ભવ્ય તપની પૂર્ણાહુતિની ભવ્ય તૈયારી

૪૯૪ દિવસમાં ૪૨૩ ઉપવાસ કરનાર જૈન મુનિ હંસરત્ન વિજયજી મહારાજના ગુણરત્ન સંવત્સર તપની પૂર્ણાહુતિમાં ૪૦ હજાર ભક્તો આવવાના છે : મહારાષ્ટ્રના ચીફ મિનિસ્ટર સહિત અનેક મોવડીઓ પણ સામેલ થશે : મુંબઈના વિવિધ વિસ્તારોમાંથી ૧૦૦૦ બસની વ્યવસ્થા અને સામુદાયિક ૧૬ ઉપવાસ કરનારા ૧૯૩ તપસ્વીઓ માટે વિશિષ્ટ વ્યવસ્થા

hansh ratna vijayji



અલ્પા નર્મિલ

આવતી કાલે સવારે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના MMRDA ગ્રાઉન્ડમાં પંન્યાસ શ્રી હંસરત્ન વિજયજી મહારાજસાહેબના ગુણરત્ન સંવત્સર મહાતપનો સમાપ્તિ સમારોહ જૈન ધર્મના તપના ઇતિહાસમાં અચૂક ઉલ્લેખનીય બની રહેવાનો છે, કારણ કે જૈનોના છેલ્લા અને ચોવીસમા ર્તીથંકર મહાવીરસ્વામીની હયાતી બાદ ૨૫૦૦ વર્ષ પછી પ્રથમ વખત એક જૈન સાધુએ આ ર્દીઘ તપ  પૂરું કર્યું છે.

૧૬ મહિનાના આ કઠિન તપની વિશેષતા એ છે કે મુનિ હંસરત્ન વિજયજીએ ગયા વર્ષે સળંગ ૧૮૦ ઉપવાસ કર્યા બાદ બીજા ૧૮૦ દિવસ પૂરા નહોતા થયા એ પહેલાં જ આ ઉગ્ર તપની શરૂઆત કરી હતી જે કોઈ ચમત્કારથી કમ ન કહેવાય. આથી જ તેમનાં પારણાના પ્રસંગે મુંબઈ અને ભારતભરમાંથી ૪૦ હજાર જૈનો આ અવસરમાં સામેલ થવાના છે, કારણ કે આ ઉત્સવના દ્રષ્ટા બનવું એ ‘વન્સ ઇન અ લાઇફટાઇમ’ આવતો મોકો છે.

પારણા-મહોત્સવ માટે બાંદરા-કુર્લા કૉમ્પ્લેક્સના MMRDA ગ્રાઉન્ડમાં સવા લાખ સ્ક્વેર ફુટનો મંડપ બાંધવામાં આવ્યો છે જેમાં ભક્તો માટે ૪૦ હજાર ખુરસીઓની વ્યવસ્થા કરવામાં આવી છે. તપસ્વી મુનિરાજ માટે હંસ આકારનું સિંહાસન બનાવવામાં આવ્યું છે. હંસરત્ન વિજયજીના આ તપના અંતિમ ઉપવાસમાં સમૂહમાં ૧૬ ઉપવાસ કરવાની હાકલ કરવામાં આવી હતી જેમાં મુંબઈ અને બહારગામના ૧૯૩ ભક્તો જોડાયા છે. તેમની બેઠક અને પારણાં માટે અલાયદી વ્યવસ્થા છે તેમ જ આ તપસ્વીઓનાં સગાંસંબંધીઓને ગ્રાઉન્ડ સુધી લાવવા આયોજકો દ્વારા બસની સગવડ કરી અપાઈ છે. આ ઉપરાંત સમસ્ત મુંબઈના ઠેકઠેકાણેથી ભક્તો માટે ૧૦૦૦ બસની નિ:શુલ્ક વ્યવસ્થા પણ કરવામાં આવી છે. આ મંગલ કાર્યક્રમમાં દરેક ગચ્છનાં ૫૦૦થી વધુ જૈન સાધુ-સાધ્વીજી પણ ઉપસ્થિત રહેવાનાં છે તો મહારાષ્ટ્રના મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને જલસંપદાપ્રધાન ગિરીશ મહાજન પણ પધારવાના છે. રવિવારે સવારે સાડાઆઠ વાગ્યે શરૂ થનારા કાર્યક્રમમાં જૈન સાધુ-સાધ્વીજીઓનો ભવ્ય સામૈયા સાથે પ્રવેશ થશે. ત્યાર બાદ તપસ્વી અનુમોદના સભા અને તપસ્વીનાં પારણાં અને બહુમાન થશે.

ગુણરત્ન સંવત્સર તપના અન્ય ત્રણ તપસ્વીઓનું પણ બહુમાન

જૈન ધર્મમાં અતિ કઠિન અને ર્દીઘ કહેવાતું આ તપ પાંચ વર્ષ પહેલાં ભાઈંદરના નવીનભાઈએ કર્યું હતું. તો સાંગલીમાં રહેતાં જ્યોતિબહેનના તપની પૂર્ણાહુતિ પોણાબે મહિના પહેલાં જ થઈ. જોકે તેમણે પારણું ન કરતાં ૪૮ ઉપવાસ અને ત્રણ બેસણાં એક્સ્ટેન્ડ કરી જૈન ધર્મના વિરલ તપસ્વીનું બિરુદ પામેલા મુનિ હંસરત્ન વિજયજી મહારાજસાહેબ સાથે તપની સમાãપ્ïત કરવાના છે. ઉપરાંત જુહુનાં પુષ્પા ફાગણિયા જેમનું હાલમાં ગુણરત્ન સંવત્સર તપ ચાલી રહ્યું છે એ ત્રણેય મહાન તપસ્વીઓનો બહુમાન-પ્રસંગ પણ અહીં યોજાશે.

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy