સુધરાઈ દ્વારા જાહેર શૌચાલયોને મફત આપવામાં આવતું પાણી વેચવાનો ધંધો

તળ મુંબઈમાં આ પાણી રસ્તા પર રહેતા લોકો એક બાલદીના પાંચ રૂપિયા આપીને ખરીદે છે


બકુલેશ ત્રિવેદી

મુંબઈગરાઓ જે ટૅક્સ ભરે છે એમાંથી અનેક નાગરિક સુવિધાઓ પૂરી પાડતી મુંબઈ સુધરાઈ દ્વારા જાહેર શૌચાલયોને મફતમાં પાણી પૂરું પાડવામાં આવે છે, પણ તળ મુંબઈમાં શૌચાલય ચલાવતા લોકો દ્વારા એ પાણી વેચવામાં આવે છે અને એ પણ એક બાલદીના પાંચ રૂપિયા પ્રમાણે એવી ચોંકાવનારી માહિતી મળી છે. આ પાણી રસ્તા પર રહેતા લોકો વપારે છે અને એનો ઉપયોગ તેઓ નહાવા, કપડાં ધોવા અને જમવાનું બનાવવા કરે છે.

કાલબાદેવીની પ્રિન્સેસ સ્ટ્રીટમાં અનેક પરિવારો ફૂટપાથ પર જ રહે છે. તેઓ આ પાણીનો વપરાશ કરે છે. તેમને આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે પહેલાં તો કશું જણાવવાનો ઇનકાર કરી દીધો હતો, પણ પછી કહ્યું હતું કે ‘રસ્તા પર રહીએ છીએ, પણ આખો દિવસ પાણી વાપરવા તો જોઈએ જ. અમારે જો પાણી જોઈતું હોય તો અમારા માટે બેસ્ટ ર્સોસ આ જ છે. નિત્ય કર્મ તો અમે શૌચાલયમાં પતાવી લઈએ છીએ; પણ નહાવા, કપડાં ધોવા અને રાંધવા માટે પાણી જોઈએ એટલે અમારે ખરીદવું પડે છે. એક બાલદીના એ લોકો પાંચ રૂપિયા લે છે. જેટલો પરિવાર મોટો એટલું પાણી વધુ જોઈએ. પાંચ રૂપિયાની એક બાલદી પ્રમાણે જેટલું જોઈએ એટલું પાણી અમને મળી રહે છે. અમે ફેરી કરીને, કચરો વીણીને અમારું ગુજરાન ચલાવી લઈએ છીએ; પણ આ પાણી અમને બહુ મોંઘું પડે છે. શું કરીએ, અમારી પાસે બીજો કોઈ વિકલ્પ પણ નથી.’

મસ્જિદ બંદર નજીક અનેક શ્રમજીવીઓ નજીકની દુકાનોમાં કામ કરે છે તો ટ્રાન્સર્પોટના ગોડાઉનમાં ભારે ગાંસડીઓ ઊંચકતા અનેક શ્રમજીવીઓ રાત પડ્યે દુકાનના ઓટલા પર સૂઈ જાય છે. સવાર પડતાં જ તેમની નહાવા માટે લાઇન લાગે છે. પ્રાઇવેટ કૂવાનું પાણી નાના ટૅન્કર કે હાથલારી દ્વારા લાવી પાણી પૂરું પાડતા લોકો જોકે પાંચ રૂપિયાની બે બકેટ પ્રમાણે પાણી વેચે છે. શ્રમજીવીઓ ફૂટપાથ પર જ સ્નાન કરે છે અને કપડાં પણ ધુએ છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK