વધુ એક બ્રિજ બંધ, ટ્રાફિક ટલ્લે ચડ્યો

અંધેરીના ગોખલે બ્રિજ પછી ગ્રાન્ટ રોડનો બ્રિજ પણ બંધ કરવામાં આવ્યો, એમાં તિરાડો દેખાતાં પોલીસે ટ્રાફિકને ડાઇવર્ટ કર્યો, તત્કાળ શરૂ કરવામાં આવ્યુ સમારકામ

ુીોલૂી્

સાઉથ મુંબઈમાં ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે આવેલા રોડ ઓવરબ્રિજ પર રસ્તાની વચ્ચે તિરાડો પડી છે. આ બ્રિજ ગ્રાન્ટ રોડ અને નાના ચોકને જોડે છે. સાવચેતીનાં પગલાંરૂપે પોલીસે આ બ્રિજ પરનો ટ્રાફિક અન્ય રસ્તા પર ડાઇવર્ટ કરી નાખ્યો હતો. મંગળવારે રાતે ૧૧.૩૦ વાગ્યે પોલીસના ધ્યાનમાં આ બાબત આવી હતી અને તરત જ સુરક્ષાની દૃષ્ટિએ આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો. ગ્પ્ઘ્ના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા હતા અને તપાસ બાદ જ બ્રિજ બાબતે આગળનો નિર્ણય લેવામાં આવશે એવું કહ્યું હતું.

મુંબઈ પોલીસે પોતાના ટ્વિટર હૅન્ડલ પર ટ્વિટ કર્યું હતું કે ગ્રાન્ટ રોડ સ્ટેશન પાસે આવેલા બ્રિજ પર તિરાડ પડી છે તેમ જ સાવચેતીનાં પગલાંરૂપે ટ્રાફિક કેનેડી બ્રિજ પર ડાઇવર્ટ કરવામાં  આવ્યો છે.

grantrd

આ વિસ્તારમાં BMCના D વૉર્ડની ઑફિસ તેમ જ ફાયર-બ્રિગેડની ઑફિસ થોડા જ અંતરે છે. અહીંથી સાઉથ મુંબઈનાં મહત્વનાં સ્થળોએ જવાય છે. આ ઘટનાનું પરિણામ સાઉથ મુંબઈના ટ્રાફિક પર થઈ શકે છે. ગઈ કાલે રેલવે, BMC અને પોલીસની સંયુક્ત ટીમ બ્રિજ પર પહોંચી હતી અને સ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK