ભુલેશ્વર-કાલબાદેવીના રહેવાસીઓએ હરખાવા જેવું નથી

સુવર્ણકારોનાં કારખાનાંઓ સામે દેવેન્દ્ર ફડણવીસના આદેશને પગલે કાર્યવાહી શરૂ તો થઈ છે, પણ BMC અને પોલીસને લાગે છે કે એમાં માત્ર ૧૦ ટકા સફળતા મળશે

bmc

રોહિત પરીખ

ચીફ મિનિસ્ટરના આદેશ પછી બુધવારે BMCએ સાઉથ મુંબઈના ભુલેશ્વર અને કાલબાદેવીની આસપાસના વિસ્તારોમાં આવેલાં સુવર્ણકારોનાં કારખાનાંઓ પર કડક કાર્યવાહીની શરૂઆત કરી હતી. જોકે BMCના અધિકારીઓ અને પોલીસ-અધિકારીઓએ આ કાર્યવાહીમાં તેમને ફક્ત દસ ટકા જ સફળતા જ મળશે એવો સ્પષ્ટ સંકેત આપ્યો હતો.

સાઉથ મુંબઈમાં આવેલા ઝવેરીબજારને લીધે ભુલેશ્વર અને કાલબાદેવીની આસપાસના વિસ્તારોમાં સુવર્ણકારોનાં કારખાનાંઓ સમયે-સમયે વધતાં ગયાં હતાં એમ જણાવતાં BMCના એક અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘સત્ય તો એ છે કે આ વિસ્તારોના રહેવાસીઓ ધીરે-ધીરે તેમનાં ઘરો ખાલી કરીને ઉપનગરોમાં સ્થાયી થવા લાગ્યા છે. આ રહેવાસીઓની જગ્યાઓનાં મોટાં ભાડાં અને મોટી રકમો આપીને બંગાળી કારીગરો આ વિસ્તારોમાં આવીને વસવા લાગ્યા હતા. તેમનો ઉદ્દેશ કોઈને નુકસાન પહોંચાડવાનો નહીં પણ ઝવેરીબજારના જ્વેલરો અને વેપારીઓ માટે સુવિધાજનક બનવાનો હોવાથી તેઓ ઝવેરીબજારની નજીક વસવા લાગ્યા હતા તેમ જ તેમનાં ઘરોમાં તેમણે સુવર્ણકારીગરી કરવાની શરૂઆત કરી હતી.’

bmc2

આ સુવર્ણકારોની સામે છેલ્લાં દસ વર્ષથી સ્થાનિક રહેવાસીઓ ફરિયાદ કરી રહ્યા છે એમ જણાવીને આ અધિકારીએ કહ્યું હતું કે ‘આ ફરિયાદોની સામે અત્યાર સુધી રાજ્ય સરકારે એક વાર નહીં, ત્રણથી ચાર વાર કાર્યવાહી કરવાના આદેશ આપ્યા હતા. ત્યાર પછી કાર્યવાહી શરૂ થતાં રાજકીય દબાવ વચ્ચે આ કાર્યવાહી બંધ કરવામાં આવતી હતી. દેવેન્દ્ર ફડણવીસે પણ આ પહેલાં આવો જ આદેશ આપ્યો હતો. આ આદેશ સુવર્ણકારોની મીટિંગ પછી ઢીલો પડી ગયો હતો. અત્યારે પણ અમે સુવર્ણકારોની ચીમનીઓ તોડી તો રહ્યા છીએ, પરંતુ અત્યારે પણ અમને સ્થાનિક રાજનેતાઓ તરફથી કાર્યવાહી બંધ કરવા માટે દબાણ થઈ રહ્યું છે. આથી અમને લાગે છે કે બહુ લાંબો સમય સુધી આ કાર્યવાહી નહીં ચાલે.’

કોઈની રોજીરોટી છીનવવાનો અમને કોઈને હક નથી એવો મત વ્યક્ત કરીને એક પોલીસ-અધિકારીએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘એક લાખથી વધુ સુવર્ણકારો આ વિસ્તારોમાં તેમનાં કારખાનાં ખોલીને બેઠા છે. તેઓ જ્યાં કારખાનાં ચલાવે છે ત્યાં જ રહે પણ છે. જ્યાં સુધી તેમને બીજી જગ્યાઓ આપવામાં નહીં આવે ત્યાં સુધી તેઓ હટશે નહીં અને થોડા સમય બાદ ફરી પાછા આવી જશે.’

bmc1

સરકારે કોઈ પણ આદેશ આપતાં પહેલાં અમારી સાથે મીટિંગ કરવી જોઈતી હતી એમ જણાવીને ઝવેરીબજારના વેપારીઓએ ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ પહેલાં પણ સુવર્ણકારોએ સરકાર સમક્ષ રજૂઆત કરી હતી કે આ વિસ્તારમાંથી હટાવતાં પહેલાં અમને સ્થાયી કરવાનો સરકારે પ્રોજેક્ટ બનાવવો જોઈએ. સરકાર એમાં નિષ્ફળ ગઈ છે. આ પહેલાં સરકારે સુવર્ણકાર ઇન્ડસ્ટ્રીને પનવેલ ખસેડવાની વાત કરી હતી, પરંતુ એ પ્રૅક્ટિકલ ન હોવાથી આ સ્થળાંતરની વાતો અટકી ગઈ હતી. એ સમયે સુવર્ણકારોએ સરકાર તેમના પર દબાણ કરશે તો તેઓ રોડ પર ઊતરી આવશે એવી ધમકી આપી હતી.’

BMCએ કોઈ પણ જાતની નોટિસ આપ્યા વગર તોડફોડ શરૂ કરી છે એનો અમે સુવર્ણકારો સખત વિરોધ કરીએ છીએ એમ જણાવીને ગોલ્ડસ્મિથ કો-ઑર્ડિનેશન કમિટી, મુંબઈના અધ્યક્ષ રાજારામ દેશમુખે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘આ કમિટીના બૅનર હેઠળ સુવર્ણકારોનાં બીજાં બધાં જ અસોસિએશનો લડી રહ્યાં છે. અમે સરકારના આદેશ અને BMCની કાર્યવાહીનો સખત વિરોધ કરીએ છીએ. બંગાળી કારીગરોના આંતરિક ઝઘડાનો પણ સરકાર ફાયદો ઉઠાવી રહી છે, પણ ગોલ્ડસ્મિથ કો-ઑર્ડિનેશન કમિટી, મુંબઈ સરકારના આદેશ સામે લડીને સુવર્ણકારોને ન્યાય અપાવીને જ રહેશે.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK