તાડદેવમાં દિવાલ ધસી પડતા એક જ પરિવારના 3 પુરુષનાં મોત

મુંબઈમાં સતત ચોથા દિવસે વરસાદની સાથે જ બિલ્ડિંગના હિસ્સા કે દીવાલો પડવાથી જીવલેણ અકસ્માતો થઈ રહ્યા છે. આ ક્રમમાં શનિવારે મધરાત બાદ દોઢેક વાગ્યે તાડદેવમાં રતન તાતા નગરમાં ડેવલપરે ન હટાવેલી એક કમ્પાઉન્ડ-વૉલ પડતાં ત્રણ વ્યક્તિનાં મોત થયાં હતાં.





બે વર્ષ પહેલાં રતન તાતા નગરમાં આ સ્થળે જ મોટી આગ લાગતાં એક વ્યક્તિનું મોત થયું હતું. ત્યાં નબળા પડી ગયેલા ગણપત વેટે સદન બિલ્ડિંગની દીવાલો નબળી હતી અને ૨૦૧૨માં પણ એનો કેટલોક હિસ્સો તૂટી પડતાં બિલ્ડિંગને તોડી પાડવામાં આવ્યું હતું, પરંતુ ડેવલપરે કમ્પાઉન્ડ-વૉલ હટાવી નહોતી જે ગઈ કાલે ખાબકી હતી. આ દીવાલને અડીને રહેતા એક જ પરિવારની પાંચ વ્યક્તિ પર એ પડી હતી જેમાંથી ત્રણનાં મોત થયાં હતાં અને બે સલામત છે.

આ ઘટનાની કરુણતા એ છે કે મરનારા ત્રણમાં બે સાઢુભાઈ હોવાથી ઉત્તર પ્રદેશમાં રહેતી બે બહેનોએ પતિ ગુમાવ્યા છે અને એમાંથી એકે પતિ સાથે પુત્ર પણ ગુમાવ્યો છે. દીવાલને અડીને રહેતા પાંચેય લોકો રિલેટિવ્સ છે. મૃત્યુ પામેલા લોકોનાં નામ ૪૬ વર્ષનો સિકંદરકુમાર સિંહ, તેનો બાવીસ વર્ષનો પુત્ર મનીષકુમાર સિંહ તેમ જ ૩૬ વર્ષનો મનોજકુમાર સિંહ છે. સિકંદરનો સાળો રમણ અને નાનો પુત્ર રોહિત સલામત છે.

સિકંદર હજી દસેક દિવસ પહેલાં જ સિક્યૉરિટી ગાર્ડની નોકરી ફરીથી જૉઇન કરવા મુંબઈ આવ્યો હતો ત્યારે પોતાના ૧૮ વર્ષના નાના દીકરા રોહિતને પણ નોકરી શોધવા માટે સાથે લાવ્યો હતો. મૃત્યુ પામેલા લોકોનાં સગાં અને મિત્રોએ આ ઘટના માટે ડેવલપરને દોષી ગણાવીને કહ્યું હતું કે કમ્પાઉન્ડ-વૉલ ડેન્જર હોવાની જાણ હોવા છતાં એને હટાવવામાં  નહોતી આવી.

આ ઘટનામાં બચી ગયેલા સિકંદરના પુત્ર રોહિતે કહ્યું હતું કે ‘લોકો આવીને મદદ કરે એની રાહ જોઉં છું. હું તો હજી દસ દિવસ પહેલાં જ મુંબઈ આવ્યો હોવાથી કંઈ જ ખબર નથી પડતી કે શું કરવું. મેં પિતા અને મોટો ભાઈ એમ ઘરની કમાનારી બન્ને વ્યક્તિ ગુમાવી છે એથી માને આ વાત કેમ કહેવી એ સમજાતું નથી. હજી ઘરે પણ જાણ કરી નથી.’

ડેવલપરના માણસો હૉસ્પિટલમાં આ પરિવારના સભ્યો સાથે વાત કરવા આવ્યા હતા, પરંતુ ‘મિડ-ડે’ સાથે વાત કરવાનું ટાળ્યું હતું. ગુસ્સાથી આ માણસોએ કહ્યું હતું કે આ એક ઍક્સિડન્ટ માત્ર છે. રવિવારે પરોઢે આ પરિવારને સારવાર માટે નાયર હૉસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. હૉસ્પિટલના ડેપ્યુટી ડીનના જણાવ્યા પ્રમાણે બે વ્યક્તિ તો મૃત હાલતમાં જ લાવવામાં આવી હતી; પરંતુ મનીષને માથામાં ગંભીર ઈજા હોવાથી હૉસ્પિટલમાં તરત જ સઘન સારવાર શરૂ કરવામાં આવી હતી, પણ તેને બચાવી શકાયો નહોતો અને રવિવારે સાંજે તેનું મોત થયું હતું.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK