૧૦ વર્ષની બાળકીએ બચાવ્યા ૧૩ જણના જીવ

પરેલમાં આવેલા ક્રિસ્ટલ ટાવરમાં સોળમા માળે રહેતી ઝેન સદાવ્રતને સ્કૂલમાં શીખેલી ફાયર-સેફ્ટીની ટિપ્સ અણીના સમયે કામમાં આવી : ધુમાડાથી બચવા કૉટનનાં કપડાં ભીનાં કરીને નાક પાસે રાખવાની તેણે બધાને સૂચના આપી હતી

tower

મમતા પડિયા

પરેલમાં હિન્દમાતા થિયેટર નજીક આવેલા ક્રિસ્ટલ ટાવરમાં બુધવારે સવારે અચાનક આગ ફાટી નીકળતાં એક વૃદ્ધા સહિત ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં, જ્યારે આ જ બિલ્ડિંગમાં રહેતી ઝેન સદાવ્રતે સ્કૂલમાં ભણેલા પાઠ અને આગથી બચવાની ટિપ્સનો ઉપયોગ કરીને સમય પર ધુમાડામાંથી બહાર નીકળવા માટે ભીનાં કપડાંની પદ્ધતિ વાપરીને તેના પરિવાર અને પાડોશી મળીને ૧૩ વ્યક્તિને ઉગારી હતી.

આગ લાગી ત્યારે હું સૂતી હતી, ઘરમાં ધુમાડો થયો હતો અને મારી મમ્મીએ અમને બધાને જગાડ્યા હતા એમ જણાવીને બહાદુરી અને અડગ વિશ્વાસ સાથે ૧૦ વર્ષની ઝેન સદાવ્રતે કહ્યું હતું કે ‘બ્લાસ્ટનો અવાજ આવી રહ્યો હતો અને ઘરમાં ખૂબ ધુમાડો ભરાયો હતો. મને શ્વાસ લેવામાં સમસ્યા થઈ રહી હતી. હું રસોડામાં જતી રહી હતી. રસોડામાં રહેવું વધુ સુરક્ષિત છે એવું મારા પપ્પાને લાગ્યું હતું. મેં ઘરની બારી અને દરવાજા ખોલી દીધાં હતાં તથા પાડોશીઓના દરવાજા ઠોકીને તેમને આગ લાગ્યાની જાણ કરી હતી. મેં બધાને ૧૬૦૩ ફ્લૅટની ગૅલેરીમાં એકઠા કર્યા હતા. મેં બધાને કહ્યું કે આગ લાગે ત્યારે લિફ્ટનો ઉપયોગ સૌથી વધુ જોખમી હોય છે. મારા પાડોશમાં રહેતી એક છોકરીને અસ્થમા છે અને તેને ખૂબ સમસ્યા થઈ રહી હતી.’

મેં મારી મમ્મીને રડતી જોઈને મારી બધી ઊર્જા બધા લોકોને ઉગારવા માટે કેન્દ્રિત કરી હતી એમ જણાવીને ઝેને કહ્યું હતું કે ‘મેં બધાને શાંત રહેવાનું કહ્યું હતું અને આગમાંથી બચવા માટે શીખેલી કેટલીક પદ્ધતિનો ઉપયોગ કરવાનું તેમને સૂચન કર્યું હતું. મેં ઘરમાં અહીંતહીં પડેલાં કૉટનનાં કપડાં શોધીને એ પાણીમાં ભીનાં કર્યા હતાં. આ ભીનાં કપડાં નાક પાસે રાખવા માટે મેં બધાને કહ્યું હતું. કૉટનનું ભીનું કપડું નાક પાસે રાખીએ તો શ્વાસોછ્વાસ કરતી વખતે ધુમાડામાંથી નીકળેલો કાર્બન કપડામાં શોષાઈ જાય છે અને ઑક્સિજન મળતો રહે છે તેમ જ ગૂંગળામણ નથી થતી. અમને ફાયર-ફાઇટરે નીચે આવવા માટે કહ્યું હતું. મેં તેમને ફોન પર જવાબ આપ્યો કે આ સારો વિકલ્પ નથી, કારણ કે લોકો ખૂબ ગભરાયેલા છે; આ પરિસ્થિતિમાં તેઓ શાંત રહી નહીં શકે અને ધુમાડાને જોઈને વધુ ડરી જશે તેમ જ શ્વાસ લેવામાં સમસ્યા નડશે. ત્યાંથી નીકળતાં પહેલાં મેં બધાના વાળ પણ ભીના કરાવ્યા હતા. ધીરે-ધીરે અમે ભયંકર ધુમાડામાંથી બહાર નીકળવામાં સફળ થયા હતા.’

પરેલના ક્રિસ્ટલ ટાવરમાં આગ લાગતાં ચારનાં મોત, બાવીસ હૉસ્પિટલાઇઝ્ડ

પરેલમાં હિન્દમાતા થિયેટર નજીક આવેલા ક્રિસ્ટલ ટાવરમાં અચાનક બુધવારે સવારે આગ ફાટી નીકળતાં એક વૃદ્ધા સહિત ચાર વ્યક્તિનાં મૃત્યુ થયાં હતાં. શૉર્ટ સર્કિટને કારણે ક્રિસ્ટલ ટાવરમાં લાગેલી આગ વખતે લિફ્ટ વડે નીચે ઊતરવાનો પ્રયાસ કરનાર ૬૨ વર્ષનાં શુભદા શેળકે અને ૩૬ વર્ષનો બબલુ શેખ ગૂંગળાઈને મૃત્યુ પામ્યાં હતાં, જ્યારે વૃદ્ધ પિતાને ઉગારવા માટે બિલ્ડિંગમાં ઘૂસેલા અશોક સંપટ આગમાં ભડથું થઈ ગયા હતા તેમ જ સંજીવ નાયરનું બળી જવાથી મૃત્યુ થયું હતું. આગની લપેટમાંથી ઉગારવામાં આવેલા બાવીસ જણને સારવાર માટે હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

ગ્રાઉન્ડ પ્લસ ૧૬ માળમાં બુધવારે સવારે આઠ વાગ્યે લેવલ-થþીની આગ લાગવાનો કૉલ ફાયર-બ્રિગેડને મYયો હતો. ક્રિસ્ટલ ટાવરમાં ફસાયેલા ૩૦થી ૩૫ લોકોને મહામહેનતે ફાયરમેને બહાર કાઢ્યા હતા અને યુદ્ધના ધારણે મહેનત કરીને ચાર કલાકે આગ પર કાબૂ મેળવ્યો હતો. બારમો માળ આખો આગમાં ખાખ થઈ ગયો હતો. બારમા માળથી સોળમા માળની લિફ્ટની લૉબી, ખુલ્લા ઇલેક્ટિÿક ડક્ટ, લિફ્ટ અને ઇલેક્ટિÿક વાયરિંગમાં આગ ફેલાઈ હતી. આ ઘટનામાં બાવીસ રહેવાસીઓ ઈજા પામ્યા હતા. એમાંથી ૨૧ જણની સારવાર કેઈએમ હૉસ્પિટલમાં ચાલી રહી છે અને એક વ્યક્તિને ગ્લોબલ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK