મરીન લાઇન્સનો ફૂટઓવર બ્રિજ રિપેરિંગ માટે બંધ થવાથી રેલવેના પ્રવાસીઓને થાય છે હેરાનગતિ

મરીન લાઇન્સ રેલવે-સ્ટેશનના ફૂટઓવર બ્રિજનું રિપેરિંગ ચાલી રહ્યું હોવાથી એ થોડા સમય માટે પ્રવાસીઓ માટે બંધ રાખવામાં આવ્યો છે એટલે પીક-અવર્સમાં તેમને ભારે હેરાનગતિ થાય છે.

વેસ્ટર્ન રેલવેના મહત્વના ગણાતા મરીન લાઇન્સમાં વચ્ચેના ભાગમાં આવેલો ફૂટઓવર બ્રિજ રિપેરિંગ માટે ૧૧ માર્ચથી બંધ કરવામાં આવ્યો છે. આ બ્રિજ બન્ને બાજુએથી બંધ કરવામાં આવ્યો છે. જોકે પ્રવાસીઓની જાણ માટે ત્યાં રેલવેએ બોર્ડ માર્યું છે. આ બ્રિજને રિપેરિંગની જરૂર હોવાથી એનું સમારકામ ચાલુ છે અને એને પૂરું થતાં થોડો વખત લાગશે એવું રેલવેના સત્તાવાળાઓએ જણાવ્યું હતું, પરંતુ બ્રિજ બંધ હોવાથી પ્રવાસીઓને પીક-અવર્સમાં ઘણી હેરાનગતિ વેઠવી પડે છે.

એક રેલવે-પ્રવાસીએ આ વિશે માહિતી આપતાં કહ્યું હતું કે ‘આ બ્રિજ પાસે જ પ્લૅટફૉર્મ પરથી બહાર જવાનો રસ્તો છે, પણ બ્રિજનું રિપેરિંગ ચાલતું હોવાથી અમને આવતાં-જતાં ભારે અડચણ પડે છે. એમાં ખાસ કરીને પીક-અવર્સમાં ભીડ થઈ જાય છે. એક પ્લૅટફૉર્મ પરથી બીજા પર જવા માટે દૂરના ફૂટઓવર બ્રિજ સુધી લાંબા થવું પડે છે એટલે રેલવેના સત્તાવાળાઓ બ્રિજનું સમારકામ વહેલી તકે પૂરું કરે તો અમને રાહત થાય.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK