ફોર્ટના એક મંડળના ગૉડ્સ વૉલન્ટિયર્સ ગણેશોત્સવમાં પૈસાનો વેડફાટ અટકાવીને કરે છે અનોખી સમાજસેવા

આ ગ્રુપનું સોશ્યલ વર્ક જોકે ફક્ત આ ઉત્સવ પૂરતું સીમિત નથી, બારેમાસ ચાલતું રહે છે

fort ganeshaમુંબઈમાં રજિસ્ટર્ડ અને અનરજિસ્ટર્ડ એવાં લગભગ ૧૪,૦૦૦ની આસપાસ સાર્વજનિક ગણેશોત્સવ મંડળો છે. આ બધાં મંડળોએ ફોર્ટની બાઝારગેટ સ્ટ્રીટના ત્રિમૂર્તિ કલા નિકેતન સાર્વજનિક ગણેશોત્સવ મંડળ પાસેથી ખરેખર પ્રેરણા લેવાની જરૂર છે. ફોર્ટચા ચિંતામણી નામના ગણપતિબાપ્પા બેસાડતા આ મંડળની ખાસિયત એ છે કે ન તો એ મસમોટો મંડપ બનાવીને ડેકોરેશનમાં પૈસા વેડફે છે કે ન તો બહુ ઊંચાઈવાળી ગણપતિની મૂર્તિનું પ્રતિષ્ઠાન કરીને એમાં રૂપિયા બગાડે છે. તેઓ પરંપરાગત વિધિ અનુસાર ગણપતિની આમન્યા જળવાય એ રીતે એમનું સ્વાગત ચોક્કસ કરે છે, પરંતુ એ પછી વધેલી વર્ગણીની તમામ રકમ ગરીબોનાં આંસુ લૂછવામાં અને સમાજમાં જાગૃતિ લાવવાના આશય સાથે વાપરે છે. આ મંડળે ગૉડ્સ વૉલન્ટિયર્સ નામનું ૨૦ યુવાનોનું એક ગ્રુપ બનાવ્યું છે જે ગણેશોત્સવમાં હૉસ્પિટલો, અનાથાશ્રમો, વિધવાશ્રમો જેવી જગ્યાઓએ જઈને ત્યાંના લોકોની જરૂરિયાતની વસ્તુઓનું વિતરણ કરીને તેમના ચહેરા પર સ્માઇલ પાથરવાનું કામ કરે છે. મંગળવારે જ તેમણે સામૂહિક ભંડારાનું આયોજન કર્યું હતું જેમાં ૧૩,૦૦૦થી વધુ લોકો જમ્યા હતા. ગણપતિના બીજા દિવસે તેઓ ઇન્ડિયન કૅન્સર સોસાયટીમાં ગયા હતા. દેશના જુદા-જુદા વિસ્તારોમાંથી આવેલા દોઢથી ૧૧ વર્ષનાં લગભગ ૪૦ કૅન્સરગ્રસ્ત બાળકો આ સંસ્થામાં રહે છે. તેમના મંડળ વતી આ બાળકોમાં ભોજન, ગેમ્સ, સાબુ-પાઉડર-તેલ જેવી રોજબરોજની ઉપયોગી વસ્તુઓની કિટ વગેરેનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સિવાય બ્લડ-ડોનેશન કૅમ્પ યોજવો, બાળકો માટે સ્પોર્ટ્સની કૉમ્પિટિશન યોજવી, તાતા હૉસ્પિટલની બહાર બેસતા લોકોને ખાવાનું વિતરણ કરવું જેવી ઍક્ટિવિટી તેઓ કરી ચૂક્યા છે. ગઈ કાલે તેઓ કોઢના દરદીઓને મળવા ગયા હતા. એ પછી ફ્રી મેડિકલ કૅમ્પ છે અને હોમિયોપથીના ડૉક્ટર ફ્રી ચેકઅપ કરવાના છે.

મંડળની આ ખાસ વાત વિશે વષોર્થી મંડળ સાથે સંકળાયેલા હર્ષિક ગાલા કહે છે, ‘ભગવાનના નામે ભેગા કરેલા પૈસા સારા માર્ગે વપરાવા જોઈએ એ બાબતમાં અમારા મંડળમાં બધા જ લોકો એકમત છે. લગભગ ત્રીસેક વર્ષથી અમે આ શિરસ્તો શરૂ કર્યો છે જેમાં ઓછામાં ઓછો ખર્ચ કરવો અને વધુમાં વધુ પૈસા જરૂરિયાતમંદ લોકોની મદદ કરવામાં વાપરવા. ૨૦,૦૦૦ રૂપિયાનો ગુલાલ એક દિવસમાં ઉડાડી દઈએ એના કરતાં એ ૨૦,૦૦૦ રૂપિયા કોઈ બાળકના એજ્યુકેશનમાં વપરાશે તો એ તેના ભવિષ્ય માટે મદદ કરશે. લગભગ સવાસો જેટલાં બાળકો ધરાવતા એક અનાથાશ્રમમાં અમે મૅક્ડોનલ્ડ્સનું હૅપી મીલ લઈને ગયા હતા. આ બાળકોનાં મમ્મી-પપ્પા નથી. એ લોકોને પણ ડૉમિનોઝ કે મૅક્ડોનલ્ડ્સનાં બર્ગર ખાવાનું મન થતું હશે. એ લોકો કોની પાસે ડિમાન્ડ કરી શકવાનાં? એટલે અમે ડેકોરેશન, મૂર્તિઓ, ફટાકડા, ગુલાલ જેવી બિનજરૂરી વસ્તુઓનો ખર્ચ અટકાવીને એ બધા પૈસા આ પ્રકારનાં કાયોર્માં વાપરીએ છીએ. આ કાર્ય વિશે જાણ્યા પછી અમારી વર્ગણીની રકમ અને શ્રદ્ધાળુઓની સંખ્યા વધતાં ગયાં છે.’

આ મંડળ બને ત્યાં સુધી લાઉડસ્પીકરનો ઉપયોગ પણ નથી કરતું, કારણ કે એ એરિયામાં રહેતાં બાળકો અને સિનિયર સિટિઝનોને એનાથી ત્રાસ ન થવો જોઈએ. હર્ષિક કહે છે, ‘ગણપતિ બધાના જીવનમાં આનંદનું અને પ્રેમનું કારણ બનવા જોઈએ, નહીં કે ત્રાસનું. એટલે જ લોકોને ઓછામાં ઓછી તકલીફ પહોંચે એવા પ્રયત્નો કરવા જોઈએ. મંડળના લોકો માટે પણ અમે કેટલાક પ્રોગ્રામ રાખ્યા છે જેમાં એ લોકોને ગમે એવી વસ્તુઓ આપવી એવું નક્કી કર્યું છે. જેમ કે સ્પોર્ટ્સ-ડે ઊજવ્યો એમાં બાળકોને કામ લાગે એવી વસ્તુઓની કિટ અમે એમાં ભાગ લેનારાં બાળકોને આપી. વીસમી તારીખે યોજાયેલા સ્પોર્ટ્સ-પ્રોગ્રામમાં લગભગ ૨૪૦ જેટલાં બાળકો લંગડી, કબડ્ડી, લીંબુ-ચમચી જેવી હવે ભુલાઈ રહેલી રમતોમાં જોડાયાં હતાં. એવી જ રીતે વિસર્જનના આગલા દિવસે અમે આરતી-ડેકોરેશનની કૉમ્પિટિશન રાખી છે. એમાં ભાગ લેનારી મહિલાઓને અમે હેર-ડ્રાયર ગિફ્ટ આપવાના છીએ. અમને ખબર છે કે એ મળવાથી મહિલાઓને બહુ ખુશી થશે. માત્ર અમારા એરિયાના જ નહીં, બહારના લોકો પણ અમારા પ્રોગ્રામમાં જોડાય છે. અમે પણ ઓપન ફૉર ઑલની નીતિ રાખી છે.’

ત્રિમૂર્તિ કલા નિકેતન મંડળ દ્વારા ગણેશોત્સવમાં જ નહીં, વર્ષના ૩૬૫ દિવસ જરૂરિયાતમંદ લોકોની સેવા કરવામાં આવે છે. મેડિકલમાં મદદ જોઈતી હોય, બાળકોને ભણવા માટે સ્કૉલરશિપ જોઈતી હોય કે એવી કોઈ પણ મદદ માટે તેઓ પોતાનાથી બનતું યોગદાન આપે છે. એ સિવાય બારે મહિના તેઓ કૅન્સરના જરૂરિયાતમંદ દરદીઓને ઘઉંના જ્વારાનો રસ ફ્રી આપે છે.

- રુચિતા શાહ

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK