નૅશનલ સ્પોર્ટ્સ ક્લબ ઑફ ઇન્ડિયામાં તીનપત્તીનો જુગાર રમતા ૧૪ મેમ્બરોની ધરપકડ

જોકે વરલીની ક્લબમાં પકડાયેલા સભ્યો કહે છે કે અમે ક્લબની હરીફ ટીમના દાવપેચનો ભોગ બન્યા છીએ

sports club



વરલીમાં આવેલી નૅશનલ સ્પોર્ટ્સ કલબ ઑફ ઇન્ડિયામાંથી તાડદેવ પોલીસે ૧૭ ઑક્ટોબરે ૧૪ જણની પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ધરપકડ કરી હતી. કેસની તપાસ કરી રહેલા પોલીસ-અધિકારીએ કહ્યું હતું કે, ‘મને મળેલી બાતમીના આધારે અમે ક્લબમાં રેઇડ પાડી હતી અને આ લોકોને તીનપત્તીનો જુગાર રમતાં પકડી પાડ્યા હતા. એ સાથે પોલીસે એ જગ્યાએથી લગભગ ૧૨ લાખ રૂપિયા જપ્ત કર્યા હતા.’

બીજી તરફ જે સભ્યે રૂમ બુક કર્યો હતો તેણે દાવો કર્યો છે કે ‘અમે જુગાર નહીં, પણ પત્તાં રમી રહ્યા હતા અને ક્લબમાં વિરોેધી સિન્ડિકેટના દાવપેચનો ભોગ બન્યા છીએ.’

 નૅશનલ સ્પોર્ટ્સ ક્લબમાં વારંવાર ઘણી ઇવેન્ટ યોજાય છે. ક્લબના પ્રમુખ જયંતી શાહે કહ્યું હતું કે ‘અમે આ બાબતે તપાસ કરવા માટે પોલીસને તમામ સહકાર અને માહિતી આપી રહ્યા છીએ.’

શું છે ઘટના?

તાડદેવ પોલીસ-સ્ટેશને દાખલ કરેલા જ્ત્ય્ મુજબ પોલીસને ૧૨ જણ તીનપત્તી રમતા મળી આવ્યા હતા. બે અન્ય જણ તેમને મદદ કરી રહ્યા હતા. આ ૧૨ જણમાંથી એસ. આર. જૈને રૂમ બુક કરાવ્યો હતો અને ૧૪ જણ સામે પ્રિવેન્શન ઑફ ગૅમ્બલિંગ ઍક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. જોકે તેમને જામીન મળી ગયા છે.

જુગાર નહોતા રમતા

આ વિશે પ્રfન કરતાં એસ. આર. જૈને જણાવ્યું હતું કે ‘અમે જુગાર નહોતા રમતા. નવરાત્રિ દરમ્યાન અમે ભેગા થયા હતા અને ક્લબના વિરોધી પક્ષે પોલીસને ગેરમાર્ગે દોરતાં અમારી ધરપકડ થઈ હતી. મળેલાં નાણાં અમારી સાથેની એક વ્યક્તિનાં હતાં. આ નાણાં કારમાં હતાં એથી તેમણે રૂમમાં નાણાં રાખવાનું સલામત માન્યું હતું. આ ક્લબની આંતરિક રાજનીતિ છે જેમાં ઍક્શન ગ્રુપ અને ચૂંટાયેલા ગ્રુપ વચ્ચે કાવાદાવા ચાલે છે. તેઓ એકબીજાને ઉતારી પાડવા માટે આવી રમતો રમ્યા કરે છે.’ 

આ વિશે તારદેવ પોલીસે જણાવ્યું હતું કે ‘અમે તેમને રંગેહાથ પકડ્યા હતા. અમે એ વિશે ટૂંક સમયમાં ચાર્જશીટ દાખલ કરીશું.’

ચાલે છે વિવાદ

નૅશનલ સ્પોટ્ર્‍સ ક્લબ ઑફ ઇન્ડિયામાં છેલ્લાં પાંચ વર્ષથી વિવાદ ચાલી રહ્યો છે. ઍક્શન ગ્રુપના ડૉ. શ્યામ નિછાણી ઘણા સમયથી કમિટી સાથે લડી રહ્યા છે અને આ બન્ને જૂથો એકમેક સામે આરોપ-પ્રત્યારોપ કરતાં રહે છે. એક ગ્રુપ સોશ્યલ મીડિયા પર એની લડાઈ ચલાવે છે, જ્યારે બીજું ગ્રુપ સભ્યોને નોટિસ મોકલીને તેમનું સભ્યપદ રદ કરવાની ધમકી આપે છે.

ધરપકડ થયેલાઓનાં નામ

પી. શાહ, બી. પંચાલ, પી. જૈન, ડબ્લ્યુ. કાપડિયા. એ. પટેલ, પી. કોઠારી, જે. ગબાણી, પી. શાહ, વી. જૈન,  કે. પટેલ,  પંકજ પટેલ, એસ. આર. જૈન અને એચ. શાહ.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK