરાનાં ફુટેજની તપાસ કર્યા બાદ લક્ષ્મણ ભોસલેને પકડવામાં આવ્યો હતો. શરૂઆતમાં તેણે પોલીસને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કર્યો હતો, પણ વધુ સમય સુધી તેનું જુઠ્ઠાણું ટકી શક્યું નહોતું અને તેણે ગુનો કબૂલ કરવાની સાથે પોતાના સાથીઓનાં નામ પણ આપી દીધાં હતાં.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK