મરીન લાઇન્સમાં ગાડીઓ ચાલતી ઓછી અને પાર્ક થયેલી વધુ જોવા મળે છે

A રોડ પર સ્ટેશનથી લઈને ક્રૉફર્ડ માર્કેટ સુધી પાર્કિંગની અફરાતફરી જોવા મળે છે

car parking


દુર્ગાક્ષી વૈદ્ય

મરીન લાઇન્સમાં સ્ટેશનની બહાર નીકળતાં A રોડ પર ચાલતી ગાડીઓ કે ફુટપાથ જોવા મળે કે ન મળે, પણ રસ્તાની બન્ને બાજુઓ પર વાહનોનું પાર્કિંગ જરૂર જોવા મળશે. આ આખા રસ્તા પર કાર અને બાઇકથી લઈને મોટી-મોટી ટ્રક તેમ જ ટેમ્પો પાર્ક થયેલાં જોવા મળે છે, જેને કારણે અહીં ટ્રાફિક જૅમની સમસ્યા ઉદ્ભવતાં સમય નથી લાગતો. સ્ટેશન રોડ હોવાથી આ રસ્તા પર ચાલતાં વાહનોની સંખ્યા દિવસ દરમ્યાન કે રાતના પણ ઓછી થવાની કોઈ જ સંભાવના નથી એવામાં પાર્ક કરેલાં વાહનોની હારમાળાને કારણે લોકોને હાલાકીનો સામનો કરવો પડે છે.

આ બાબત એક રાહદારીએ મિડ-ડે LOCALને જણાવ્યું હતું કે ‘આમાંથી મોટા ભાગની ગાડીઓ તો કેટલાય સમયથી અહીં એમની એમ પડી હોય છે. કોઈ એને લેવા પણ આવતું નથી.’

નો પાર્કિંગ હોવા છતાં પાર્કિંગ


ત્યાંથી આગળ જતા રસ્તા પર નો પાર્કિંગ ઝોન હોવા છતાં પણ ગાડીઓ પાર્ક કરેલી જોવા મળે છે અને ફુટપાથ પર ફેરિયાઓને કારણે લોકો પણ રસ્તા પરથી ચાલતા જોવા મળે છે, જેના કારણે અહીંથી વાહનચાલકોને ગાડી ચલાવવાની જગ્યા નથી મળતી એથી ટ્રાફિક જૅમ જોવા મળે છે.

અહીં પાર્કિંગની નહીં, ચાલવાની મનાઈ છે

ત્યાર બાદ લોહાર ચાલમાં તો પાર્કિંગની સમસ્યાને કારણે લોકોને ચાલવાની ખૂબ તકલીફ થતી જોવા મળે છે. આ રસ્તાની બહાર નીકળતાં ક્રૉફર્ડ માર્કેટ આવે છે અને ત્યાં સુધીના આખા રસ્તા પરની બન્ને બાજુએ વાહનો પાર્ક કરેલાં હોય છે અને રસ્તો નાનો હોવાને કારણે અહીંથી ચાલવામાં તકલીફ થાય છે, પણ ત્યાર બાદ પણ અહીં વાહનો ચલાવવા માટે વન વે ચાલુ રાખવામાં આવ્યો છે જેને કારણે વાહનોને અને રાહદારીઓને અહીંથી પસાર થતાં ખૂબ પરેશાનીઓનો સામનો કરવો પડે છે.

લોકોની માર્કેટ કે ગાડીઓની?


ત્યાર બાદ ક્રૉફર્ડ માર્કેટ મુંબઈની ખૂબ જાણીતી માર્કેટ હોવાથી અહીં ફેરિયાઓ અને ગ્રાહકો મોટી સંખ્યામાં જોવા મળે છે, જેને કારણે અહીં ટ્રાફિકની સમસ્યા આખો દિવસ લાગી રહે છે અને પાર્કિંગની જગ્યા અનામત રાખી હોવા છતાં પણ અહીં રસ્તા પર લોકો ગાડીઓ પાર્ક કરીને જતા રહે છે. પરિણામે અહીં ટ્રાફિકની હાલત બદથી બદતર થતી જોવા મળે છે, જેના કારણે લોકોને હાલાકી સહન કરવી પડે છે.

‘નો પાર્કિંગ’ની મજાક ઉડાડતાં શીખો અમારી પાસે ત્યાર બાદ મોહમ્મદ અલી રોડ પર તો ‘નો પાર્કિંગ’ની જાણે કે મજાક ઉડાડવામાં આવતી હોય તેમ ત્યાં નો પાર્કિંગ ઝોન હોવા છતાં ગાડીઓ એટલી માત્રામાં પાર્ક થયેલી હોય છે કે એનું બોર્ડ પણ છુપાઈ જાય છે. આ જોઈને અનુમાન લગાડી શકાય કે અહીં સુધરાઈ કેટલુંક ધ્યાન આપતી હશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK