કફ પરેડમાં ૨૩મા માળેથી કૂદીને ૧૯ વર્ષની કામવાળીએ કરી આત્મહત્યા

બુધવારે રાત્રે સાડાઅગિયાર વાગ્યે કફ પરેડના મેકર ટાવર્સના ત્રેવીસમા માળ પરથી કૂદકો મારીને ૧૯ વર્ષની કામવાળી ચંદા બસપ્પા પવારે આત્મહત્યા કરી હતી. તે કફ પરેડના આંબેડકર નગરમાં રહેતી હતી. ૨૩મા ફ્લોર પર રહેતા ડાયમન્ડ મર્ચન્ટ રમેશ બાલચંદાણીના ઘરે તે કામ કરતી હતી.

રાત્રે વૉચમૅનને મોટો અવાજ સંભળાતાં તે પાણીની ટાંકી પાસે ગયો હતો. ત્યાં તેને લોહીના ખાબોચિયામાં પડેલી તેની લાશ મળી આવી હતી. પોલીસને તેની આત્મહત્યાનું કોઈ કારણ નથી મળ્યું. દિવસ દરમ્યાન પણ તે શાંત હોવાનું વેપારીના પરિવારે જણાવ્યું હતું. કોઈએ તેને આત્મહત્યા કરવાની ફરજ પાડી હશે કે નહીં એ મામલે પોલીસ તપાસ કરી રહી છે. પહેલી ડિસેમ્બરથી તે નોકરી છોડવાની હતી એમ પરિવારે પોલીસને જણાવ્યું હતું.

લોઅર પરેલમાં બીમારીથી કંટાળેલા સિનિયર સિટિઝને આત્મહત્યા કરી

લોઅર પરેલમાં ૬૪ વર્ષના એક સિનિયર સિટિઝને પોતાના ફ્લૅટમાં પંખા સાથે લટકી જઈને સુસાઇડ કરી લીધું હતું. ફ્પ્ જોશી માર્ગ પરના વિનય સદન બિલ્ડિંગમાં રહેતા આ સિનિયર સિટિઝનનું નામ રાજા ગંગારામ બાધા હોવાનું પોલીસે કહ્યું હતું.

પોલીસના જણાવ્યા પ્રમાણે ઘટનાસ્થળેથી તેલુગુ ભાષામાં લખવામાં આવેલી એક ચિઠ્ઠી મળી આવી હતી જેમાં લખ્યું હતું કે બીમારીથી ગળે આવી જઈને હું આ પગલું ભરી રહ્યો છું અને મારા મોત માટે કોઈને જવાબદાર ગણશો નહીં. આ ચિઠ્ઠી સુસાઇડ-નોટ હોવાનું જણાઈ રહ્યું છે. મૃતકને ત્રણ પુત્ર અને એક પુત્રી છે.

સિનિયર પોલીસ-ઇન્સ્પેક્ટર સુધાકર ઘાગરેએ કહ્યું હતું કે છેલ્લાં ત્રણ વર્ષથી પીઠના દુખાવાથી પરેશાન આ સિનિયર સિટિઝને ઘરે કોઈ હાજર નહોતું ત્યારે ગળાફાંસો લઈને સુસાઇડ કર્યું હોવાનો કેસ નોંધવામાં આવ્યો છે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK