ભાયખલાનો ગ્લૉરિયા બ્રિજ ૧૫ દિવસ બંધ રહેશે એટલે વાહનચાલકોને થશે હાલાકી

૪૫ વર્ષ જૂના આ બ્રિજના ૩૨ જૉઇન્ટ્સને મજબૂત કરવા માટે આટલો સમય લાગશે

મુંબઈ સુધરાઈએ ભાયખલામાં રાણીબાગ પાસેના ગ્લૉરિયા બ્રિજ પર શુક્રવારે સવારથી રિપેરિંગનું કામ શરૂ કરતાં એને બંધ કરી દીધો હતો, પણ આ વિશે અગાઉ કોઈ પણ પ્રકારની જાહેરાત નહીં થતાં પરેલના હિન્દમાતા જંક્શન સુધી દક્ષિણ મુંબઈ તરફ જનારાં વાહનોની કતાર લાગી ગઈ હતી. સુધરાઈના બ્રિજ-ડિપાર્ટમેન્ટ અને ટ્રાફિક-પોલીસ વચ્ચે કોઈ પણ પ્રકારના તાલમેલના અભાવે મોટરિસ્ટોને શુક્રવારે ભારે મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો હતો. નવાઈની વાત એ છે કે આ બ્રિજ હવે ૧૫ દિવસ સુધી બંધ રહેવાનો છે.

કોઈ પૂર્વ સૂચના નહીં હોવાને કારણે પહેલાં તો એવી અફવા હતી કે એક મોટો ઍક્સિડન્ટ થયો છે અને લાલબાગ બંધ કરાવવામાં આવ્યું છે. છેક સાંજ સુધી મોટરિસ્ટોને ખબર નહોતી કે ટ્રાફિક કેમ ગોકળગાય ગતિએ ચાલે છે. ટ્રાફિક-વિભાગે ડૉ. આંબેડકર રોડ પર ર્બોડ લગાવ્યાં હતાં, પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું.

આ બ્રિજના રીસર્ફે‍સિંગનું કામ થઈ ગયું છે અને જૉઇન્ટ્સનું કામ પણ એના ભાગરૂપે જ થવાનું છે. આ માટે બે કરોડ રૂપિયાનો ખર્ચ થવાનો છે. લોકોને આની જાણ કેમ કરવામાં આવી નથી એ વિશે પૂછવામાં આવતાં બ્રિજ-ડિપાર્ટમેન્ટના ચીફ એન્જિનિયર એસ. ઓ. કોરીએ કહ્યું હતું કે ‘ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે આ માટેની જવાબદારી લીધી હતી. ટ્રાફિક જૅમ થાય નહીં અને રોડ-ડાઇવર્ઝન માટે તેમણે પ્લાન બનાવ્યો હતો.’

જોકે ટ્રાફિક-ડિપાર્ટમેન્ટે દોષનો ટોપલો સુધરાઈ પર ઢોળ્યો હતો. જૉઇન્ટ પોલીસ-કમિશનર (ટ્રાફિક) ડૉ. બી. કે. ઉપાધ્યાયે કહ્યું હતું કે ‘આ કામ માટેનું નો-ઑબ્જેક્શન સર્ટિફિકેટ અમે બેથી ત્રણ દિવસ પહેલાં સુધરાઈને આપ્યું હતું અને તેમણે કમ્યુટરોને આ બાબતની જાણકારી આપવાની હતી. સામાન્ય રીતે તેઓ જ આ બાબતે પેપરમાં નોટિફિકેશન આપતા હોય છે. આજથી આ રોડ પર ટ્રાફિક જૅમ ન થાય એ માટે અમે પ્રયાસ કરીશું.’

ટ્રાફિક ડાઇવર્ઝન

ડૉ. આંબેડકર રોડ પરનો ટ્રાફિક ઓછો કરવા માટે વાહનોને અમર મહલ જંક્શન, સુમનનગર, ગાંધી માર્કેટ, માટુંગા, દાદર વ્વ્, ફાયર-બ્રિગેડ સિગ્નલ, સરદાર હોટેલથી કાલાચૌકીમાં બાવલા કમ્પાઉન્ડ માર્ગે વાળવામાં આવશે. આ માટે પૂરતાં સાઇન-ર્બોડ પણ લગાવવામાં આવશે. રેડિયો પર એનો પ્રચાર કરવામાં આવશે.

૪૫ વર્ષ જૂનો બ્રિજ

ગ્લૉરિયા બ્રિજ ૪૫ વર્ષ જૂનો છે અને એના પર ૩૨ જૉઇન્ટ્સ છે. આ જૉઇન્ટ્સને મજબૂત કરવા માટે ૩૦ દિવસનો સમય માગવામાં આવ્યો હતો, પણ માત્ર ૧૫ દિવસમાં આ કામ પૂરું કરવાનો સમય આપવામાં આવ્યો છે.

ગ્લૉરિયા બ્રિજ સિવાય સુધરાઈ પ્રિન્સેસ સ્ટ્રીટ બ્રિજ, કેમ્પ્સ કૉર્નર અને મહાલક્ષ્મી બ્રિજ પર મૉન્સૂન બાદ કામ શરૂ થશે. આ સમયે પણ આ બ્રિજ સંપૂર્ણપણે બંધ રાખવામાં આવશે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK