મરીન ડ્રાઇવનો રોડ બનશે વધુ સુવિધાજનક

૭૧ કરોડ રૂપિયાના ખર્ચે રસ્તાનું ડામરીકરણ કરવામાં આવશે : બ્યુટિફિકેશન પણ થશે


સાઉથ મુંબઈના સૌથી લોકપ્રિય અને ક્વીન્સ નેકલેસ નામે ઓળખાતા મરીન ડ્રાઇવનો રસ્તો હવે વધુ સુવિધાજનક બનશે, કેમ કે લગભગ ૭૧ કરોડ રૂપિયા ખર્ચીને મરીન ડ્રાઇવના રસ્તાનું ડામરીકરણ કરવામાં આવશે. એથી લોકોને વધુ સુવિધાઓ મળી રહેશે. વાહનોની અવરજવર તેમ જ ત્યાંથી ચાલતા લોકોને આવા રસ્તા પરથી ચાલવું કે વાહન ચલાવવું પણ સરળ પડશે. એ સાથે રસ્તાનું પણ બ્યુટિફિકેશન કરવામાં આવશે.

મરીન ડ્રાઇવનો સિમેન્ટ-કૉન્ક્રીટનો રસ્તો છેલ્લાં ૭૩ વર્ષથી ઉપયોગમાં લેવાય છે. દિવસે મોટી સંખ્યામાં લોકો આ રસ્તાનો ઉપયોગ કરે છે. મરીન ડ્રાઇવ પર્યટકોનું પ્રિય સ્થળ છે. આ રસ્તો ખરાબ થતાં એને ખોદીને રસ્તાનું ડામરીકરણ કરવાનો નર્ણિય સુધરાઈએ લીધો છે. આ રસ્તા માટે મેકૅનાઇઝ માસ્ટિક ડામરીકરણ કરવા માટે વાપરવામાં આવશે. સિમેન્ટ-કૉન્ક્રીટના રસ્તા સિવાય રસ્તાના બ્યુટિફિકેશન વગેરે કામ માટે કૉન્ટ્રૅક્ટરની નિમણૂક પણ કરવામાં આવી છે. આ રસ્તા પર લોકોની અવરજવર રહેતી હોવાથી રસ્તાને પૂરી રીતે ખોદીને એનું કામ કરવા માટે સમય લાગશે. એથી કામા રોડથી ફ્ઘ્ભ્ખ્ના ભાગમાં સિમેન્ટનું કૉન્ક્રીટીકરણ કરવામાં આવશે તેમ જ બાકીના ૪.૫૦ કિલોમીટર રસ્તામાંથી ૩.૯૩ કિલોમીટર રસ્તાની સુધારણા મૅકેનાઇઝ આસ્ફાલ્ટથી કરવામાં આવશે.

૭૩ વર્ષનો ઇતિહાસ

નેતાજી સુભાષ રોડ મુંબઈનું ખૂબ જ પ્રખ્યાત પર્યટન-સ્થળ છે.

મરીન ડ્રાઇવ એટલે કે નેતાજી સુભાષ રોડનું કૉન્ક્રીટીકરણ ખૂબ જ જૂનું છે. લગભગ ૧૯૩૫ પહેલાં આ રસ્તાના બાંધકામની શરૂઆત થઈ હતી. ત્યાર બાદ લગભગ ૧૯૪૦માં સાડાચાર કિલોમીટર લાંબા રસ્તાનું કામ પૂરું થયું હતું. આ રસ્તાને ૭૩ વર્ષ પૂરાં થયાં છે.

૭૧ કરોડ રૂપિયાનો ખર્ચ

ડી. તાતા રોડ, નેતાજી સુભાષ રોડ, ડૉ. એન. એ. પુરંદરે આ ૩.૯૩ કિલોમીટર રસ્તાને મેકૅનાઇઝ આસ્ફાલ્ટ કરવામાં આવશે;

જ્યારે મૅડમ કામા રોડથી ફ્ઘ્ભ્ખ્ સુધીના ૫૦૦ મીટર રસ્તાનું સિમેન્ટ-કૉન્ક્રીટીકરણ કરવામાં આવશે. આ બધા માટે ૭૧ કરોડ રૂપિયા ખર્ચવામાં આવશે.

રસ્તાના કામ પર ચાંપતી નજર

મુંબઈમાં ડામરીકરણ અને સિમેન્ટ-કૉન્ક્રીટીકરણના કામ પર ચાંપતી નજર રાખવા માટે સુધરાઈએ લ્ઞ્લ્ પ્રાઇવેટ લિમિટેડ કંપની અને ઇન્ડિયન રજિસ્ટ્રાર ઑફ શિપિંગ કંપનીની નિમણૂક કરવામાં આવી છે. શહેર તેમ જ ઈસ્ટ અને વેસ્ટનાં ઉપનગરોમાં રસ્તા પરના કામ પર આ કંપની વિશેષ ધ્યાન આપે છે. રસ્તાના કામ પર દેખરેખ રાખવા માટે આ કંપનીની ત્રણ વર્ષ માટે નિમણૂક કરવામાં આવી છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK