આઝાદ મેદાનમાં ૫૦,૦૦૦ દીવા વડે કરવામાં આવી ભગવાન મહાવીરની સામૂહિક મહાઆરતી

મુંબઈમાં ઠેકઠેકાણે મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવ ઊજવાયોજૈનોના ૨૪મા તીર્થંકર ભગવાન મહાવીરની જન્મજયંતી પ્રસંગે મુંબઈમાં ગઈ કાલે મોટા પાયે મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવનું આયોજન થયું હતું. એમાં અનેક જગ્યાએ ભગવાન મહાવીરની રથયાત્રા કાઢવાની સાથોસાથ આઝાદ મેદાનમાં મહાઆરતીનું પણ આયોજન થયું હતું

જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO) દ્વારા આઝાદ મેદાનમાં મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવના આયોજનમાં વિવિધ કર્યાક્રમો રાખવામાં આવ્યા હતા. જેમાં જૈનોના ચારેય ફિરકાઓના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.

ભારત જૈન મહામંડળ દ્વારા ભગવાન શ્રી મહાવીરસ્વામીના જન્મકલ્યાણક મહોત્સવની ભાવભરી ઉજવણી ગઈ કાલે સવારે ગોરેગામ (ઈસ્ટ)ના વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પરના નેસ્કો એક્ઝિબિશન હૉલ નંબર-૬માં કરવામાં આવી હતી. દિગમ્બર, શ્વેતામ્બર, સ્થાનકવાસી, દેરાવાસી મળીને જૈનોના ચારેય ફિરકાઓના સાધુભગવંતો તથા સાધર્મિકોની ઉપસ્થિતિ વચ્ચે જૈન સાધુભગવંતોનાં વ્યાખ્યાન અને જૈન ધર્મનો મર્મ સમજાવતા અનેક પ્રસંગોનું આલેખન કરવામાં આવ્યું હતું. તસવીર : રોનક સાવલા

ગઈ કાલે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવ નિમિત્તે શ્રી મુલુંડ જૈન મહાસંઘ (મુલુંડના સમસ્ત ૩૮ સંઘો) દ્વારા મુલુંડમાં બિરાજમાન સર્વ ગુરુભગવંતોની પાવન નિશ્રામાં સવારે સર્વોદયનગરથી ભવ્ય રથયાત્રા નીકળી હતી જેમાં ચારેય ફિરકાઓના લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા અને એમાં વિવિધ વેશભૂષામાં સજ્જ નાનાં બાળકોથી લઈને મહિલાઓની ભજનમંડળી પણ જોડાઈ હતી. એમાં નાનાં બાળકો લેજીમના તાલે ઝૂમ્યાં હતાં. મુલુંડના તમામ માર્ગો પરથી પસાર થઈને ઝવેર રોડ પર આવેલા શ્રી વાસુપૂજ્ય જિનાલયમાં રથયાત્રાની પૂર્ણાહુતિ થઈ હતી. તસવીર : નીતિન મણિયાર

ડોમ્બિવલી (ઈસ્ટ)ના અચલગચ્છ જૈન સંઘ દ્વારા સુવિધિનાથ દેરાસરથી એક ભવ્ય શોભાયાત્રા ગઈ કાલે સમગ્ર ડોમ્બિવલી (ઈસ્ટ) વિસ્તારમાં બૅન્ડવાજાં સાથે નીકળી હતી. એમાં મોટી સંખ્યામાં લોકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો. તસવીર : ખુશાલ નાગડા

તાડદેવમાં આવેલા તાડદેવ સનશાઈન ગ્રુપ દ્વારા ગઈ કાલે મહાવીર જન્મકલ્યાણક મહોત્સવની ભવ્ય ઉજવણીરૂપે અરવિંદ કુંજ દેરાસરથી બૅન્ડવાજાં સાથે રથયાત્રા નીકળી હતી જેમાં વિવિધ વેશભૂષામાં સજ્જ નાનાં બાળકો જોડાયાં હતાં. ચાંદીના રથ સાથે ઘોડા પર અનેક બાળકો સવાર હતાં. ઇન્દ્રની ધજાનો રથ, અશ્વો, ચાંદીનો મોટો રથ હતો જેમાં પ્રભુજીની પ્રતિમા બિરાજમાન હતી.


જૈન ઇન્ટરનૅશનલ ઑર્ગેનાઇઝેશન (JIO) દ્વારા આઝાદ મેદાનમાં ગઈ કાલે રાતે મહાવીર જન્મકલ્યાણક મહામહોત્સવના આયોજનરૂપે ૫૦,૦૦૦ દીવડા વડે ભગવાન મહાવીરની સામૂહિક મહાઆરતી યોજાઈ હતી જેમાં જૈનોના ચારેય ફિરકાઓના લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા. તસવીર: શાદાબ ખાન

ઘાટકોપરના સંઘાણી એસ્ટેટમાં મહાવીર જન્મકલ્યાણકની ભવ્ય ઉજવણી

ઘાટકોપર (વેસ્ટ)ના સંઘાણી એસ્ટેટમાં આવેલા શ્રી ચિંતામણિ પાર્શ્વનાથ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘમાં ચૈત્ર માસની આયંબિલની ઓળી કરાવવા માટે બિરાજમાન આચાર્ય ભુવનભાનુસૂરિ સમુદાયના મુનિ જગતશેખરવિજયજી મહારાજસાહેબની નિશ્રામાં મહાવીર જન્મકલ્યાણકની ઉજવણી થઈ હતી. સામાન્ય રીતે ભગવાન મહાવીરનું હાલરડું પયુર્ષણ પર્વ દરમ્યાન મહાવીર જન્મવાંચનના દિવસે પ્રતિક્રમણમાં ગાવામાં આવે છે. આ હાલરડું ગઈ કાલે સંગીતના સૂરો સાથે રજૂ કરીને જન્મકલ્યાણકની ઉજવણી કરવામાં આવી હતી. આ પહેલાં પાઠશાળાની બાલિકાઓ દ્વારા મહાવીરસ્વામીની માતા ત્રિશલાદેવીએ જોયેલાં ૧૪ સપનાંનાં સંગીત અને નૃત્ય સાથે દર્શન કરાવવામાં આવ્યાં હતાં. હાલરડાની રજૂઆત સમયે ભક્તો ઝૂમી ઊઠ્યા હતા. આ દિવસને આ સંઘમાં આયંબિલ ડે તરીકે ઊજવવામાં આવ્યો હતો. તસવીર : પી. સૃષ્ટિ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK