ચીંચબંદરમાં ભંગાર વાહનોના અતિક્રમણે રહેવાસીઓની હેરાનગતિ વધારી

આખા પરિસરમાં દેરાસર, મંદિર અને જૈનોની મહાજનવાડી પણ આવેલી હોવાથી રસ્તા પરથી અવરજવર કરતા લોકો ભારે પરેશાન થઈ ગયા છે



પ્રીતિ ખુમાણ

ચીંચબંદરમાં આવેલા કેશવજી નાયક રોડ પર મોટી સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે; પરંતુ લોકો ચાલવા માટે ફૂટપાથનો ઉપયોગ કરી શકતા નથી, કેમ કે આ ફૂટપાથ પર વાહનો ભંગાર હાલતમાં પડ્યાં હોય છે. એ ઉપરાંત રસ્તા પર જ માલસામાનનું લોડિંગ-અપલોડિંગ થતું હોય છે.

કેશવજી નાયક રોડ પર કચ્છી વીસા ઓસવાળ દેરાવાસી જૈન મહાજનવાડી અને જૈન દેરાસર તેમ જ મંદિર આવેલાં છે. એથી દિવસના હજારો લોકોની આ રસ્તા પરથી અવરજવર હોય છે, પરંતુ આખા રસ્તા પર ક્યાંય ચાલવા માટે જગ્યા જ હોતી નથી. ફૂટપાથ પર ભંગાર હાલતમાં વાહનો પડ્યાં હોવાથી એ બ્લૉક થઈ ગઈ છે. એથી લોકોએ ક્યાંથી ચાલવું એ વિચારવું પડે છે.

આ વિશે જણાવતાં આ રસ્તા પરથી દરરોજ અવરજવર કરતા અને લેડીઝ ગાર્મેન્ટ્સનું કામકાજ કરતા સુનીલ દોશીએ જણાવ્યું હતું કે ‘આ રસ્તાનો હકીકતમાં ખૂબ જ ઉપયોગ છે. એમાંય જૈનોની મહાજનવાડી તેમ જ દેરાસર વગેરે હોવાથી વધુ લોકો અહીં પસાર થતા હોય છે. ખાસ કરીને કોઈ કાર્યક્રમ હોય ત્યારે વધુ હેરાનગતિ વેઠવી પડે છે. ફૂટપાથ પર લોકોને ચાલવાની જગ્યાએ બેફામ ભંગાર વાહનો પડ્યાં છે જેના કારણે ખૂબ જ ગંદકી પણ થાય છે. તેમ જ રસ્તા પર પણ માલસામાનનું લોડિંગ-અનલોડિંગ થતું હોવાથી લોકોને ચાલવા માટે રસ્તો પણ નથી રહેતો. આવા રસ્તા પરથી ચાલવું કેટલું મુશ્કેલ થાય? એમાં સિનિયર સિટિઝનોની તો કેવી કફોડી હાલત થતી હશે એ તો જે ચાલે તેને જ ખબર પડે.’


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK