સુધરાઈ પોતે જ બૉમ્બેનું મુંબઈ કરવાનું ભૂલી ગઈ કે શું?

પ્રિન્સેસ સ્ટ્રીટથી ચીરાબજારથી ચંદનવાડી તરફ જવાના રસ્તે મુંબઈ સુધરાઈના ઘ્ વૉર્ડની ઑફિસ આવેલી છે અને એ તરફ જવાનું દિશાસૂચક બોર્ડ પણ મુંબઈ સુધરાઈ દ્વારા લગાવવામાં આવ્યું છે, પરંતુ સત્તાવાર અને અધિકારીક રીતે ૧૯૯૫માં બૉમ્બેનું નામ બદલાઈને મુંબઈ થઈ ગયું હોવા છતાં મુંબઈ સુધરાઈ કે એના શાસકો, પદાધિકારીઓ કે વિપક્ષના નેતાઓ ૧૯ વર્ષોના વહાણાં વીત્યા બાદ પણ લાપરવાહીનું પ્રદર્શન કરતા હોય એ રીતે ‘મ્યુનિસિપલ કૉર્પોરેશન ઑફ ગ્રેટર બૉમ્બે’નું બોર્ડ ઝૂલતું રાખવામાં આવ્યું છે.


આશ્ચર્ય એ વાતનું છે કે દુકાનદારોને તેમની દુકાનનાં હોર્ડિંગ મરાઠી ભાષામાં ફરજિયાત ચીતરાવવાને મરાઠી ભાષા અને સંસ્કૃતિ તેમ જ અસ્મિતા સાથે સાંકળવામાં આવ્યું હતું, પરંતુ આ મુદ્દે વરવું રાજકારણ રમનાર મુંબઈ સુધરાઈના શાસકોના ખુદના ઘરમાં જ દીવા તળે અંધારું છે. વૉર્ડ-ઑફિસર કે સુધરાઈનો સ્ટાફ પણ આ જ માર્ગેથી અવરજવર કરતો હોવા છતાં તંત્ર દ્વારા ગાફેલપણું દર્શાવવામાં આવી રહ્યું છે. ખુદ મુંબઈ સુધરાઈના અધિકારીક પત્રો પર, મહારાષ્ટ્ર શાસન અને ભારત સરકારના ગૅઝેટમાં બૉમ્બેનું નામ બદલાઈને મુંબઈ થઈ ગયું હોવા છતાં મુંબઈ સુધરાઈના પેટનું પાણી નથી હલતું. દુકાનદારોને નિયત સમયમર્યાદામાં તેમની દુકાનનાં હોર્ડિંગ ન બદલવા પર પેનલ્ટી કરનાર મુંબઈ સુધરાઈની આ ભૂલ બદલ કોણ એના કાન આમળશે?

બૉમ્બેનું નામ બદલાવીને મુંબઈ કરવા પાછળ ઇનિશિયેટિવ લેનાર શિવસેનાના દિવંગત નેતા બાળ ઠાકરેનો સિંહફાળો હતો અને મુંબઈ સુધરાઈમાં તેમની જ પાર્ટી શિવસેનાનું શાસન હોવા છતાં મુંબઈ સુધરાઈની આ લાપરવાહી આશ્ચર્ય પમાડે એવી છે.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK