કેમ્પા કોલાના રહેવાસીઓનો બહાર નીકળવાનો ઇનકાર

વરલી ખાતે આવેલા કેમ્પા કોલા કોમ્પલેક્સને આજે ખાલી કરાવવા માટે જ્યારે સિવિક અને પોલીસ ઓફિસર્સ પહોંચ્યા હતા ત્યારે રહેવાસીઓએ કમ્પાઉન્ડની બહાર નીકળવા માટે ઈનકાર કરીને કમ્પાઉન્ડની અંદર પોતાને લોક કરી દીધાં હતાં.




મુંબઈ, 12 નવેમ્બર, 2013


સુપ્રીમ કોર્ટની ડેડલાઈનને આધારે આજે પોલીસ અને અન્ય ઓફિસર્સ કેમ્પા કોલાને ધરાશાયી કરવા માટે ખાલી કરાવવા પહોંચ્યા હતાં.

આજે સવારથી જ રહેવાસીઓએ તેમના વ્હીકલ્સને ગેટની પાસે ઊભાં કરી દીધાં હતા અને અંદર આવવાનો રસ્તો બ્લોક કરી દીધો હતો. તેમણે કહ્યું હતું કે તેઓ કોઈ પણ અધિકારીને અંદર પ્રવેશવા નહી દે.


રહેવાસીઓ સિનિયર પોલીસ ઓફિસરને વિનંતી કરી રહ્યાં છે. તસવીર : બિપીન કોકાટે


અધિકારીઓ ઈમારતને ધરાશાયી કરવા માટે ભારે વાહનો પણ લઈને આવ્યાં હતાં તેમ જ તેમણે વીજળી અને પાણીનું કનેક્શન પણ કાપી નાંખ્યું હતું. આ ઉપરાંત મહાનગર ગેસ લિમિટેડની વૅન પણ નજરે ચઢી હતી જેથી પીએનજી સપ્લાય પણ કાપી નાંખવામાં આવ્યો હતો તેમ જણાયું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે ફ્લેટ ખાલી કરવા માટે રહેવાસીઓને નવેમ્બર 11 છેલ્લી તારીખ તરીકે આપી હતી. જો કે તેમ છતાં પરિવારોને આશા હતી કે મહારાષ્ટ્ર સીએમ આ બાબતે દખલગીરી કરશે અને તેમના ઘરને બચાવશે.

જો કે તેમ છતાં આ બાબતે મુખ્યપ્રધાનની કોઈ પણ જાતની દખલગીરીની શક્યતા દેખાઈ ન હતી. મુખ્ય પ્રધાન કાયદાની વિરુદ્ધ જવા માંગતા નથી તેમ જણાય છે.


કેમ્પા કોલાના રહેવાસીઓએ 5-11-2013ના રોજ ભૂખ હડતાળ કરી હતી (તસવીર : સમીર અબેદી)


અત્રે ઉલ્લેખનીય છે કે કેમ્પા કોલાના બિલ્ડરને પાંચ માળથી વધારે બાંધકામની પરવાનગી ન હોવા છતાં તેના પર પાંચ માળથી ઉપર 100 ફ્લેટનું બાંધકામ કરવામાં આવ્યું હતું. આ બાબતે સુપ્રીમ કોર્ટે આખરે આ બાંધકામને રેગ્યુલરાઈઝ કરવાનો ઈનકાર કરતાં બીએમસીએ રહેવાસીઓને ઈમારત ગેરકાયદે આપીને ધરાશાયી કરવાની નોટિસ ફટકારી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK