મિડ-ડે LOCALમાં ઠાકુરદ્વાર રોડ પરની સમસ્યાઓ પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈ આવી ઍક્શનમાં

ઠેર-ઠેર થયેલા કચરાના ઢગલાઓ દૂર થતાં સ્થાનિક રહેવાસીઓ અને રાહદારીઓએ લીધો રાહતનો શ્વાસ



ચર્ની રોડમાં આવેલા ઠાકુરદ્વાર રોડ પર સુધરાઈના અધિકારીઓ ગટરો અને ગલીઓ સાફ કરીને ભેગો થતો ગાળ અને કચરાનો ત્યાં જ દુકાનોની સામે રસ્તા પર ઢગલો કરતા હતા. સમસયસર કચરો ન ઉપાડવામાં આવતાં  તીવ્ર વાસ આવતી હતી અને ગાળ રસ્તા સુધી ફેલાઈ જતાં રાહદારીઓ લપસી પડતા હતા. વરસાદને કારણે વધુ મુશ્કેલી થતી હતી. આવી પરિસ્થિતિને કારણે રોગચાળો ફેલાવાની શક્યતા પણ હતી. આ રોડ પર પ્રસરતા 

અને દુકાનોની સામે ઢગલા થતા કચરાની સમસ્યા ૧૯ ઑગસ્ટના મિડ-ડે LOCALમાં પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ પગલાં ભર્યાં હતાં.

આ બાબતમાં મિડ-ડે LOCALનો આભાર માનતાં સ્થાનિક દુકાનદાર આશિષ જમ્બુરેએ કહ્યું હતું કે ‘અહીંની ગટરો અને બાજુની ગલીઓ સાફ કરી સુધરાઈના અધિકારીઓ કચરાના ઢગલા અથવા ગાળ અમારી દુકાન સામે નાખતા હતા. અમે આ બાબતનો વિરોધ કરીએ તો તેઓ જલદી જ કચરો ઉપાડી જઈશું એમ કહીને જતા રહેતા હતા, પણ કલાકો સુધી અથવા ક્યારેક તો બે-ત્રણ દિવસ કચરાના ઢગલા એમ ને એમ પડ્યા રહેતા હતા. આથી 

ત્યાંથી પસાર થતા લોકો પણ ત્યાં કચરો નાખતા હતી અને એટલે ગંદકી વધતી હતી. આથી અમારા ધંધા પર પર અસર થતી હતી. કચરાના ઢગલાને કારણે મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને મલેરિયા, ડેન્ગી જેવા રોગ થવાની શક્યતા હતી. આખરે મિડ-ડે LOCALએ અમારી સમસ્યા પ્રસિદ્ધ કરી અને અમને રાહત મળી છે. વી આર વેરી થૅન્કફુલ ટુ મિડ-ડે LOCAL.’

રોડ પર પડેલા ખાડા આખરે ભરાઈ ગયા

સુધરાઈ એક બાજુ પૉટહોલ્સ ભરવાના વાયદા કરે છે અને બીજી બાજુ પોતે પૉટહોલ્સની સમસ્યાને જડમૂળથી ઉખાડી નથી શકતી એવું માનવું હતું ઠાકુરદ્વાર રોડ પર રહેતા લોકોનું. વરસાદ આવતાં સુધરાઈના કાચા કામની પોલ ખૂલી જાય છે. રોડ પર ખાડા છે કે પછી રોડ ખાડામાં છે એ સમજવું અઘરું બની જતું હોય છે.

આવી હાલતમાં બાઇકચાલકોને રોડ પર પડેલા ખાડાઓથી બચીને કેમ બાઇક ચલાવવી એ સમજાતું નહોતું. જો કોઈ બાઇકર બૅલૅન્સ ચૂકી જાય તો તેને ખાસ્સી ઈજા થઈ શકે એમ હતી. આ રોડ પરથી સતત અવરજવર થતી હોય છે. આવા ખાડાથી ભરેલા રોડ પર બાઇક સ્લિપ થાય તો બાઇકરને ગંભીર ઈજા થઈ શકે એમ હતું.

જોકે પાંચ ઑગસ્ટના મિડ-ડે LOCALના અંકમાં આ સમસ્યા પ્રસિદ્ધ થયા બાદ સુધરાઈએ ખાડા ભર્યા હતા.

આ બાબતે માહિતી આપતાં ઠાકુરદ્વાર પર દુકાન ધરાવતા એક દુકાનદારે મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આખરે આ રોડ ખાડામુક્ત થઈ ગયો છે. હવે ઍક્સિડન્ટ પણ નથી થતા. અમારી સમસ્યા સુધરાઈના કાન સુધી પહોંચાડવા બદલ આભાર.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK