ગિરગામ ચોપાટી પર અન્ડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન ફાટતાં રસ્તામાં ખાડો પડી ગયો

આજે પણ આખો દિવસ બન્ને તરફનો રોડ વાહનો માટે બંધ



રોડ ક્લોઝ્ડ : ગઈ કાલે ગિરગામ ચોપાટી પર પાણીની અન્ડરગ્રાઉન્ડ પાઇપલાઇન ફાટી પડતાં રસ્તા પર પડી ગયેલો ખાડો અને પાઇપલાઇનનું સમારકામ કરતા સુધરાઈના કર્મચારીઓ.
તસવીરો : પ્રદીપ ધિવાર અને દત્તા કુંભાર


ગિરગામ ચોપાટી પર બિરલા ક્રીડા કેન્દ્ર પાસે ગઈ કાલે સવારે સવાપાંચ વાગ્યે સુધરાઈની ૮૦૦ મિલીમીટર ડાયામીટરની અન્ડરગ્રાઉન્ડ પાણીની પાઇપલાઇન ફાટતાં એ વિસ્તારમાં પાણી ભરાઈ ગયાં હતાં અને ૩૦ ફૂટ લાંબો અને ૧૫ ફૂટ પહોળો ખાડો પડી ગયો હતો. જોકે વહેલી સવારે થયેલી આ ઘટનાને કારણે એ વખતે રસ્તા પર ટ્રાફિક ન હોવાથી કોઈ અકસ્માત નહોતો થયો. જોકે ત્યાર બાદ એના સમારકામ માટે રસ્તો બંધ કરવામાં આવતાં પેડર રોડ, ચર્ની રોડ, સુખસાગર વિસ્તારમાં ટ્રાફિક-જૅમની સમસ્યા ઊભી થઈ હતી.  

મરીન ડ્રાઇવ રોડ (નેતાજી સુભાષચંદ્ર રોડ) પરના ડિવાઇડરની બાજુમાં જ બ્રિટિશ સમયથી નાખવામાં આવેલી અંદાજે ૧૦૦ વર્ષ જૂની આ પાઇપલાઇન ફાટવા સંદર્ભે‍ સુધરાઈના એક એન્જિનિયરે કહ્યું હતું કે મુંબઈમાં આવી ઘટનાઓ બનતી રહે છે, કારણ કે અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી પાણીની કે સિવરેજની લાઇનો વર્ષો જૂની છે અને એમાં કાટ લાગતો રહે છે જેને કારણે એમાં વખત જતાં લીકેજ થાય છે અને ત્યાર પછી એ ફાટે છે જેના પ્રેશરને કારણે રસ્તો તૂટી પડે છે.




ગઈ કાલની આ ઘટના બાદ સુધરાઈ દ્વારા એનું યુદ્ધના ધોરણે સમારકામ શરૂ કરવામાં આવ્યું છે. સુધરાઈએ આજે બપોર પછી રસ્તો શરૂ કરવાનો ટાર્ગે‍ટ રાખ્યો છે. છેલ્લાં ત્રણ વર્ષમાં આવી ૨૦ જેટલી ઘટનાઓ મુંબઈમાં બની છે જેમાંથી ૪ ઘટના તો પેડર રોડ પર જ બની હતી.

આ સમસ્યા હંમેશાંની છે એમ જણાવતાં સુધરાઈના એક ઑફિસરે કહ્યું હતું કે ‘મુંબઈમાં ૮૦ કરતાં વધુ વર્ષોથી પાણીની લાઇન, સિવરેજની લાઇન, સ્ટૉર્મ વૉટર લાઇન બધી અન્ડરગ્રાઉન્ડ પથરાયેલી છે અને અમારી પાસે એ બરાબર છે કે નહીં એ ચેક કરવાની કોઈ ટેãક્નક નથી. વરસાદનું પાણી જમીનમાં જવાને કારણે અને અન્ય કારણોસર આખરે વખત જતાં આ પાઇપલાઇન કાટ ખાતી જાય છે અને એ પછી કોઈ જગ્યાએ લીકેજને કારણે લાઇન ફાટી જાય છે જેથી આવી ખાડા પડી જવાની સમસ્યા સર્જાય છે.’




ટ્રાફિક-મૂવમેન્ટ

મરીન ડ્રાઇવ રોડ પર વહેલી સવારે પડી ગયેલા આ ખાડાને કારણે બન્ને તરફનો ટ્રાફિક મહર્ષિ કર્વે‍ રોડ પર ડાઇવર્ટ કરાયો છે. આજે પણ આખો દિવસ કામ ચાલુ રહેવાની શક્યતાને લીધે વાહનચાલકોએ મહર્ષિ કર્વે‍ રોડનો ઉપયોગ કરવા ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે જણાવ્યું છે. 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK