મિડ-ડેનો પર્દાફાશ : કર્નાક બંદરમાં ખુલ્લેઆમ કોકેનનો વેપાર

મિડ-ડેનો પર્દાફાશ પોલીસ બધું જાણતી હોવા છતાં કંઈ જ નથી કરી રહી




ભૂપેન પટેલ

દિવસ દરમ્યાન શહેરના કર્નાક બંદરનું મુંબઈ પોર્ટ ટ્રસ્ટનું મેદાન અત્યંત નિર્જન હોય છે. ધૂળિયા રોડ પર ટ્રકની મોટી લાઇનો લાગેલી હોય છે, પરંતુ જેમ રાત પડે છે એમ ચિત્ર બદલાય છે. ચળકાટ મારતી કારો ચોરીછૂપીથી આમતેમ રખડતી હોય છે. કારની બારીઓના કાચ ખૂલતાં જ અંધારી ગલીઓમાં સોદાઓ થાય છે. આ છે શહેરનું નવું કોકેન હબ.


BPT ગ્રાઉન્ડ


જર્જરિત સ્ટ્રક્ચરોમાં છુપાઈને બેઠેલા દસ-બાર વિદેશી નાગરિકો અંધારાનો લાભ લઈને એમાંથી બહાર આવે છે. શહેરના યુવાનોને તેઓ ડ્રગ્સ આપે છે. ભાવતાલ બાદ રોકડા રૂપિયા આપીને ડ્રગ્સનું વેચાણ થાય છે.

પોતાનું નામ ન જણાવવાની શરતે એક ટ્રાન્સપોર્ટરે કહ્યું હતું કે ‘ઘણી વખત અમે સ્થાનિક પોલીસને એની ફરિયાદ કરી, પરંતુ તેમની કાર્યવાહી અસરકારક નથી. પૅટ્રોલિંગ વૅન ત્યાંથી જતાં જ તેઓ ફરી પાછા રોડ પર આવી જાય છે. મેદાનથી માત્ર ૧૦૦ મીટરના અંતરે જ પોલીસ-ચોકી આવેલી છે. એમ છતાં આ જોખમમાંથી અમને કોઈ રાહત નથી મળતી.’


સ્નેક કોર્નર : ડ્રગ ડીલર કર્નાક બંદરની બાજુની જગ્યાએથી ખુલ્લેઆમ વેપાર કરે છે (તસવીર : સૈયદ સમીર અબેદી)


આ વિસ્તારમાં ફેલાતી અરાજકતા કરતાં પણ વધુ ચિંતા આ ડ્રગ્સ ખરીદતા યંગ જનરેશનની છે એવો દાવો સ્થાનિક રહેવાસીઓએ કર્યો છે. તેમના મતે સાઉથ મુંબઈના કોલાબાથી કફ પરેડ તથા મરીન ડ્રાઇવ સુધીના વિસ્તારમાં થતી પાર્ટીઓમાં ઉપયોગમાં લેવામાં આવતું કોકેન શહેરના આ અજાણ્યા ખૂણામાંથી જ મોકલવામાં આવે છે.

આ ધંધામાં ઘણા ખેલાડીઓ હોવાથી ડીલર વચ્ચે ભારે સ્પર્ધા જોવા મળે છે. ગ્રાહકને હંમેશાં એકલો જ મળવાનો આગ્રહ પેડલર રાખે છે. વળી એકબીજાને પછાડવાની વૃત્તિ પણ જોવા મળે છે.


ત્રણ ડ્રગ વેચનારાઓએ મિડ-ડે રિપોર્ટરની કાર પાસે આવીને ડ્રગ વેચવાનું કહી રહ્યાં છે. (તસવીરો : ભૂપેન પટેલ / સૈયદ સમીર અબેદી)



‘મિડ-ડે’એ ગ્રાહકનો વેશ ધારણ કરી કર્નાક બંદરની મુલાકાત લેવાનો નિર્ણય કર્યો. કારને જોતાં જ ડીલરોએ અમારો સંપર્ક કરવાનો પ્રયત્ન શરૂ કર્યો. વેચાણ માટે ભાવતાલ પણ કર્યો, વળી પોતાનું નામ તથા નંબર પણ આપ્યાં. એની શુદ્ધતાને આધારે એક ગ્રામ ડ્રગ્સનો ૨૦૦૦થી ૩૦૦૦ રૂપિયા ભાવ હતો.

તેમની ધરપકડ કરવાથી મુશ્કેલી સર્જાય છે

તેમના ભૂતકાળના અનુભવના આધારે આવા ડીલરોને પકડવાથી ડોંગરી પોલીસ-સ્ટેશનના પોલીસો દૂર ભાગે છે. સામાન્ય ભારતીય કરતાં વધુ મજબૂત બાંધો ધરાવતા આ વિદેશીઓને સરળતાથી કાબૂમાં લઈ શકાતા નથી. તેમનો પીછો કરીને પકડવાનું સાહસ કોઈ નથી કરતું. ૨૦૧૨ના ઑગસ્ટ મહિનામાં પીછો કરતી વખતે ડોંગરી પોલીસ-સ્ટેશનના ભૂતપૂર્વ સિનિયર ઇન્સ્પેક્ટર વિજય મુકણેને ભારે ઈજા પહોંચી હતી. અત્યારે અસિસ્ટન્ટ કમિશનર ઑફ પોલીસ બનેલા તેમણે કહ્યું હતું કે ‘તેમની પ્રવૃત્તિ પર હું હંમેશાં નજર રાખતો હતો. તેઓ ડ્રગ્સ લેવા માટે ભેગા થતા હતા. વેચાણ તેમનો હેતુ નહોતો. ઑગસ્ટ મહિનામાં ફરિયાદો વધી જતાં મે રેઇડ પાડી. તેમનો પીછો કરતી વખતે સ્લિપ થઈ જતાં મારા ડાબા પગે ફ્રૅક્ચર થયું હતું.’

થોડાં વર્ષો પહેલાં તેઓ શહેરમાં ગ્રુપમાં જ ફરતા હતા. બિઝનેસ કરવાના બહાને આવતા, પરંતુ ડ્રગ્સ વેચતા હતા. જોકે પોલીસની કાર્યવાહીને કારણે તેમની પ્રવૃત્તિમાં ઘટાડો થયો હતો. જોકે એમ છતાં કેટલાક હજીયે આ પ્રવૃત્તિ કરી રહ્યા છે. ડોંગરી તથા પાયધુનીમાં આવેલી સસ્તી લૉજમાં તેઓ રોકાય છે. પાયધુની પોલીસ-સ્ટેશનના એક ઑફિસરે જણાવ્યું હતું કે ‘તેમના વીઝા તથા પાસપોર્ટની અમે સતત ચકાસણી કરીએ છીએ. ગયા વર્ષે વીઝા તથા પાસપોર્ટના મામલે અમે ૩૬ આફ્રિકન નાગરિકો વિરુદ્ધ કાર્યવાહી કરી, જેમાંથી માત્ર ત્રણને તેમના દેશમાં પરત મોકલવામાં આવ્યા. તેમને લૉક-અપમાં મૂકવાથી મુશ્કેલી થાય છે. એથી અમે તેમની જુડિશ્યલ કસ્ટડી લઈને જેલભેગા કરીએ છીએ. તેમની સજા પૂરી થતાં તેમને સ્વદેશ પરત મોકલવામાં આવે છે.’

ડોંગરી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર સંદીપ દાલે કહ્યું હતું કે એ વિસ્તાર મારી હદમાં નથી. ડોંગરી પોલીસ-સ્ટેશનના અધિકારીઓ આ વિસ્તારમાં પૅટ્રોલિંગ કરી રહ્યા હોવાની વાત રર્પિોટરે કરતાં તેમણે કોઈ પણ જાતની પ્રતિક્રિયા આપવાની ના પાડી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK