જાએં તો જાએં કહાં?

સમસ્યાઓ સામે લોહાર ચાલના વેપારીઓએ માની લીધી હાર




આદિત્ય દેસાઈ

પ્રિન્સેસ સ્ટ્રીટ સિગ્નલથી લોહાર ચાલ થઈને ક્રૉફર્ડ માર્કેટ તરફ નીકળવું એ લોઢાના ચણા ચાવવા સમાન છે. ફૂટપાથ ચાલવા માટે હોય છે અને રસ્તો વાહનો માટે હોય છે એટલી બેસિક હકીકત પણ અહીંના ફેરિયાઓ અને ટેમ્પોવાળાઓ વીસરી ગયા હોય એમ મન ફાવે એમ વર્તી રહ્યા છે અને રાહદારીઓ અને દુકાનદારોને કનડી રહ્યા છે. છતાં સુધરાઈ અને ટ્રાફિક-પોલીસ આ ગંભીર સમસ્યા પ્રત્યે આંખ આડા કાન કરી રહ્યા છે.

 ક્રૉફર્ડ માર્કેટથી પ્રિન્સેસ સ્ટ્રીટ સિગ્નલ સુધીના સમગ્ર રોડને વનવે ઘોષિત કરવામાં આવ્યો છે છતાં બાઇકરો મનફાવે એ રીતે બિન્દાસ રૉન્ગ સાઇડથી એન્ટર થાય છે અને ટ્રાફિક- પોલીસનો પૉઇન્ટ હોવા છતાં અને ત્યાં ફરજ બજાવતા હોવા છતાં તેઓ મૂક પ્રેક્ષક બનીને તમાશો જોયા કરે છે જેના લીધે આવાં તત્વોની હિંમતમાં વધારો થાય છે. આ ઉપરાંત ટેમ્પોવાળાઓ પણ મન ફાવે એમ અને રોડ પોતાની જાગીર હોય એમ રોડની વચ્ચોવચ જ પાર્ક કરે છે. છતાં ટ્રાફિક-પોલીસ એને નજરઅંદાજ કરે છે. રોડ પરની સમસ્યા જાણે ઓછી હોય એમ લોહાર ચાલના ક્રૉફર્ડ માર્કેટ તરફના એન્ડ પૉઇન્ટ પર આર્ટિફિશ્યલ ફ્લાવર્સવાળાઓએ ફૂટપાથને તો બ્લૉક કરી જ દીધી છે જે સમસ્યાઓમાં ઓર વધારો કરે છે. આ ગેરકાયદે ફેરિયાઓએ દુકાનોને પણ ઢાંકી દીધી છે, જેના કારણે દુકાનદારોની ઘરાકીને પણ અસર થાય છે અને એ લોકોને દુકાનદારો હટવા માટે કહે તો તેઓ ગાળાગાળી અને ઝપાઝપી પર ઊતરી આવે છે. જેઓ સુધરાઈને બધા ટૅક્સ ચૂકવે છે અને લાઇસન્સ ધરાવે છે છતાં સુધરાઈ તેમની સમસ્યા પ્રત્યે દુર્લક્ષ સેવે છે અને ગેરકાયદેસર ધંધો કરતા ફેરિયાઓ પ્રત્યે કોઈ કાર્યવાહી ન કરીને તેમને આડકતરું પ્રોત્સાહન આપે છે.

આ બાબતે પોતાનો રોષ ઠાલવતાં લોહાર ચાલના સ્થાનિક વેપારી દિનેશ શેઠે મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘છેલ્લાં પાંચ વષોર્થી આ આર્ટિફિશ્યલ ફ્લાવર્સવાળાઓનો ત્રાસ બેહદ વધી ગયો છે અને તેઓ દુકાનોને પણ કવર કરી દે છે. આ મામલે હું સુધરાઈને અસંખ્ય ફરિયાદો કરી ચૂક્યો છું, પણ અમારી સમસ્યાઓ માટે બેફિકર સુધરાઈને અમારી કોઈ ફિકર નથી. અમારી ફરિયાદો પર એ ચપ્પટ બેસી જાય છે એટલું જ નહીં, ટેમ્પોવાળાઓના ગમેતેમ પાર્કિંગ અને બાઇકરોની રૉન્ગ સાઇડની એન્ટ્રી બાબત પણ હું ટ્રાફિક-પોલીસ અને ય્વ્બ્માં ફરિયાદ કરી ચૂક્યો છું. છતાં જાણે લોહાર ચાલની સમસ્યાઓ પ્રત્યે પ્રશાસન દ્વારા ઓરમાયું વર્તન જ કરવામાં આવશે એમ નક્કી કર્યું હોય એ રીતે તેમણે અમને અમારા હાલ પર છોડી દીધા છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK