BJPના સાઉથ મુંબઈના કલંકિત નેતાઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી નહીં

છેતરપિંડીના કેસમાં ડિસ્ટ્રિક્ટ વાઇસ પ્રેસિડન્ટની ધરપકડ કરવામાં આવી હતી તો આદર્શ કેસમાં પ્રેસિડન્ટ સિદ્ધાર્થ ગમરેની સંડોવણી છે. એમ છતાં મુંબઈ BJPના અધ્યક્ષ આશિષ શેલારની તેમની સામે કાર્યવાહી કરવાની કોઈ યોજના નથી



નંબર વન : વિવાદાસ્પદ આદર્શ બિલ્ડિંગમાં BJPના સાઉથ મુંબઈના પ્રેસિડન્ટ સિદ્ધાર્થ ગમરેનો ફ્લૅટ હોવાનો આક્ષેપ છે




પ્રૉપર્ટીના મામલે છેતરપિંડીના કેસમાં ઇન્ડિયન પીનલ કોડની કલમ

૪૨૦-એ અંતર્ગત તાજેતરમાં જ LT માર્ગ પોલીસ-સ્ટેશને BJPના સાઉથ મુંબઈ ડિસ્ટ્રિક્ટના વાઇસ પ્રેસિડન્ટ વિનય ત્રિપાઠીની ધરપકડ કરી હતી. વિવાદાસ્પદ આદર્શ બિલ્ડિંગમાં ફ્લૅટ રાખવાના મુદ્દે સાઉથ મુંબઈના BJPના પ્રસિડન્ટ સિદ્ધાર્થ ગમરે સામે કેસ ચાલી રહ્યો છે. આવા લોકોની સામે કાર્યવાહી કરવામાં આવશે કે નહીં એમ BJPના મુંબઈના અધ્યક્ષ આશિષ શેલારને પૂછવામાં આવતાં તેમનો જવાબ ના હતો.

LT માર્ગ પોલીસ-સ્ટેશનના સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સંજીવ મહાડિકે કહ્યું હતું કે ‘અમે ગયા સપ્તાહે વિનય ત્રિપાઠીની ધરપકડ કરી હતી. ત્યાર બાદ તેને જુડિશ્યલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે. આ એક જૂનો કેસ છે. જોકે તેની વિરુદ્ધ કલમ ૪૨૦-એ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો હતોે.’



નંબર ટૂ : વિનય ત્રિપાઠી જમીનસોદામાં સંડોવાયા હોવાનો આક્ષેપ છે.


BJPનાં સૂત્રોના જણાવ્યા પ્રમાણે જમીનના એક સોદામાં તેની સંડોવણી હતી તથા એના ફન્ડના મામલે કેસ ચાલી રહ્યો છે. એક નેતાએ કહ્યું હતું કે ‘સાઉથ મુંબઈની એક પ્રૉપર્ટીનો મામલો છે. અમારા પક્ષના નેતાની સંડોવણી હોય એવો આ કોઈ પહેલો મામલો નથી. અમારા સાઉથ મુંબઈના પ્રેસિડન્ટની પણ આદર્શ મામલામાં સંડોવણી છે. જોકે અમારા પક્ષના સિનિયર નેતાઓ આને ગંભીરતાથી લેતા નથી. તેમને એવું લાગે છે કે આગામી ચૂંટણીઓમાં આ મુદ્દાની કોઈ નોંધ નહીં લે.’

આશિષ શેલારે આ નેતાઓ વિશે જણાવ્યું હતું કે તેઓ હજી દોષી સાબિત નથી થયા એટલે કાર્યવાહી કરવાની કોઈ આવશ્યકતા નથી.

પક્ષના એક સિનિયર નેતાએ એવો દાવો કર્યો હતો કે આવી પ્રવૃત્તિને કારણે પક્ષની કથની તથા કરણીમાં ફરક હોવાનું જણાઈ આવે છે. તેમણે કહ્યું હતું કે ‘અમારો એક નેતા આદર્શ કૌભાંડમાં ન્યાય મળે એવી માગણી કરે છે તો અમારો જ બીજો એક નેતા એમાં સંડોવાયેલો છે. એક તરફ આપણે સ્વચ્છ છબિ ધરાવતા નેતાઓની વાત કરીએ છીએ તો બીજી તરફ કોઈની ધરપકડ થઈ હોય એમ છતાં તેની વિરુદ્ધ કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી. અધ્યક્ષ કોઈ પ્રતીકાત્મક પગલાં પણ લેતા નથી.’

LT = લોકમાન્ય તિલક,  BJP = ભારતીય જનતા પાર્ટી

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK