કૅમ્પા કોલાના રહેવાસીઓની પ્રાર્થના, 'કોઈ કૉન્ટ્રૅક્ટર અમારા ફ્લૅટ તોડવા તૈયાર ન થાય તો સારું'

વરલીના કૅમ્પા કોલા કમ્પાઉન્ડના ગેરકાયદે ફ્લોર્સ અને ફ્લૅટ્સ ખાલી કરાવવાની ૩૧ મેની ડેડલાઇન નજીક આવતી જાય છે એમ નવેમ્બર ૨૦૧૩માં આ ડિમાલિશન માટે  સુધરાઈની તૈયારીઓથી લઈને રહેવાસીઓનો વિરોધ તેમ જ સુધરાઈની સ્ટૅન્ડિંગ કમિટી કૉન્ટ્રૅક્ટરની નિમણૂકની પ્રપોઝલ રિજેક્ટ કરે અને ડિમોલિશન માટે કોઈ કૉન્ટ્રૅક્ટર તૈયાર ન થાય ત્યાં સુધીની તમામ ઘટનાઓનું રિપીટેશન હાલમાં શરૂ થઈ ગયું છે.



સ્ટૅન્ડિંગ કમિટીએ દાવો કર્યો છે કે આ ડિમોલિશન માટેની તમામ પ્રપોઝલ્સ રિજેક્ટ કરવામાં આવશે એનો પુરાવો પણ મળ્યો, જ્યારે મેના પહેલા અઠવાડિયામાં સુધરાઈએ આ ડિમોલિશન માટે કૉન્ટ્રૅક્ટરની નિમણૂક માટે ટેન્ડર્સ બહાર પાડ્યાં હતાં, પરંતુ કોઈ બિડર્સ મળ્યો નથી.

સુધરાઈની ઑથોરિટીએ ફરીથી ટેન્ડર્સ મગાવ્યાં છે, પરંતુ સ્ટૅન્ડિંગ કમિટીનું સ્ટૅન્ડ જોતાં ઑથોરિટીના તમામ પ્લાન હવામાં જ રહી જવાની ધારણા છે, કેમ કે નિયમ પ્રમાણે સુધરાઈમાં ૭૫ લાખ રૂપિયાથી વધુના બજેટવાળી કોઈ પણ પ્રપોઝલને સ્ટૅન્ડિંગ કમિટીની મંજૂરી જરૂરી છે.

સ્ટૅન્ડિંગ કમિટીના મેમ્બર મનોજ કોટકે કહ્યું હતું કે ‘સુધરાઈ ક્યારેય કોઈની વાત કાને ધરતી જ નથી અને હંમેશાં એવું જ માને છે કે એ કોર્ટ અને ચીફ મિનિસ્ટરની પણ ઉપર છે, કેમ કે આ બન્નેએ કૅમ્પા કોલા કમ્પાઉન્ડના કેસમાં માનવતાભર્યો અભિગમ લેવાનું કહ્યું હતું, પરંતુ સુધરાઈ તો કહે છે કે આ ફ્લોર્સ અને ફ્લૅટ્સને અધિકૃત કરવાનો કોઈ રસ્તો જ નથી. હવે તેઓ આ ડિમોલિશનની પ્રપોઝલ પાસ કરાવવા માટે અમારી સમક્ષ આવશે. પરંતુ અમે કોઈના આશરા ઉજાડવામાં ભાગીદાર બનવા માગતા નથી એટલે અમે એના કોઈ પણ પ્લાનના વિરોધમાં છીએ.’

આ ડિમોલિશન ઑપરેશનના ઇન-ચાર્જ અને સુધરાઈના ઍડિશનલ કમિશનર મોહન અડતાણીએ આ માટે કોઈ કૉન્ટ્રૅક્ટર આગળ નથી આવ્યો એવું સ્વીકારીને જણાવ્યું હતું કે ‘હવે અમે ફરીથી ટેન્ડર્સ મગાવીશું. હું સ્ટૅન્ડિંગ કમિટીના સ્ટૅન્ડ વિશે કંઈ ન કહી શકું, પરંતુ જો કોઈ કૉન્ટ્રૅક્ટર આગળ નહીં આવે તો અમે આ ડિમોલિશન માટે અમારા લેબરર્સનો પણ ઉપયોગ કરીશું.’ તેમણે કહ્યું હતું કે સુધરાઈ માત્ર સુપ્રીમ કોર્ટના આદેશનું પાલન કરી રહી છે.

સુધરાઈ આ ડિમોલિશનની તૈયારી કરી રહીં છે ત્યારે રહેવાસીઓ ફરીથી લડાઈ માટે સજ્જ થઈ રહ્યા છે. એક રહેવાસીએ કહ્યું હતું કે ‘કોઈ અમારાં ઘર નહીં ઉજાડે એવી આશા છે. જો સુધરાઈ ડિમોલિશન માટે આવશે તો અમે કમ્પાઉન્ડના દરવાજે પ્રોટેસ્ટ કરીશું અને એને અંદર જ પ્રવેશવા નહીં દઈએ.’

સુધરાઈ સામે પ્રશ્ન એ છે કે જો આ કમ્પાઉન્ડનાં બિલ્ડિંગોના ઉપરના ગેરકાયદે ફ્લોર્સ અને ફ્લૅટ્સના ડિમોલિશન માટે પોતાના લેબરર્સનો ઉપયોગ કરાશે તો આ જ બિલ્ડિંગોના નીચેના કાયદેસર ફ્લોર્સ અને ફ્લૅટ્સની સેફ્ટીનો મુદ્દો ઊભો થશે, કેમ કે આ ટ્રીકી ઑપરેશન પાર પાડવાનું કામ ડિમોલિશન એક્સપર્ટ્સ જ કરી શકે એમ છે.

કૅમ્પા કોલા કમ્પાઉન્ડનો ટ્રિકી વિવાદ

કૅમ્પા કોલા કમ્પાઉન્ડમાં કુલ સાત બિલ્ડિંગો છે, જેમાં એક ૨૦ માળનું, એક ૧૭ માળનું, એક ૮ માળનું, એક ૭ માળનું અને ત્રણ ૬-૬ માળનાં છે. આ તમામ બિલ્ડિંગોમાં પાંચ માળ જ કાયદેસર છે એટલે તમામ સાત બિલ્ડિંગનાં મળીને પ્રત્યેક બિલ્ડિંગના પાંચ માળની ઉપરના એવાં કુલ ૩૪ ફ્લોર્સ અને કુલ ૯૬ ફ્લૅટ્સ ગેરકાયદે છે, જેનું ડિમોલિશન કરવાનું છે.       

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK