વૉટ્સઍપ પર ફરતા થયેલા આ ફોટોએ જીવ કર્યા અધ્ધર

યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેએ BMC કમિશનર અજોય મેહતા સાથે વાત કર્યા પછી લખ્યું કે ગભરાવાની જરૂર નથી, બ્રિïજ સેફ છે

bridge


હેમલ આશર 

દેશનો પ્રથમ ફ્લાયઓવર ગણાતા કેમ્પ્સ કૉર્નરના બ્રિજમાં તિરાડ દર્શાવતો ફોટોગ્રાફ ગઈ કાલે વૉટ્સઍપ પર સક્યુર્લેટ થતાં સાઉથ મુંબઈના રહેવાસીઓની રવિવારની મોજ હવામાં ઊડી ગઈ હતી. એ ફોટોગ્રાફમાં કેમ્પ્સ કૉર્નરના બ્રિજમાં તિરાડ અને અસમતુલા જણાતાં તૂટી પડવાનો ભય ઊભો થતો હતો.

વૉટ્સઍપ પર વાઇરલ થયેલા મેસેજમાં પિક્ચરની નીચે  ટેક્સ્ટમાં લખવામાં આવ્યું છે કે ‘કેમ્પ્સ કૉર્નર ફ્લાયઓવર. આમાં બધું વ્યવસ્થિત જણાતું નથી. તાકીદે સમારકામ જરૂરી છે. પ્લીઝ ફૉર્વર્ડ કરો. શક્ય હોય એટલા લોકો સાથે શૅર કરો.’

બ્રિજની હાલત વિશે વૉટ્સઍપ પર સંદેશા વહેતા થયા પછી અનેક પ્રકારના પ્રત્યાઘાતો પણ વાંચવા મળ્યા હતા. કોઈએ લખ્યું ‘ડરામણું’ કોઈએ લખ્યું ‘ઓ ભગવાન!’ કેટલાક લોકોએ સત્તાધીશોની બેદરકારીની ટીકા કરી. એ ઉપરાંત બ્રિજ તૂટી રહ્યો હોવાના અને ટ્રાફિક ડાઇવર્ટ કરવામાં આવ્યો હોવાના મેસેજિસ ફરી રહ્યા હોવાનું પણ જણાવવામાં આવ્યું હતું.

સાઉથ મુંબઈમાં ભયનો માહોલ

એક તરફ ભયનું વાતાવરણ ફેલાતું હતું એવામાં યુવા સેનાના પ્રમુખ આદિત્ય ઠાકરેની મીડિયા-પોસ્ટનો સ્ક્રીનશૉટ પણ વાઇરલ થયો. સ્ક્રીનશૉટમાં આદિત્ય ઠાકરેનું લખાણ હતું કે ‘કેમ્પ્સ કૉર્નરના ફ્લાયઓવર બ્રિજના ફોટોગ્રાફ વિશે મેં BMCના કમિશનર સાથે વાત કરી હતી. સૌની ચિંતા વાજબી છે. હું શહેરના નાગરિકોને ભયગ્રસ્ત નહીં થવાનો અનુરોધ કરું છું. ૧૯૬૫માં બ્રિજનું બાંધકામ કરવામાં આવ્યું ત્યારથી જૉઇન્ટના અલાઇનમેન્ટમાં લેવલિંગની ત્રુટિ છે. જોકે કમિશનરે BMCના અધિકારીઓને ફ્લાયઓવરનું નવું ઑડિટ વહેલી તકે કરીને નાગરિકોની સુરક્ષા માટે જરૂરી પગલાં લેવાની સૂચના આપી છે.’

કમિશનર અજોય મેહતા શું કહે છે?

વૉટ્સઍપ પર કેમ્પ્સ કૉર્નર ફ્લાયઓવર બ્રિજ વિશે ચાલતા ઊહાપોહ બાબતે પૂછતાં BMCના કમિશનર અજોય મેહતાએ હસતાં-હસતાં જણાવ્યું હતું કે ‘બ્રિજ તૂટી રહ્યો છે? અમે તમામ સાર્વજનિક બાંધકામોનું ઑડિટ કરીએ છીએ એ રીતે નિયમિત રીતે બ્રિજનું પણ ઑડિટ કરીએ છીએ. આ બ્રિજનું પણ ઑડિટ કરવામાં આવશે. કોઈ સ્પેશ્યલ ઑડિટ કરવામાં નહીં આવે.’

આર્કિટેક્ટ શું કહે છે?

આ ફ્લાયઓવર  બ્રિજની ડિઝાઇન તૈયાર કરનારા આર્કિટેક્ટ શિરીષ બી. પટેલે આ વિવાદ વિશે જણાવ્યું હતું કે ‘હું પોતે આ બ્રિજનો નિયમિત વપરાશ કરું છું. કંઈ ચિંતાજનક નથી. એ વખતે કૉન્ટ્રૅક્ટરે ખરાબ બાંધકામ કરતાં ડિઝાઇનર્સે વિરોધ કર્યો એટલે ફરી બાંધવામાં આવ્યો હતો, પરંતુ BMCને બ્રિજના ઉદ્ઘાટનની ઉતાવળ હતી. અમે સંપૂર્ણ સલામતીની ખાતરી કર્યા પછી ઉદ્ઘાટનની છૂટ આપી હતી. આ મહિને બ્રિજને ૫૩ વર્ષ પૂરાં થશે.’

આ બ્રિજ દેશનો પ્રથમ ફ્લાયઓવર બ્રિજ છે. એનું બાંધકામ સાત મહિનાના રેકૉર્ડ સમયગાળામાં પૂર્ણ થયું હતું.


Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK