સાત રસ્તા પાસે લાગી ભયાનક આગ

૧૫-૧૭ માળ જેટલી ઊંચી આગ જોઈને આખા વિસ્તારમાં ફેલાયો ગભરાટ : કોઈ જાનહાનિ નહીં, માલમતાનું ભારે નુકસાન નહીં

fire

મધ્ય મુંબઈના સાત રસ્તા વિસ્તારમાં આવેલી એક ૧૫-૧૭ માળની ઇમારતમાં ગઈ કાલે મોડી રાતે અચાનક આગ ફાટી નીકળતાં સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો.

ફાયર-બ્રિગેડ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર સાને ગુરુજી માર્ગ પર સાત રસ્તા પાસે કસ્તુરબા હૉસ્પિટલ નજીક નવી બંધાઈ રહેલી એક ઇમારતમાં સાડાઆઠ વાગ્યાના સુમારે આગ લાગી હોવાનો સંદેશો મળ્યો હતો અને એને પગલે ફાયર-બ્રિગેડની ટીમને ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી.

મુંબઈ મહાનગરપાલિકાના ડિઝૅસ્ટર મૅનેજમેન્ટ વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ બંધાઈ રહેલા બિલ્ડિંગ પર તાડપત્રી લગાવવામાં આવેલી હતી જે અગાશીથી લઈને નીચે સુધી લટકતી હતી અને આગ આ તાડપત્રીને લાગી હતી. આ આગમાં કોઈ જખમી થયું હોવાનું કે માલમતાને મોટું નુકસાન થયું હોવાનું જાણવા મળ્યું નથી.

આ વિસ્તારમાં મોટા પ્રમાણમાં ગુજરાતીઓ રહે છે અને જે રીતે આગ ઝગારા મારી રહી હતી એનાથી સમગ્ર વિસ્તારમાં ગભરાટ ફેલાઈ ગયો હતો અને આસપાસની બધી જ ઇમારતમાંથી લોકો દોડીને નીચે આવી ગયા હતા.

આગ લાગી હોવાને કારણે સાત રસ્તા વિસ્તારનો ટ્રાફિક પણ થોડા સમય માટે ડાઇવર્ટ કરવામાં આવ્યો હતો.

ફટાકડાને કારણે લાગી આગ?


આગ લાગી ત્યારે ઘટનાસ્થળે હાજર કેટલાક લોકોમાંથી એક નરેશભાઈએ જણાવ્યું હતું કે બંધાઈ રહેલું આ બિલ્ડિંગ ૧૫-૧૭ માળ ઊંચું હતું અને એનું કામ ચાલુ હોવાથી તાડપત્રીથી ઢાંકી રાખવામાં આવ્યું હતું. આ તાડપત્રીને આગ લાગી એના થોડા સમય પહેલાં આ વિસ્તારમાં ફટાકડા ફોડવાનો અવાજ આવી રહ્યો હતો. એવું માનવામાં આવી રહ્યું છે કે ફટાકડા ફૂટી રહ્યા હતા એને કારણે આગ લાગી હોઈ શકે, પરંતુ આગનું ચોક્કસ કારણ હજી સુધી જાણવા નથી મળ્યું. ફાયર-બ્રિગેડની ગાડી તરત જ આવી હતી અને એણે નીચેની આગ બુઝાવી દીધી છે, પરંતુ ઉપરની આગ પર તેઓ નિયંત્રણ મેળવી શક્યા નહોતા. ઊંચે સુધી આગ લાગી હોવાથી લોકોમાં ગભરાટ ફેલાયો હતો.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK