ચર્ચગેટ અને મરીન લાઇન્સ વચ્ચે આવેલા બ્રિજનો ઉપયોગ કરતી સમયે સાવચેત રહેજો

૪૦ વર્ષ જૂના આ લોખંડના બ્રિજ નીચેથી ૨૫ હજાર વૉટને ઓવરહેડ વાયર પસાર થતો હોવાથી અતિજોખમી બની ગયો છે, અને રાતના સમયે ચરસીઓનો અડ્ડો બની ગયો છે


હિન્દી વિદ્યાભવન સ્કૂલ પાસે ચર્ચગેટ-મરીન લાઇન્સ વચ્ચે ઈસ્ટ-વેસ્ટને જોડતો બ્રિજ છે એનો ઉપયોગ પોતાની જવાબદારી પર કરજો, કેમ કે આ બ્રિજ અનેક રીતે જોખમી બની ગયો છે. ૪૦ વર્ષથી વધુ સમય પહેલાં બનેલા આ બ્રિજ નીચેથી ૨૫,૦૦૦ વૉટના રેલવેના ઓવરહેડ વાયર પસાર થાય છે અને જ્યારે ટ્રેન નીચેથી પસાર થાય છે ત્યારે આ બ્રિજ ધþૂજવા માંડે છે એટલે ન કરે નારાયણ ને કોઈક દિવસ અચાનક આ બ્રિજમાં તડ પડે અને એ ઓવરહેડ વાયરના કૉન્ટૅક્ટમાં આવી જાય તો શું એવો હાઉ સતત રહે છે અને સાથે જ રાતના સમયે આ બ્રિજ ચરસીઓનો અડ્ડો બની જાય છે એને કારણે મહિલાઓ અને તમામ લોકોએ રાતના સમયે એનો ઉપયોગ જીવના જોખમે કરવો પડે છે.

મહત્વનો બ્રિજ બન્યો જોખમી

આ વિશે બ્રિજ પાસે આવેલા પાટણ જૈન મંડળ માર્ગ પર રહેતા ચેતન શાહે મિડ-ડે ન્બ્ઘ્ખ્ન્ને કહ્યું હતું કે ‘બ્રિજની ઈસ્ટ બાજુએ શકુંતલા સ્કૂલ અને વેસ્ટ બાજુએ હિન્દી વિદ્યા ભવન સ્કૂલ આવેલી છે. એ ઉપરાંત વાનખેડે સ્ટેડિયમ જવા માટે અહીંથી રસ્તો છે. મરીન લાઇન્સ જેવું ટૂરિસ્ટ-સ્પૉટ છે. એ માટે બ્રિજનો ઉપયોગ હજારોની સંખ્યામાં લોકો કરે છે એટલે આ બ્રિજનું ઘણું મહત્વ છે. છતાં આ લોખંડનો બ્રિજ જ્યારથી બન્યો છે ત્યારથી એનું રિપેરિંગ થયું નથી. આ બ્રિજ નીચેથી ૨૫,૦૦૦ વૉટના રેલવેના ઓવરહેડ વાયર પસાર થાય છે. આ બ્રિજ લોખંડના પતરાનો છે જે ટ્રેન આવે ત્યારે વાઇબ્રેટ થાય છે. જો ક્યારેક એમાંનું એક પણ પતરું ખરી પડ્યું તો વાયર સાથે કૉન્ટેક્ટમાં આવીને કોઈ પણ અનહોની થઈ શકે છે.’

ફરિયાદનો કોઈ ફાયદો નથી

અડધો બ્રિજ રેલવેની હદમાં અને અડધો સુધરાઈની હદમાં આવતો હોવાથી આ વિશે મેં બન્ને જગ્યાએ ઘણી વાર ફરિયાદ કરી હોવા છતાં એનો કોઈ ફાયદો નથી એવું બોલતાં તેમણે કહ્યું હતું કે ‘અમારા જેવા સામાન્ય વ્યક્તિની ફરિયાદ પર ધ્યાન આપનારું કોણ? બન્ને સરકારી સંસ્થાઓ કોઈ ઍક્સિડન્ટની રાહ જોઈ રહી છે કે જ્યારે કોઈ હાદસો થાય અને તેઓ ઍક્શન લે. અનેક ફરિયાદો બાદ પણ સત્તાધીશોના પેટનું પેટનું પાણી હલતું નથી.’

બ્રિજ વાઇબ્રેટ થાય છે

આ બ્રિજ નીચેથી ટ્રેન પસાર થતી હોય ત્યારે આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે. એ ઉપરાંત લોકો અહીંથી ચાલતા હોય ત્યારે પણ બ્રિજનાં પતરાં વાઇબ્રેટ થાય છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK