કૅમ્પા કોલાના રહેવાસીઓને ૭ મહિનાની રાહત

મિડિયામાં તોડકામની કાર્યવાહીનાં દૃશ્યો જોઈને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો ઍક્શન લઈને સ્ટે આપતાં રહેવાસીઓમાં આનંદની લાગણી


કેમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓ પોલીસના કાફલાનો વિરોધ કરી રહી હતી તે સમયની તસવીર (pic : સત્યજીત દેસાઈ)



કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં આવેલાં બિલ્ડિંગોના ગેરકાયદે માળ તોડવા સામે સુપ્રીમ કોર્ટે ગઈ કાલે સુઓ મોટો ઍક્શન લઈને ૨૦૧૪ની ૩૧ મે સુધી સ્ટે આપતાં ગઈ કાલે ચિંતા અને આક્રોશ બાદ આનંદ અને ઉજવણીનો માહોલ જોવા મળ્યો હતો. કોર્ટે‍ આપેલી રાહતનો સહર્ષ સ્વીકાર કરતાં કૅમ્પા કોલા કમ્પાઉન્ડના રહેવાસીઓનું કહેવું હતું કે હજી સુધી લડાઈ પૂરી નથી થઈ, અમારી પૂરી જીત નથી થઈ. એમ છતાં તેમણે કોર્ટની રાહતને વધાવતાં ફટાકડા ફોડી એકબીજાનું મોઢું મીઠું કરાવીને ઉજવણી કરી હતી અને દિવાળી મનાવી હતી. સાત મહિનાની રાહત ગઈ કાલે મળી હતી અને આ સાથે હવે આશરે ૧૧ મહિના માટે તોડકામ અટકી જશે, કારણ કે જૂનથી સપ્ટેમ્બર દરમ્યાન આમેય સુધરાઈ માનવતાના ધોરણે કોઈ પણ પ્રકારનું તોડકામ નથી કરતી.

કૅમ્પા કોલા કમ્પાઉન્ડનાં બિલ્ડિંગોમાં રહેલા ગેરકાયદે કુલ ૧૦૨ ફ્લૅટ્સ તોડવા માટે સુધરાઈની ટીમે મંગળવારે અને ગઈ કાલે કાર્યવાહી હાથ ધરી હતી. આ ટીમ જ્યારે કમ્પાઉન્ડમાં પહોંચી ત્યારે એનો જોરદાર વિરોધ કરવામાં આવ્યો હતો અને મિડિયામાં એનું લાઇવ કવરેજ જોઈને સુપ્રીમ કોર્ટના જજ જી. એસ. સિંઘવીની બેન્ચે એના આધારે સુધરાઈની તોડકામની કાર્યવાહીને રોકી દેવા માટેનો આદેશ આપ્યો હતો. ત્યાર બાદ કોર્ટે જણાવ્યું હતું કે ૧૯ નવેમ્બરે આ કેસમાં વધુ સુનાવણી હાથ ધરવામાં આવશે.

યાદ રહે કે જસ્ટિસ સિંઘવીએ પહેલી ઑક્ટોબરે છ માળના બિલ્ડિંગમાં ગેરકાયદે ફ્લૅટ્સ તોડી પાડવાના તેમના અગાઉના આદેશ પર પુનર્વિચાર કરવાનો ઇનકાર કરી દીધો હતો. ગેરકાયદે ૧૦૨ ફ્લૅટ્સ તોડવા માટે ૧૧ નવેમ્બરની ડેડલાઇન નક્કી કરવામાં આવી હતી.

કેટલા માળ ગેરકાયદે?

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં કુલ ૭ બિલ્ડિંગો છે, જેમાં પાંત્રીસ માળ ગેરકાયદે છે. સાતમાંથી એક બિલ્ડિંગ ૨૦ માળનું, એક ૧૭ માળનું, એક ૮ માળનું, એક ૭ માળનું અને ત્રણ બિલ્ડિંગ છ-છ માળનાં છે. દરેક બિલ્ડિંગમાં માત્ર પાંચ જ માળ કાયદેસર છે.

સરકારની સહાનુભૂતિ રહેવાસીઓની સાથે : ચવાણ

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં આવેલાં બિલ્ડિંગોના ગેરકાયદે માળ તોડવા સામે સુપ્રીમ કોર્ટે ૨૦૧૪ની ૩૧ મે સુધી સ્ટે આપતાં મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર પૃથ્વીરાજ ચવાણે કહ્યું હતું કે ‘અમારી સરકારની સહાનુભૂતિ રહેવાસીઓની સાથે છે અને આ કેસમાં તમામ કાનૂૂની વિકલ્પો બાબતે વિચારણા કરવામાં આવશે. આ બિલ્ડિંગ બાંધતી વખતે અનેક સરકારી નિયંત્રણોની ઉપેક્ષા કરવામાં આવી હતી અને સુપ્રીમ કોર્ટનો અગાઉનો ચુકાદો ઘણો સખત શબ્દો ધરાવતો હતો અને ગેરકાયદે ફ્લૅટ્સ તોડી પાડવાની પ્રક્રિયામાં રાજ્ય સરકારને પણ દખલગીરી નહીં કરવાનું જણાવવામાં આવ્યું હતું. હવે સુપ્રીમ કોર્ટે થોડી રાહત આપી છે એથી આ સંદર્ભમાં વટહુકમ લાવવા માટેનો માર્ગ મોકળો થયો છે. રહેવાસીઓને પણ થોડી રાહત મળી છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK