મસ્જિદ સ્ટેશનનો ઉપયોગ કરતા હજારો પ્રવાસીઓની પરેશાની કોઈ સૉલ્વ કરશે?

મસ્જિદના રાહદારીઓનો રાહ જરાય નથી આસાન



મસ્જિદ સ્ટેશન-વેસ્ટથી બહાર નીકળતાં અભયચંદ ગાંધી માર્ગ પર જવા માટે સ્ટેશનનાં જેવાં પગથિયાં ઊતરીએ કે તરત જ રોડ પર સરેઆમ ટેમ્પોવાળા તેમનાં વાહનો આડેધડ પાર્ક કરીને પૂરો રસ્તો બ્લૉક કરી દે છે. અધૂરામાં પૂરું, જો રાહદારીઓ ફૂટપાથ પર ચાલવાની કોશિશ કરે તો પણ તેમને નિરાશા જ હાથ લાગે છે, કેમ કે સમગ્ર ફૂટપાથ પર ક્યાં તો દુકાનદારો ગેરકાયદે તેમની દુકાનોને વિસ્તારીને બેસી ગયા છે અને બાકી બચેલી કસર ફેરિયાઓએ પૂરી કરી છે.

મસ્જિદ વેપારી મથક હોવાથી અહીં આખો દિવસ વેપારીઓ અને ગ્રાહકોની ચહલપહલ હોય છે. સ્ટેશન જેવા ભરચક વિસ્તારોમાં પણ દબાણ હોવા છતાં અને રાહદારીઓને પારાવાર મુશ્કેલીઓ પડતી હોવા છતાં સુધરાઈ અને ટ્રાફિક-પોલીસ કોઈ કાર્યવાહી નથી કરતી અને હાથ પર હાથ ધરીને બેસી રહે છે.

આ વિશે પોતાનો રોષ ઠાલવતાં સ્થાનિક વેપારીઓએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘સુધરાઈ અને ટ્રાફિક-પોલીસ કોઈ કાર્યવાહી કરતી ન હોવાથી તેમની હિંમત ખૂલી ગઈ છે. જો તેમને કંઈ કહેવા જઈએ તો તેઓ સામા થાય છે અને ઝપાઝપી પર ઊતરી આવે છે. આ સ્ટેશન તરફનો મુખ્ય માર્ગ હોવાથી અહીં આખો દિવસ લોકોની અવરજવર રહે છે. એવામાં રોડ પર ટેમ્પોવાળાઓ દ્વારા થતું ગમેએમ પાર્કિંગ અને ફૂટપાથ પર ફેરિયાઓના ત્રાસને કારણે રાહદારીઓને ચાલવા માટે બિલકુલ જગ્યા નથી બચતી જેને કારણે પીક-અવર્સમાં અહીં હકડેઠઠ ગિરદી થાય છે. લોકોને હેરાનગતિ વેઠવી પડતી હોવા છતાં સુધરાઈ અને ટ્રાફિક-પોલીસને હપ્તા પહોંચી જતા હોવાથી તેઓ સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરે છે અને રાહદારીઓને તેમના હાલ પર છોડી દે છે. ટેમ્પોવાળાઓનાં ગમેએમ પાર્કિંગને કારણે ઇમર્જન્સીમાં અહીં ઍમ્બ્યુલન્સ કે ફાયર-બ્રિગેડને પણ પહોંચતાં નવ નેજાં પાણી ઊતરે એમ છે. આ સંજોગોને ધ્યાનમાં રાખી સુધરાઈ અને ટ્રાફિક- પોલીસ દ્વારા સંયુક્ત કાર્યવાહી કરીને આ માર્ગને દબાણમુક્ત કરવો જોઈએ.’

મુસાફરો પ્રાથમિક સુવિધાઓથી વંચિત

મધ્ય રેલવેના મસ્જિદ સ્ટેશનથી રોજના હજારો પ્રવાસીઓ અવરજવર કરે છે; કેમ કે અહીં ઘણાં હોલસેલ માર્કે‍ટ જેમ કે લોખંડબજાર, દાણાબજાર અને કેમિકલબજાર આવેલાં છે. એને કારણે આ સ્ટેશન પર આખો દિવસ વ્યાપારી વર્ગની અવરજવર વધુ હોય છે. જોકે આ સ્ટેશનની પ્રાથમિક સમસ્યાઓ તરફ મધ્ય રેલવેનું પ્રશાસન ધ્યાન ન આપતું હોવાને લીધે મુસાફરોને પારાવાર હેરાનગતિ થાય છે.

મસ્જિદ સ્ટેશનમાં ઈસ્ટ-વેસ્ટને કનેક્ટ કરતા મિડલ ફૂટઓવર બ્રિજ પર ઘણા સમયથી પૉલિકાબોર્નેટેડ શીટનાં પતરાં બેસાડવામાં નથી આવ્યાં જેને કારણે પ્રવાસીઓને ભરચોમાસામાં વરસતા વરસાદમાં પરાણે ભીંજાવા મજબૂર થવું પડે છે. ઉપરાંત આને કારણે બ્રિજ પર ઠેર-ઠેર પાણીનાં ખાબોચિયાં પણ ભરાઈ જાય છે જેમાંથી તેમણે ચાલીને જવા વિવશ થવું પડે છે.

આ વિશે પોતાનો રોષ ઠાલવતાં એક પ્રવાસી કાન્તિલાલ શાહે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘રેલવે-પ્રશાસન દ્વારા એનાં મુખ્ય સ્ટેશનો જેમાં મસ્જિદ સ્ટેશનનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે એને A અને A-1 ગ્રેડનાં બનાવવાની જાહેરાત કરીને ઉત્કૃષ્ટ બનાવવાની મોટી-મોટી ગુલબાંગો હાંકીને પ્રવાસીઓને છેતરવાની રમત રમવામાં આવી રહી છે. ઉત્કૃષ્ટ બનાવવાની વાત તો બાજુ પર રહી, પરંતુ પતરાં બેસાડવા જેવી બેસિક સુવિધાઓ પણ પૂરી પાડવામાં નથી આવી રહી. વરસાદ વરસતો હોય તો અમારે પરાણે ભીંજાવા મજબૂર થવું પડે છે અને આખો દિવસ પરેશાની વેઠવી પડે છે. ઉપરાંત નાનાં બાળકોને પણ વરસાદમાં ભીંજાવું પડે છે. અધૂરામાં પૂરું, પતરાં બેસાડવામાં આવેલાં ન હોવાથી બ્રિજ પર પાણીનાં ખાબોચિયાં ભરાઈ જાય છે જે ત્રાસમાં વધારો કરે છે. આ બધી સમસ્યાઓને ધ્યાનમાં લઈ મધ્ય રેલવેના પ્રશાસન દ્વારા સત્વર આ સમસ્યાનો ઉકેલ લાવવો જોઈએ.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK