હાઉસગલીનું ગંદું પાણી દુકાનમાં આવવા લાગતાં વેપારીઓ ત્રસ્ત

તળ મુંબઈમાં એકમેકની અત્યંત નજીક આવેલાં મકાનોમાં હાઉસગલીની સમસ્યા નવી નથી. જોકે હવે એ હાઉસગલીમાં એટલો કચરો જમા થાય છે કે વેપારીઓ દ્વારા એ સાઇડની બારીઓ ખુલ્લી રાખવી મુશ્કેલ બની ગયું છે અને ત્યાંનું ગંદું પાણી હવે દુકાનમાં પણ આવવા માંડતાં તેમની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે. 

મસ્જિદ બંદરની ઇન્ડસ્ટ્રિયલ મટીરિયલ અને બૉલબેરિંગ માર્કે‍ટ તરીકે જાણીતી નાગદેવી માર્કેટમાં આ સમસ્યા ભયંકર હદે વકરી ગઈ છે. નાગદેવી ક્રૉસ લેનમાં આવેલા મકાન-નંબર ૩૯થી લઈને ૯૯ સુધીનાં મકાનોની પાછળની હાઉસગલીમાં એટલો કચરો જમા થયો છે કે ગ્રાઉન્ડ ફ્લોરના વેપારીઓની પાછળની બારી સુધી એ કચરો પહોંચે છે. એટલે કોઈ એ સાઇડની બારી ખોલી જ નથી શકતું. ઉપરના માળવાળા વેપારીઓ બારી ખોલી શકે છે, પણ તેઓ ખોલતા જ નથી, કારણ એ છે કે એ હાઉસગલીના કચરામાંથી આવતી માથું ફાડી નાખે એવી દુર્ગંધથી તેઓ પરેશાન છે. 

હવે એ જમા થયેલા કચરામાંથી પાણી દુકાનની દીવાલમાંથી ચૂઈને ગ્રાઉન્ડ ફ્લોરની દુકાનની અંદરના ભાગમાં આવે છે જેને કારણે એ દુકાનદારોએ વિશેષ કાળજી રાખવી પડે છે અને એ પાણી થોડી-થોડી વારે કર્મચારીઓ પાસે લુછાવતા રહેવું પડે છે. દુકાનમાં આવતા આ ગંદા પાણીને કારણે દુકાનમાં દુર્ગંધ પણ ફેલાય છે અને મચ્છરોનો ત્રાસ પણ વધી જાય છે. ઘણી વાર તેમના માલને પણ એને કારણે નુકસાન થાય છે.

 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK