મસ્જિદ બંદર સ્ટેશનની સમસ્યાઓને કારણે પ્રવાસીઓને ભારે હેરાનગતિ

વિવિધ હોલસેલ માર્કે‍ટ જેમ કે લોખંડબજાર, દાણાબજાર અને કેમિકલબજાર ધરાવતા મસ્જિદ બંદર સ્ટેશનમાં રોજના લાખો પ્રવાસીઓ સ્ટેશનથી અવરજવર કરે છે. જોકે આ સ્ટેશનની પ્રાથમિક સમસ્યાઓ તરફ સેન્ટ્રલ રેલવેનું પ્રશાસન ધ્યાન ન આપતું હોવાને લીધે અનેક મુસાફરોને હેરાનગતિ થાય છે.



મસ્જિદ બંદર સ્ટેશનમાં ઈસ્ટ-વેસ્ટને કનેક્ટ કરતા મિડલ ફૂટઓવર બ્રિજ પર અનેક ઠેકાણે તિરાડ અને ખાડા પડી ગયા છે એટલું જ નહીં, બ્રિજ પર અનેક ઠેકાણે સિમેન્ટનું પૅચવર્ક કરવામાં આવ્યું હતું એ ઊખડી ગયું છે અને સળિયા દેખાવા લાગ્યા છે. ઘણી જગ્યાએ એ પ્રૉપર અલાઇનમેન્ટમાં ન રહેતાં ચાલવા માટે મુશ્કેલી પડી રહી છે એથી બ્રિજ પરથી ચડતાં-ઊતરતાં બહુ ધ્યાન રાખવું પડે છે, નહીંતર અકસ્માતનો ભય રહે છે.

સ્ટેશન પરથી પસાર થતા ત્યાંના વેપારી અને વર્ષોથી આ સ્ટેશને ધંધાર્થે આવતા પીયૂષ દાસે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘મસ્જિદ સ્ટેશનના મિડલ ફૂટઓવર બ્રિજ પર અનેક ઠેકાણે તિરાડ અને ખાડાઓની સમસ્યા ઉપરાંત મસ્જિદ બંદર સ્ટેશનથી ઈસ્ટ તરફ બહાર નીકળતાં મિડલ ફૂટઓવર બ્રિજના છેડે વર્ષોથી કેટલાક પરિવાર ધામો નાખીને પડ્યા રહે છે અને તેઓ ત્યાં જ ગંદકી કરે છે એટલે સ્ટેશનમાં આવતા-જતા લોકોને પરાણે હેરાનગતિ ભોગવવી પડે છે. મધ્ય રેલવેના પ્રશાસને પ્રવાસીઓને પડતી તકલીફો પર સત્વર ધ્યાન આપી એનું નિરાકરણ લાવી મૂળભૂત સગવડ પ્રદાન કરે એવી પ્રવાસીઓની મુખ્ય માગણી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK