ગુજરાતી પરિવારના મોભી હૉસ્પિટલમાં ઍડ્મિટ થયા અને જીવ બચી ગયો

ડૉકયાર્ડ રોડનું ચાર માળનું બિલ્ડિંગ ઑલરેડી જોખમી હતું એમાં ગ્રાઉન્ડ ફ્લોર પર ચેડાં થયાં અને એ તૂટી પડ્યું : 25 વ્યક્તિના જીવ ગયા.



Photos : ધરાશાયી થયેલી બિલ્ડિંગની તસવીરો જુઓ અહીં


(બકુલેશ ત્રિવેદી)

 - ગઈ કાલે સવારે છ વાગ્યે ચાર માળનું બિલ્ડિંગ તૂટી પડતાં આજે મૃતાંક વધી 25 જણનાં મૃત્યુ થયાં હતાં જ્યારે ૩૦થી વધુ જણ ઘાયલ થયા હતા. ૧૨ ફાયર-એન્જિન, ૪ ઍમ્બ્યુલન્સ, સેંકડો પોલીસો અને નૅશનલ ડિઝૅસ્ટર રિસ્પૉન્સ ર્ફોસના ૬૫ કર્મચારીઓએ બચાવ કામગીરી હાથ ધરી હતી અને અનેક લોકોના જીવ બચાવ્યા હતા.

- ડૉકયાર્ડ રોડના બિલ્ડિંગમાં રહેતા ચાવડાકુટુંબના ૩નાં મૃત્યુ, ઘરના મોભીને હૉસ્પિટલમાં આગલા જ દિવસે દાખલ કરવામાં આવ્યા હોવાથી બચી ગયા


મુંબઈ, તા. ૨૮

મુંબઈ સુધરાઈના માર્કે‍ટ ડિપાર્ટમેન્ટના કર્મચારીઓ માટેનાં ક્વૉર્ટર્સના ડૉક્યાર્ડ રોડના તૂટી પડેલા બાબુ ગેનુ માર્કે‍ટ નજીકના બિલ્ડિંગમાં રહેતા દેવજી ચાવડાનાં પત્ની લાખુબહેન ઉર્ફે‍ લીલાબહેન, દીકરો અનિલ અને નાના ભાઈ ટાપજીની દીકરી જમના, જે તેમની સાથે જ રહેતી હતી તે ત્રણે મૃત્યુ પામ્યાં હતાં. આગલા જ દિવસે બ્લડ-પ્રેશરને કારણે શ્વાસ લેવામાં તકલીફ થતાં દેવજીભાઈને ગ્રાન્ટ રોડની ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા, એથી તે બચી ગયા છે. જોકે ગઈ કાલે મોડી રાત સુધી તેમને આ બાબતની જાણ કરાઈ નહોતી.

મૂળ ભાવનગર બાજુના ભોજાવદર ગામના મેઘવાળ સમાજના દેવજીભાઈનો પરિવાર ૨૦૦૧થી આ ઇમારતમાં રહેતો હતો. દેવજીભાઈ અને લીલાબહેન અત્યારે રિટાયર હતાં. દેવજીભાઈ પ્રાઇવેટમાં છૂટક કામ કરતા હતા, જ્યારે લીલાબહેન હિન્દુસ્તાન લીવર કંપનીમાં કામ કરતાં હતાં. ઘણાં વર્ષોથી એ કંપની પણ બંધ પડી છે. દીકરો અનિલ અત્યારે પ્રાઇવેટ કંપનીમાં કામ કરતો હતો, પણ આ જ મહિનામાં તેને સુધરાઈમાં પાકી નોકરી મળવાની હતી એથી ઘરમાં એકદમ ખુશીનું વાતાવરણ હતું.

કુટુંબ પર આવી પડેલા સંકટ બદલ માહિતી આપતાં તેમના એક નજીકના સંબંધીએ જણાવ્યું હતું કે ‘ગુરુવારે સાંજે દેવજીભાઈને બ્લડ-પ્રેશર વધી જતાં શ્વાસ લેવામાં તકલીફ પડી રહી હતી એથી તેમને ભાટિયા હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. તેમને ઍડ્મિટ કરીને મોડી રાતના અનિલ તેનાં મમ્મી લીલાબહેન અને જમના પહેલાં ડોંગરીમાં રહેતા ટાપજીભાઈને ત્યાં ગયાં હતાં. ટાપજીભાઈના ઘરના બધાએ કહ્યું પણ ખરું કે મોડી રાત થઈ ગઈ છે, હવે અહીં જ રોકાઈ જાઓ. પણ લીલાબહેને કહ્યું કે ઘર નજીક જ છે, અમે રાતે જ ઘરે જતાં રહીએ એમ કહીને એ લોકો રાતે જ તેમના ઘરે પહોંચ્યાં હતાં. વહેલી સવારે તો મકાન તૂટી પડ્યું, જેમાં તે ત્રણે જણ દટાઈને મૃત્યુ પામ્યાં હતાં. જાણે કે તેમને તેમનો કાળ જ ત્યાં બોલાવી રહ્યો હોય એવું બન્યું હતું.’

એક જ કુટુંબના ત્રણ જણનાં મૃત્યુ થતાં મેઘવાળ સમાજમાં શોકની ઘેરી લાગણી ફરી વળી હતી અને જેમ-જેમ સમાજના લોકોને જાણ થતી ગઈ એમ-એમ તેઓ ડોંગરીમાં ટાપજીભાઈના ઘરે જમા થવા માંડ્યા હતા અને દિલસોજી વ્યક્ત કરી રહ્યા હતા.

અન્ય ગુજરાતી પરિવારના સભ્યો ઘાયલ

બિલ્ડિંગમાં પહેલા માળે રહેતા રમેશ રાઠોડના પરિવારના ચારે સભ્યો ઘાયલ થયા હતા જેમાં તે પોતે, તેમનાં પત્ની લીલાબહેન, દીકરો સંજય અને દીકરી હિનાનો સમાવેશ થાય છે. જોકે રમેશભાઈ અને તેમનાં પત્ની લીલાબહેનને પરેલની KEM હૉસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી હતી, જ્યારે સંજયને JJ હૉસ્પિટલમાં દાખલ કરાયો હતો, જ્યાં તેનો એકસ-રે અને અન્ય ટેસ્ટ કરવામાં આવી હતી અને ડૉક્ટરે તેના પર જાનનું કોઈ જોખમ ન હોવાનું જણાવ્યું હતું. હિનાની હાલત કફોડી હતી. તેનો પગ કાટમાળ હેઠળ ફસાઈ ગયો હતો. બાકી તેને કોઈ મેજર ઈજા નહોતી, પણ તેનો ફસાયેલો પગ કાઢવા સાંજ સુધી પ્રયાસ ચાલુ હતા એમ તેના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું. JJ હૉસ્પિટલમાં અન્ય એક ગુજરાતી અશોક સોલંકીનો પરિવાર સારવાર લઈ રહ્યો હતો, જેમાં અશોકભાઈ તેમનાં પત્ની દયાબહેન, દીકરી મીનલ અને એન્જલનો સમાવેશ થાય છે.

KEM = કિંગ એડવર્ડ મેમોરિયલ, JJ = જમશેદજી જીજીભોય

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK