આગ્રીપાડાની સ્કૂલ લાઇન પર આવી ગઈ

હવે દસમા ધોરણના બધા સ્ટુડન્ટ્સને માર્કશીટ સાથે લીવિંગ સર્ટિફિકેટ મળી ગયાં : અગાઉ ડેવલપમેન્ટ ફીના નામે બે હજાર રૂપિયા પડાવવા બદલ ઍન્ટિ-કરપ્શન બ્યુરોએ સ્કૂલની ક્લર્કને રંગેહાથ પકડેલી



SSCના દસમા ધોરણની માર્કશીટ સાથે સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપવાના બદલામાં બે હજાર રૂપિયા માગતી આગ્રીપાડાની સેન્ટ જોસેફ ગર્લ્સ હાઈ સ્કૂલ એની આ ગેરરીતિ મીડિયામાં ઉઘાડી પડી ગયા પછી લાઇન પર આવી ગઈ છે. વિદ્યાર્થીઓએ સ્કૂલની સુવિધાનો ઉપયોગ કર્યો હોવાના નામે પેરન્ટ્સ પાસેથી લીવિંગ સર્ટિફિકેટ આપવાના બદલે બે હજાર રૂપિયા માગવામાં આવી રહ્યા હતા, પણ હવે વાલીઓને આવી કોઈ તકલીફ નથી પડી રહી.

ગુરુવારે SSC બોર્ડે સ્ટુડન્ટ્સની માર્કશીટ આપી હતી જે લેવા માટે પેરન્ટ્સ સ્કૂલોમાં ગયા હતા. જે પેરન્ટ્સ ડેવલપમેન્ટ ફી આપવાની ના પાડતા હતા તેમને રિપોર્ટકાર્ડ તથા સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ આપવામાં નહોતાં આવતાં. એક સ્ટુડન્ટના પિતા જે. અન્સારીએ કહ્યું હતું કે તમામ સ્ટુડન્ટ્સને માર્કશીટ મળી ગઈ, પરંતુ પ્રિન્સિપાલે મારી દીકરીની માર્કશીટ આપવાની ના પાડી અને હું ૨૦૦૦ રૂપિયા ચૂકવું એવી માગણી કરી.

પેરન્ટ્સે નૅશનલ સ્ટુડન્ટ્સ યુનિયન ઑફ ઇન્ડિયા (NSUI)નો મદદ માટે સંપર્ક કર્યો હતો. NSUIનાં હિના કનોજિયાએ કહ્યું હતું કે ‘અમે તરત એજ્યુકેશન ડિપાર્ટમેન્ટનો સંપર્ક કર્યો. એણે તરત બે અધિકારીઓને મોકલ્યા હતા. તેમણે પ્રિન્સિપાલને સ્ટુડન્ટ્સને હેરાન ન કરવા તથા તેમની માર્કશીટ વિલંબ કર્યા વગર આપવા જણાવ્યું હતું.’

જોકે બીજા દિવસે ફરીથી ઉઘરાણી શરૂ કરવામાં આવી. એ વખતે માત્ર માર્કશીટ આપતા હતા, પરંતુ સ્કૂલ લીવિંગ સર્ટિફિકેટ નહોતા આપતા. પેરન્ટ્સે ACBનો સંપર્ક કર્યો. એણે તરત બે અધિકારીઓને સાદા વેશમાં પેરન્ટ્સ સાથે મોકલ્યા. ક્લર્કે રૂપિયા આપવાની વાત કરી જે તેને ચૂકવતાં ACBએ ક્લર્કને રંગેહાથે પકડ્યો હતો.

જે. અન્સારીએ કહ્યું હતું કે અમે રિસીટ માગતાં સ્કૂલના પેરન્ટ્સ-ટીચર્સ અસોસિએશનના નામથી કોઈ ભલતી જ રિસીટ આપવામાં આવી હતી જેમાં કામાઠીપુરાનું સરનામું લખેલું હતું.

પૂરી તપાસ બાદ જ ધરપકડ

ACBના ઍડિશનલ કમિશનર વિશ્વાસ નાંગ્રે-પાટીલે કહ્યું હતું કે ‘ડેવલપમેન્ટ ફીના નામે રૂપિયા લેનારા સ્કૂલના ક્લર્કને અમે રંગેહાથે પકડ્યો છે જેની યોગ્ય રિસીટ પણ તે નહોતો આપતો. તેની ધરપકડ કરતાં પહેલાં સ્કૂલના ફી-સ્ટ્રક્ચર વિશે અમે એજ્યુકેશન ડિપાર્ટમેન્ટમાંથી માહિતી મેળવી રહ્યા છીએ. અત્યારે ક્લર્ક તથા પ્રિન્સિપાલ વિરુદ્ધ કેસ નોંધવામાં આવ્યો છે.’

મહારાષ્ટ્ર ACBના ડિરેક્ટર જનરલ ઑફ પોલીસ પ્રવીણ દીક્ષિતે કહ્યું હતું કે ‘સ્કૂલ દ્વારા કરવામાં આવતી માગણીને કારણે ફરિયાદી નાખુશ હતો. તેણે અમારો સંપર્ક કર્યો. અમે સિનિયર ક્લર્ક વિક્ટોરિયા બૅરેકને પકડવા માટે છટકું ગોઠવ્યું હતું જેણે પ્રિન્સિપાલ લોવેના અલમેડા વતી રૂપિયાની માગણી કરી હતી.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK