દારૂના નશામાં ચકચૂર યુવતીએ વરલી પોલીસ-સ્ટેશનને માથે લીધું

પોલીસને લાફા તથા મુક્કા માર્યા, ગાળો ભાંડી અને કમ્પ્યુટરના વાયર પણ ખેંચી કાઢ્યા

worli girl






The video shows 21-year-old Gauri Bhide slapping, kicking and abusing the cops even as her three friends try and fail to hold her back




સૌરભ વક્તાણિયા

બેદરકારીભર્યા ડ્રાઇવિંગ બદલ પોલીસે ગુરુવારે વહેલી સવારે ચાર યંગસ્ટર્સની ધરપકડ કરી પછી તે ચાર પૈકીની એક યુવતીએ વરલી પોલીસ-સ્ટેશનમાં જોરદાર ધમાલ કરી હતી. ૨૧ વર્ષની વયની અને આર્કિટેક્ચરની સ્ટુડન્ટ તે યુવતીનું નામ ગૌરી ભિડે હોવાનું પોલીસની તપાસમાં જાણવા મળ્યું હતું.  પોલીસના દાવા અનુસાર કાયદાકીય કાર્યવાહી માટે ચારેયને પોલીસ-સ્ટેશનમાં લાવવામાં આવ્યા પછી ગૌરી ભિડે દારૂના નશામાં હિંસક બની ગઈ હતી.

આ ઘટનાના વિડિયોમાં ગૌરી પોલીસ-કર્મચારીઓને મુક્કા તથા થપ્પડ મારતી જોવા મળી હતી. પોલીસ-સ્ટેશનમાં ફરજ બજાવી રહેલા કર્મચારીઓ સાથે ગૌરીએ ગાળાગાળી પણ કરી હતી.

ગૌરીની સાથે અરેસ્ટ કરાયેલા ચિરાગ બોથરા, કપિલ રાઠોડ તથા સગીર વયના ગૌરીના મિત્રોએ ગૌરીને શાંત પાડવાનો પ્રયાસ કર્યો હતો. એમ છતાં ગૌરીએ એક પોલીસ-કર્મચારીને કૉલરેથી ઝાલ્યો હતો અને પોલીસ-સ્ટેશન રફેદફે કરી નાખ્યું હતું.

વરલી પોલીસ-સ્ટેશનના અધિકારીએ કહ્યું હતું કે ‘આરોપી ગૌરીએ ઘટના સમયે ઉપસ્થિત બે પોલીસ-કર્મચારીના સેલ ફોન્સ તોડી નાખ્યા હતા. કમ્પ્યુટરના વાયર ખેંચી કાઢ્યા હતા અને પોલીસ-સ્ટેશનની વિન્ડોપેન તોડી પાડી હતી.’

એ વખતે ફરજ બજાવી રહેલા પોલીસ-કર્મચારીઓએ સમગ્ર ઘટનાનું વીડિયો રેકૉર્ડિંગ કર્યું હતું. તે પોલીસ-કર્મચારીઓએ પણ ગૌરીના ગુસ્સાનો ભોગ બનવું પડ્યું હતું.

શું બની હતી ઘટના?

ગૌરી તેના ત્રણ મિત્રો સાથે ગુરુવારે સવારે તેના ઘરે પાછી જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી. ગૌરીએ પહેલાં રોડ-ડિવાઇડર પર અને પછી પોદાર હૉસ્પિટલ નજીકની ફુટપાથ પર કાર ચડાવી દીધી હતી. તમામ આરોપીઓને મેડિકલ તપાસ માટે JJ હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. તેમની સામે ઇન્ડિયન પીનલ કોડની કલમ ૨૭૯, ૩૩૨, ૩૫૩,૪૨૭ અને ૩૪ હેઠળ કેસ નોંધવામાં આવ્યો હતો.

વરલી પોલીસ-સ્ટેશનના સિનિયર ઇન્સ્પેક્ટર વિનય કુલકર્ણીએ કહ્યું હતું કે ‘તે ચારેયને એક દિવસ માટે પોલીસ-કસ્ટડીમાં રાખવામાં આવ્યા હતા અને બાદમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યા હતા. અમે આરોપીઓ સામે સજ્જડ કેસ બનાવી રહ્યા છીએ.’ 

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy