ગેટવે ઑફ ઇન્ડિયામાં આજે અસામાજિક તત્વો પર રહેશે CCTV કૅમેરાની બાજનજર

ચોરી, લૂંટફાટ, મારઝૂડ, મહિલાઓની છેડતી જેવા બનાવો ન બને એનું ધ્યાન રાખવામાં આવશે : ૫૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ ડ્યુટી પર : ચારે તરફ બૅરિકેડ્સ લગાવવામાં આવશે : ફેરિયાઓને પણ એન્ટ્રી આપવામાં નહીં આવે



અંકિતા સરીપડિયા


નવા વર્ષની ઉજવણી માટે ગેટવે ઑફ ઇન્ડિયા ખાસ સ્થળ ગણાય છે. અહીં અનેક વાર નવા વર્ષની ઉજવણી દરમ્યાન મહિલાઓની છેડતીના બનાવો બન્યા છે ત્યારથી આવા ખાસ પ્રસંગે કડક સિક્યૉરિટીનું આયોજન કરવામાં આવે છે. આજે પણ નવા વર્ષની ઉજવણી માટે સુરક્ષાનાં અનેક પગલાં લેવામાં આવી રહ્યાં છે. ચોરી, લૂંટફાટ, મારઝૂડ, મહિલાઓની છેડતી જેવા બનાવો ન બને એના પર નજર રાખી શકાય એ માટે બધે CCTV કૅમેરા ઇન્સ્ટૉલ કરવામાં આવ્યા છે.

સુરક્ષાની તૈયારીઓ વિશે જણાવતાં કોલાબા પોલીસ-સ્ટેશનના એક પોલીસ-અધિકારીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘રેડિયો ક્લબ, જહાંગીર આર્ટ ગૅલેરી, કોલાબા પોસ્ટ-ઑફિસ, કોલાબા કૉઝવે અને રીગલ સિનેમા સુધીના વિસ્તારો સુધી સુરક્ષા માટે પોલીસ-અધિકારીઓ રાખવામાં આવશે. એ સિવાય વાહનોને એ વિસ્તારથી ગેટવે ઑફ ઇન્ડિયાની આજુબાજુના વિસ્તારો સુધી જવા દેવામાં આવશે નહીં. ફેરિયાઓને પણ એન્ટ્રી આપવામાં આવશે નહીં. ગેટવે ઑફ ઇન્ડિયામાં આવનારા સહેલાણીઓ સાથે આજના દિવસે કોઈ અણછાજતી ઘટના કે બનાવ ન બને એ માટે સિનિયર સિટિઝનો, ફૅમિલી અને ફક્ત પુરુષો એમ ત્રણ ભાગમાં આયોજન કરવામાં આવ્યું છે. આ પૂરા વિસ્તારમાં કૉન્સ્ટેબલો અને ઑફિસરો મળીને ૫૦૦ જેટલા પોલીસ-કર્મચારીઓ ડ્યુટી પર રહેશે. ગેટવે ઑફ ઇન્ડિયાની ચારે તરફ બૅરિકેડ્સ લગાવવામાં આવશે. આજના દિવસે ફોટોગ્રાફરોને પણ અંદર જવાની પરવાનગી આપવામાં આવશે નહીં. એ સિવાય બોટિંગ પણ મર્યાદિત સમય સુધી જ ચાલુ રાખવામાં આવશે. ગેટવે ઑફ ઇન્ડિયાના પરિસરમાં એન્ટ્રન્સ અને એક્ઝિટ એક જ તરફ રાખવામાં આવ્યાં છે અને મહિલાઓ તેમ જ પુરુષોની બૅગ રેગ્યુલર ચેક કરવામાં આવે છે, પરંતુ આજે કડક નિગરાણીમાં એ માટે ચેકિંગ ચાલશે.’

નવા વર્ષની ઉજવણી માટે તેમણે ઉમેર્યું હતું કે ‘પહેલાં ૩૧ ડિસેમ્બરે બોટ પર લાઇટિંગ લગાવવામાં આવતી હતી અને રાતે ૧૨ વાગ્યે નવું વર્ષ બેસતાંની સાથે જ બધી લાઇટો બંધ કરવામાં આવતી હતી તથા ફટાકડાઓની રોશનીથી અને એકબીજાને વિશ કરીને નવા વર્ષને આવકારવામાં આવતું હતું, પરંતુ બે મિનિટના એ અંધારામાં ચોરીના અને મહિલાઓ સાથે છેડતીના બનાવો બનતા હોવાથી આ લાઇટ બંધનું આયોજન હવે રદ કરવામાં આવ્યું છે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK