મૉન્સૂનમાં હેરાનગતિ વેઠવાની તૈયારી રાખજો

સાઉથ મુંબઈમાં મોટા ભાગનાં નાળાંની સફાઈ ચાલુ જ નથી થઈ


સાઉથ મુંબઈના રહેવાસીઓએ મૉન્સૂનમાં હેરાનગતિ વેઠવાની તૈયારી રાખવી પડે એમ છે, કેમ કે સાઉથ મુંબઈમાં મોટા ભાગનાં નાળાંની સફાઈનું કામકાજ શરૂ જ કરવામાં આવ્યું નથી, જેથી સાઉથ મુંબઈના ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ જવાની સમસ્યા ઊભી થવાની શક્યતા છે.

મૉન્સૂન આવવાને થોડો સમય જ રહ્યો છે ને સાઉથ મુંબઈનાં મોટા ભાગનાં નાળાં સાફ કરવામાં આવ્યાં નથી. જોકે સુધરાઈએ નાળાં અને ગટરોની સફાઈ માટે તથા રસ્તાનું રિપેરિંગ પૂર્ણ કરવાની ૨૦ મેની ડેડલાઇન રાખી હોવા છતાં અત્યાર સુધી ઘણી જગ્યાએ નાળાં ગંદકીથીં ભરેલાં પડ્યાં છે. આ બધાનો માર સાઉથ મુંબઈના રહેવાસીઓને વેઠવો પડે એમ છે.

સાઉથ મુંબઈના માઝગાવ, રે રોડ, તુલસીવાડી, ચિંચપોકલી, બંદરવાડી, મુંબઈ સેન્ટ્રલના અમુક વિસ્તાર, ભાયખલા વગેરે વિસ્તારોમાં દર વર્ષે નાળાં સાફ કર્યા હોવા છતાં પાણી ભરાઈ જવાની સમસ્યા આવતી હોય છે, પરંતુ આ વખતે તો વરસાદ આવવાની તૈયારીમાં છે એમ છતાંય આ વિસ્તારનાં નાળાં, ગટરની સફાઈ કરવામાં આવી નથી, જેથી સાઉથ મુંબઈના રહેવાસીઓએ નારાજગી દાખવી છે.

આ વિશે જણાવતાં માઝગાવમાં રહેતા દીપક ગોહિલે જણાવ્યું હતું કે ‘મૉન્સૂન આવવાની તૈયારી જ છે એમ છતાંય અમારા વિસ્તારમાં મોટા ભાગની ગટરો તો એમ ને એમ જ ઊભરાઈ રહી છે. દર વખતે નાળાં અને ગટર સાફ કરવામાં આવે છે છતાંય ઠેકઠેકાણે પાણી ભરાય છે તો પછી આ વખતે તો કેવી હાલત થશે એ તો રામભરોસે છે. આ ઉપરાંત અહીંનાં રેલવે-સ્ટેશનોના ટ્રૅક પર પણ સાફસફાઈ કરવામાં આવી નથી, જેના કારણે વરસાદના સમયે ટ્રૅક પર પાણી ભરાઈ જાય છે અને ટ્રેનો સમયસર દોડી શકતી નથી. ઇલેક્શનની તૈયારીઓ અને વોટિંગનાં કામો માટે સુધરાઈના વિવિધ વિભાગના કર્મચારીઓ અને અધિકારીઓને ડ્યુટી પર રાખ્યા હોવાથી નાળાં-ગટરોની સાફસફાઈ થઈ નહીં અને એની અસર સામાન્ય જનતા પર થાય છે. જો આ અધિકારીઓ ઇલેક્શનની ડ્યુટીમાં ન હોત તો આ કામમાં ડીલે થયું ન હોત.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK