ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર બ્રિજ, ટિકિટ-વિન્ડો, ટૉઇલેટ જેવી પ્રાથમિક સુવિધાઓ અપૂરતી

રોજના હજારો લોકોની અવરજવરવાળા આ સ્ટેશન પરની એક નહીં, અનેક તકલીફોથી પૅસેન્જરો પરેશાન


બકુલેશ ત્રિવેદી

માઝગાવ ડૉક, મુંબઈ પોર્ટ ટ્રસ્ટ અને સેલ્સ-ટૅક્સ જેવા સરકારી એકમો ધરાવતા ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર રોજના હજારો લોકોની અવરજવર રહે છે. જોકે આ સ્ટેશન પર એક નહીં, અનેક મુશ્કલીઓ છે જેના પ્રત્યે ધ્યાન આપવામાં આવતું નથી. સ્ટેશન પર પ્રાથમિક સુવિધાઓની ઊણપ છે. ફૂટઓવર બ્રિજ નથી અને એક જ ટૉઇલેટ છે. આ ઉપરાંત અપૂરતી ટિકિટ-વિન્ડો જેવી અનેક સમસ્યાઓ આ સ્ટેશન પર જોવા મળે છે.   

ડૉકયાર્ડ રોડ મહત્વનું સ્ટેશન હોવાથી પૅસેન્જરોની સંખ્યા રોજેરોજ વધી રહી છે. એમ છતાં એની સુવિધાઓ વધારવા માટે વર્ષોથી કોઈએ રસ દાખવ્યો નથી. હાર્બર લાઇનના આ સ્ટેશન પર એક પણ ફૂટઓવર બ્રિજ નથી. સબબ્ર્સનાં બધાં જ સ્ટેશનો પર ફૂટઓવર બ્રિજની સુવિધા હોય છે, પણ આ એકમાત્ર સ્ટેશન છે જ્યાં ફૂટઓવર બ્રિજ નથી. ડૉકયાર્ડ રોડ પર બે જ પ્લૅટફૉર્મ છે, પણ એક પ્લૅટફૉર્મથી બીજા પ્લૅટફૉર્મ પર જવા ફૂટઓવર બ્રિજ નથી. ડૉકયાર્ડ રોડ પર વડાલા સાઇડના પ્લૅટફૉર્મ-નંબર એકથી વેસ્ટમાંથી ચડવા-ઊતરવાનો રસ્તો છે એ જ રીતે પ્લૅટફૉર્મ-નંબર બે પર ઈસ્ટનો ચડવા-ઊતરવા રસ્તો છે. આ જ બે એન્ટ્રી અને એક્ઝિટ પૉઇન્ટ છે, જ્યારે ડૉકયાર્ડ રોડ સાઇડ કોઈ પણ રસ્તો બહારથી સ્ટેશન પર આવવા કે બહાર નીકળવા નથી. કેટલાય લોકો એ માટે રેલવે-ટ્રૅક પર ચાલીને જીવના જોખમે CST સાઇડ ઈસ્ટમાં ગેરકાયદે ઊતરે છે જે જોખમી છે, જ્યારે વેસ્ટ સાઇડ હિલ હોવાથી એ બાજુ માત્ર નૉર્થ સાઇડમાં જ ઊતરવાનો રસ્તો છે.

ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર બે બાજુ ઈસ્ટમાં અને વેસ્ટમાં એમ બે જ ટિકિટ-વિન્ડો છે. ઘણી વાર વેસ્ટની ટિકિટ-વિન્ડો જે પ્લૅટફૉર્મ-નંબર એક સાથે લાગેલી છે એ બંધ હોય અથવા ત્યાં એક જ કાઉન્ટર ચાલુ હોય ત્યારે અનેક લોકો ટ્રૅક ક્રૉસ કરી બે નંબરના પ્લૅટફૉર્મ પર આવી ઈસ્ટમાં નીચે ઊતરીને ટિકિટ લેવા જાય છે અને જીવ જોખમમાં મૂકે છે.

જીવ જોખમમાં મુકાવાનું એક અન્ય પણ કારણ છે. સ્ટેશનમાં એન્ટ્રી લેતી વખતે CSTથી વડાલા આવતી ટ્રેન ટર્ન મારે છે અને એ સ્ટેશન પણ આખું વળાંકમાં હોવાથી ટ્રેન હેઠળ કચડાઈ જવાનું જોખમ રહેલું હોય છે. ઈસ્ટમાંથી CST તરફના એન્ડ પાસેથી વડાલા તરફ જવા માગતા ઘણા પૅસેન્જરો ટ્રૅક પર જ ચાલીને પ્લૅટફૉર્મ પર પહોંચે છે. 

ડૉકયાર્ડ રોડ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર એક પર અને એ પણ વડાલા સાઇડ એક જ ટૉઇલેટ છે, જેને કારણે બે નંબરના પ્લૅટફૉર્મના પ્રવાસીઓને જો એ સુવિધાનો ઉપયોગ કરવો હોય તો પ્લૅટફૉર્મથી નીચે ઊતરી રોડ પર જઈ ફરી એક નંબરના પ્લૅટફૉર્મ પર ચડવું પડે છે. એમાં પણ એ ટૉઇલેટની સ્વચ્છતા રોજેરોજ જળવાતી નથી. મહિલાઓ માટેનાં ટૉઇલેટ પણ એટલાં અસ્વચ્છ હોય છે કે મહિલાઓ એનો ઉપયોગ કરવાનું ટાળતી હોય છે.

એ સિવાય પ્લૅટફૉર્મ-નંબર એકને લાગીને હિલ છે, જેના પર ગેરકાયદે ઝૂંપડપટ્ટી બાંધીને લોકો રહે છે. તેમના છોકરાઓ રેલવે-પ્લૅટફૉર્મની પતરાની છત પર પતંગ ચગાવતા જોવા મળે છે. તેઓ બેરોકટોક દોડાદોડ કરે છે અને ઘણી વાર કપાયેલી પતંગ પકડવા ટ્રૅક પર પણ આવી ચડે છે.

આમ હજારો લોકોની અવરજવર ધરાવતા ડૉકયાર્ડ રોડ સ્ટેશન પર પૅસેન્જરોને એક નહીં, અનેક હાડમારીઓ ભોગવવી પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK