સાઉથ મુંબઈના ભૂતપૂર્વ MP મિલિંદ દેવરા પાસે 25 કરોડની ખંડણીની માંગ

સાઉથ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય મિલિંદ દેવરાને મળ્યો ખંડણીનો પત્ર, મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી : ધમકીનો લેટર હિન્દીમાં લખીને તેમની ચર્ચગેટની ઑફિસમાં મોકલવામાં આવ્યો હતો, જેમાં પૈસા રાજસ્થાનના ઘરે મોકલવા જણાવ્યું હતું : પોલીસ કહે છે કે પત્ર મોકલનારને શોધવો બહુ મુશ્કેલ



વિનય દળવી

સાઉથ મુંબઈના ભૂતપૂર્વ સંસદસભ્ય અને કૉન્ગ્રેસના નેતા મિલિંદ દેવરાએ તેમને ૨૫ કરોડ રૂપિયાની ખંડણી માગતો એક પત્ર મળ્યો હોવાની ફરિયાદ મરીન ડ્રાઇવ પોલીસ-સ્ટેશનમાં નોંધાવી છે. પત્રમાં તેમણે ૨૫ કરોડ ન ચૂકવ્યા તો પરિણામ ભોગવવાની તૈયારી રાખવાનું પણ લખવામાં આવ્યું છે.

હાથે લખવામાં આવેલો ધમકીભર્યો લેટર મિલિંદ દેવરાની ચર્ચગેટમાં આવેલા ખેતાન બિલ્ડિંગની ઑફિસના ઍડ્રેસ પર આવ્યો હતો. હાલમાં જ લોકસભાની ચૂંટણી શિવસેનાના અરવિંદ સાવંત સામે હારી જનારા મિલિંદ દેવરા જોકે લેટર આવ્યો એ સમયે ઑફિસમાં હાજર નહોતા.

મરીન ડ્રાઇવ પોલીસના કહેવા મુજબ લેટરમાં હિન્દીમાં લખવામાં આવ્યું છે કે ‘૨૫ કરોડ દો વરના મેહંગા પડેગા, ઘર ભેજ દો રાજસ્થાન મેં’. જોકે આ પત્ર બાબતે સત્તાવાર રીતે પોલીસે કંઈ પણ કહેવાનો ઇનકાર કર્યો હતો.

મરીન ડ્રાઇવના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર પ્રવીણ ચિંચલકરે જણાવ્યું હતું કે ‘શુક્રવારે ધમકીભર્યો પત્ર મળ્યા બાદ મિલિંદ દેવરાની ઑફિસે મરીન ડ્રાઇવ પોલીસને જાણ કરી હતી. જોકે અગાઉ IPLની મૅચ અને ત્યાર બાદ BJPના નેતા અને કેન્દ્રીય ગ્રામીણ વિકાસપ્રધાન ગોપીનાથ મુંડેના નિધન બાદ સિક્યૉરિટી સહિત અન્ય વ્યવસ્થામાં વ્યસ્ત રહેવાને કારણે હજી સુધી બારીકાઈથી આ પત્રની ચકાસણી કરી શકાઈ નથી.’

પોલીસનાં સૂત્રોએ જણાવ્યું હતું કે ‘મિલિંદ દેવરાની ઑફિસમાં આવેલો પત્ર કઈ પોસ્ટ-ઑફિસમાંથી આવ્યો હતો એની તપાસ કરવામાં આવશે. હકીકતમાં તો કઈ પોસ્ટ-ઑફિસમાંથી આ પત્ર આવ્યો હતો એ શોધવાથી કોઈ મોટી ક્લુ હાથમાં લાગે એવી શક્યતા બહુ પાંખી છે, પણ રૂટીન પ્રોસીજર હોવાથી એ કરવું જ પડશે. પત્ર કોણે મોકલ્યો હતો એ જાણવું અશક્ય જ છે, પણ હવે પત્રમાં લખેલા અક્ષરો કોના છે એ ઓળખવાનું કામ શરૂ થશે જે અંતર્ગત તેમના સ્ટાફના માણસોના હૅન્ડરાઇટિંગ તેમ જ અમુક શંકાસ્પદ લોકોના હૅન્ડરાઇટિંગને ધમકીભર્યા પત્રના અક્ષરો સાથે મૅચ કરવામાં આવશે.’

આ અગાઉ રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચૅરમૅન અને ઉદ્યોગપતિ મુકેશ અંબાણીને પણ ધમકીભર્યો પત્ર આવ્યો હતો.

રાઇટ ટુ ઇન્ફર્મે‍શન ઍક્ટ અતંર્ગત મેળવેલી ઇન્ફર્મે‍શન મુજબ મિલિંદ દેવરા જ્યાં સુધી સ્ટેટ ફૉર ઇન્ફર્મે‍શન ટેક્નૉલૉજી અને શિપિંગ મિનિસ્ટર હતા ત્યાં સુધી તેમને વાય કૅટેગરીની સિક્યૉરિટી આપવામાં આવતી હતી જેમાં બે પોલીસ સબ-ઇન્સ્પેક્ટર અને બે એસ્ર્કોટ કૉન્સ્ટેબલ રહેતા હતા. તેમના પિતા મુરલી દેવરા કે જેઓ ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન હતા તેમને પણ વાય કૅટેગરીની સુરક્ષા આપવામાં આવી હતી.

પોલીસના કહેવા મુજબ ‘અત્યારે મિલિંદ દેવરા કૉન્ગ્રેસમાં કોઈ મહત્વની પોસ્ટ ધરાવતા નથી એને કારણે હાલમાં સરકારે કરેલા એક રિવ્યુ મુજબ તેમણે સિક્યૉરિટી કદાચ ગુમાવવી પડે એવું છે. જોકે અત્યારે તેમને મળેલી ધમકીને પગલે તેમની સિક્યૉરિટીને મુદ્દે વિચારવું પડશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK