મુંબઈ જળવાઈ રહ્યું છે સાઉથ બૉમ્બેમાં

હિન્દી ફિલ્મોની જાણીતી મ્યુઝિક-ડિરેક્ટર બેલડીના આણંદજી શાહ મ્યુઝિક-કમ્પોઝર બનવા માટે સાઉથ બૉમ્બેની વર્સેટિલિટીને શ્રેય આપે છે

anandaji-shahમારો જન્મ સાઉથ મુંબઈના ગિરગામમાં થયો અને છેલ્લાં ચાલીસ વર્ષથી હું પેડર રોડ પર આવેલી મંગલવાડીમાં રહું છું. સાઉથ મુંબઈમાં ન હોત તો હું અને કલ્યાણજીભાઈ કદાચ મ્યુઝિક-કમ્પોઝર ન બન્યા હોત એવું કહી શકાય અને ધારો કે બન્યા હોત તો અમારા મ્યુઝિકમાં જે વર્સેટિલિટી આવી એ ન આવી હોત એ તો ચોક્કસપણે કહી શકાય. કોલાબામાં ઊજવાતા ગણેશ મહોત્સવ અને એ સમયે વગાડવામાં આવતા મ્યુઝિકને કારણે અમે ‘ગોવિંદા આલા રે’ ગીતની ધૂન રચી તો ગેટવે ઑફ ઇન્ડિયા પાસે એક સમયે ઊભા રહેતાં બૅન્ડવાજાંવાળાને જોઈને અમે ‘મેરી પ્યારી બહનિયા બનેગી દુલ્હનિયા’ જેવા બૅન્ડવાજાં સાથેના ગીતની ધૂનની રચના કરી. તમે માનશો, એ ગીત સાંભળ્યાં પછી ફિલ્મની વાર્તામાં એક નાનકડો ચેન્જ કરીને સાચા બૅન્ડવાજાંવાળાને લાવવામાં આવ્યા અને પ્રૉપર સિચુએશન બનાવવામાં આવી હતી. પારસી કૉલોનીમાં રહેતા મ્યુઝિક લવર્સ બધા સાથે મળીને એક બૅન્ડ ચલાવતા હતા. એ બૅન્ડને જોઈને જ મને અને કલ્યાણજીભાઈને મ્યુઝિક ઑર્કેસ્ટ્રા શરૂ કરવાનો વિચાર આવ્યો હતો. આમ સાઉથ મુંબઈએ અમારી પ્રોફેશનલ કરીઅરમાં બહુ મોટો રોલ ભજવ્યો છે. રાજેશ ખન્ના, ફિરોઝ ખાન અને સંજીવ કુમાર પણ અહીંના જ હતા. તેમની કરીઅરમાં પણ સાઉથ મુંબઈનો બહુ મોટો ફાળો હતો.

સાઉથ મુંબઈ વર્સેટાઇલ છે. અફર્કોસ અંધેરી અને જુહુ આ બે એરિયા એવા છે જેમાં સાઉથ મુંબઈની વર્સેટિલિટી સહેજ દેખાય, પણ આ વિસ્તાર જેવી મોકળાશ તો ક્યારેય જોવા ન મળે. સબર્બમાં જવાનું બને ત્યારે જોઉં છું કે ત્યાં ઝૂંપડપટ્ટી બહુ વધી ગઈ છે. સાઉથ મુંબઈમાં એન્ક્રોચમેન્ટનો પ્રશ્ન નથી અને છે તો બહુ નાના લેવલ પર છે. સબર્બની સરખામણીએ સાઉથ મુંબઈ વાઇબ્રન્ટ નથી, પણ મને લાગે છે કે એની પાછળનું કારણ એ છે કે અહીં હજી ઓરિજિનાલિટી અકબંધ રહી છે. સબર્બના કેટલાક એરિયા તો મને હવે દિલ્હી અને નોઇડા જેવા લાગવા લાગ્યા છે. મુંબઈ એમાં ક્યાંય અકબંધ નથી રહ્યું, જે સાઉથ મુંબઈમાં જળવાઈ રહ્યું છે. દિવસ દરમ્યાન ભાત-ભાતના લોકો આ વિસ્તારમાં ઊમટી પડે, પણ જેવી રાત પડે કે તરત જ મુંબઈ પોતાનો ઓરિજિનલ રંગ પકડી લે. મુંબઈનું રિયલ ફૂડ પણ તમને સાઉથ મુંબઈમાં જ મળે.

સાઉથ મુંબઈ છોડવાનો વિચાર ક્યારેય મને નથી આવ્યો. અહીં જ જન્મ થયો, અહીં જ નાનપણ વીત્યું અને અહીં જ મોટા થયા. આ જ વિસ્તારમાં કરીઅર બની અને આ જ વિસ્તારમાં ટોચનું સ્થાન પણ મેળવ્યું. હવે જીવનના પૂર્વાર્ધમાં શું કામ આ ભૂમિ છોડવી જોઈએ?

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK