મહાલક્ષ્મીનો વર્ષો પહેલાં તોડી પાડેલો રેલવે-બ્રિજ ક્યારે ખુલ્લો મુકાશે?

રહેવાસીઓ કરે છે પ્રશ્ન : એના પરની અવરજવર બંધ કરવામાં આવી હોવાથી એનો ઉપયોગ કરતા લોકોને હાલાકી વેઠવી પડે છે


મહાલક્ષ્મીના રેલવે-બ્રિજને ઘણાં વર્ષો થયાં તોડી પાડવામાં આવ્યો છે એટલે હવે એને ક્યારે ખુલ્લો મૂકવામાં આવશે એવો પ્રશ્ન આસપાસ રહેતા રહેવાસીઓ કરી રહ્યા છે. બ્રિજ પરની અવરજવર બંધ કરવામાં આવી હોવાથી બ્રિજનો ઉપયોગ કરતા લોકોને ફરી-ફરીને જવું પડે છે. ફરીને જવામાં લોકોને હેવી ટ્રાફિકમાંથી ચાલવું પડે છે.

મહાલક્ષ્મી રેલવે-સ્ટેશન પાસે આવેલો બ્રિજ ખૂબ જ ઉપયોગમાં આવતો હતો, પણ એને બંધ કરીને અડધો તોડી પાડવામાં આવ્યો છે. આ બ્રિજ તોડ્યાને આજે વર્ષો થવા આïવ્યાં છતાં રેલવે-પ્રશાસન ધ્યાન આપીને એને કેમ નથી બનાવી રહ્યું? પાસે આવેલી કંપનીઓમાં અને ઇન્કમ-ટૅક્સ ઑફિસમાં કામ કરતા, સાત રસ્તા પરથી આવતા-જતા તેમ જ નાયર હૉસ્પિટલમાં કામ કરતા લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા; પરંતુ હવે બ્રિજ બંધ હોવાથી લોકોને ટૅક્સી કરવી પડે છે અથવા તો ફરી-ફરીને જવું પડે છે જેને કારણે સિનિયર સિટિઝનોને ઘણી તકલીફ થતી હોય છે.

આ વિશે વધુ માહિતી આપતાં મહાલક્ષ્મીમાં રહેતા અને નાયર હૉસ્પિટલમાં કામ કરતા જીવરાજ બારિયાએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘હું અને મહાલક્ષ્મીમાં રહેતા ઘણા લોકો આ બ્રિજનો ઉપયોગ કરતા હતા. આ બ્રિજનો ઉપયોગ કરીને નાયર હૉસ્પિટલ અને સાત રસ્તા સીધેસીધું જઈ શકાતું હતું. આ બધી જગ્યાએ ફક્ત બારથી પંદર મિનિટ સુધીમાં પહોંચી જવાતું હતું, પણ હવે ફરીને જવું પડતું હોવાથી અડધા કલાકથી ઉપર સમય થઈ જાય છે. મહાલક્ષ્મીમાં રહેતા ઘણા લોકો નાયર હૉસ્પિટલમાં કામ કરે છે એટલે રાત કે સવારની ડ્યુટી હોય તો આરામથી લોકો પહોંચી શકતા હતા, પણ બ્રિજ છેલ્લા ઘણા વખતથી બંધ પડ્યો હોવાથી અમને ખૂબ જ હેરાનગતિ થઈ રહી છે. વહેલી તકે આ બ્રિજ શરૂ કરવામાં આવે તો અમને બહુ જ રાહત થશે.’

સાત રસ્તા પાસે રહેતા નીલેશ ગડાએ આ વિશે જણાવ્યું હતું કે ‘અમારે મહાલક્ષ્મીના પરિસરમાં જવું હોય તો બ્રિજ પરથી અવરજવર કરવી સારી રહેતી હતી તેમ જ સિનિયર સિટિઝનો પણ આરામથી આવી શકતા હતા, પરંતુ જે બ્રિજનો ઉપયોગ વધુ હોય એવા બ્રિજને કેમ જલદી બનાવવામાં નથી આવી રહ્યો? આ બ્રિજ બને તો અમે એનો ઉપયોગ કરી શકીએ અને અમને થતી હેરાનગતિ પણ દૂર થાય.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK