મરીન લાઇન્સ, ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશન પર સમસ્યાઓને કારણે પ્રવાસીઓને હેરાનગતિ

મરીન લાઇન્સ સ્ટેશનના પ્લૅટફૉર્મ-નંબર ૧ પર વેસ્ટ સાઇડમાં પતરાં લગાડવામાં આવતાં ઠંડો પવન રોકાઈ જતાં પ્રવાસીઓ દુ:ખી : ચર્ની રોડ સ્ટેશન પર પ્લૅટફૉર્મ નીચું, ગ્રાન્ટ રોડ પર રેતીના ઢગલા




વિવિધ હોલસેલ માર્કે‍ટ ધરાવતા તળ મુંબઈના વિસ્તારોમાં આવતા-જતા લાખો લોકો મરીન લાઇન્સ, ચર્ની રોડ અને ગ્રાન્ટ રોડ સ્ટેશનથી અવરજવર કરે છે. જોકે આ સ્ટેશનોની પણ એની સમસ્યાઓ છે જેને કારણે અનેક મુસાફરોને હેરાનગતિનો ભોગ બનવું પડે છે.  

ઠંડી હવાની લહેરખી અટકી

વેસ્ટર્ન રેલવેના મરીન લાઇન્સ સ્ટેશન પર પ્લૅટફૉર્મ-નંબર ૧ પર વેસ્ટ સાઇડમાં ફુલ સાઇઝનાં પતરાં લગાડી દેવામાં આવતાં લોકો દુ:ખી થઈ ગયા છે અને એનું કારણ છે દરિયા પરથી આવતી બંધ થઈ ગયેલી ઠંડી લહેરખીઓ. મરીન લાઇન્સ સ્ટેશન પર વેસ્ટ સાઇડમાં વિવિધ જિમખાનાનાં મેદાનો છે જેના પર કાં તો હરિયાળી લૉન હોય છે અથવા ત્યાં મેદાન હોવાને કારણે એ વિસ્તાર ખુલ્લો હોવાથી અરબી સમુદ્ર પરથી સતત ઠંડો પવન ત્યાં આવતો રહે છે. જોકે એ હવે પતરાં લગાવવામાં આવતાં રોકાઈ ગયો છે. આ વિશે માહિતી આપતાં ત્યાંની માર્કે‍ટના એક વેપારીએ કહ્યું હતું કે ‘તળ મુંબઈની કાપડબજાર, ઇલેક્ટ્રિકબજાર, દવાબજાર, ઝવેરીબજારના વગેરેના હજારો વેપારીઓ અને તેમના અનેક કર્મચારીઓ, ગ્રાહકો નાની-નાની ગલીઓમાં આવેલી દુકાનોમાં દિવસભર કામ કરીને જ્યારે મરીન લાઇન્સ સ્ટેશન પર આવે છે ત્યારે સમુદ્ર પરથી આવતા પવનને કારણે ફ્રેશનેસ અનુભવે છે અને તેમની થકાવટ દૂર થાય છે. જોકે હવે એ સાઇડ ફુલ સાઇઝનાં પતરાં લાગી જતાં એ ઠંડી લહેરખી આવવાનું બંધ થતાં દિવસભર તપેલા સ્ટેશનની છતનાં પતરાંને કારણે બફારો થાય છે. આટલાં વર્ષો સુધી ત્યાં પતરાં નહોતાં ત્યારે કોઈ તકલીફ નહોતી તો એ પતરાં હવે લગાડવાનું શું કારણ એમ વેપારીઓમાં ચર્ચાઈ રહ્યું છે.’

રોજની તકલીફથી પરેશાન

ઑપેરા હાઉસ, ડાયમન્ડબજાર, ઑટોમોબાઇલ સ્પેરપાર્ટ્સબજાર, કંકોતરીના પ્રિન્ટિંગની ખાડીલકર સ્ટ્રીટ જેવા ગિરગામ વિસ્તારના અનેક વેપારીઓ ચર્ની રોડ સ્ટેશનથી આવ-જા કરે છે. ચર્ની રોડ સ્ટેશન પર રેલવેની રાબેતા મુજબની સમસ્યાઓની ભરમાર છે જેમાં ચર્ચગેટથી વિરાર તરફ જતી ફાસ્ટ ટ્રેનના પ્લૅટફૉર્મ-નંબર ૩ની હાઇટ ઓછી હોવાથી ટ્રેનમાં ચડતાં-ઊતરતાં બહુ જ ધ્યાન રાખવું પડે છે, નહીં તો અકસ્માત થવાનો ભય રહે છે. પ્લૅટફૉર્મ-નંબર બે પર અનેક ઠેકાણે પ્લૅટફૉર્મની કૉર્નર પર સિમેન્ટનું પૅચવર્ક કરવામાં આવ્યું છે, જે ઊખડી ગયું છે અને ખાડા પડી ગયા છે. ઘણી જગ્યાએ એ અનઈવન થઈ ગયું છે. ઈસ્ટ-વેસ્ટને કનેક્ટ કરતા ઑપેરા હાઉસ તરફના ફૂટઓવર બ્રિજ પર પણ અનેક ઠેકાણે તિરાડો અને ખાડા પડી ગયાં છે જેનું સમારકામ થવું જરૂરી છે. એ જ બ્રિજ પર આવેલી બુકિંગ-વિન્ડો પાસે બેસવા માટે બનાવવામાં આવેલી સીટ પરના માર્બલ ઊખડી ગયા છે. 

ઠેર-ઠેર રેતીના ઢગ

ગ્રાન્ટ રોડ સ્ટેશન પર હાલમાં જ રિનોવેશનનું કામ કરવામાં આવ્યું છે અને ટારને બદલે પ્લૅટફૉર્મ પર સિમેન્ટની ઍન્ટિ-સ્કિડ ટાઇલ્સ બેસાડવામાં આવી છે. જોકે કામ પૂરું થઈ ગયું હોવા છતાં પ્લૅટફૉર્મ-નંબર ૧ પર ઠેર-ઠેર રેતીના ઢગલા જોવા મળે છે. એ સિવાય પ્લૅટફૉર્મ પર અનેક બેન્ચની ખુરસીઓ તૂટેલી છે. સ્ટેશનથી બહાર નીકળતાં સ્ટેશન પરિસરમાં જ વર્ષોથી કેટલાક પરિવાર ધામા નાખીને રહે છે. તેઓ ત્યાં જ ગંદકી પણ કરે છે એટલે સ્ટેશનમાં આવતા-જતા અનેક લોકોને હેરાનગતિનો ભોગ બનવું પડે છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK