નો મેઇન્ટેનન્સ, નો લાઇટ-બિલ; ઇસસે ઝ્યાદા ક્યા ચાહે યે દિલ

મુંબઈમાં જે રીતે ઘરોના ભાવ વધી રહ્યા છે એ પ્રમાણે મુંબઈમાં એક ઘર ખરીદવું અને એમાં રહેવું એક ચૅલેન્જ જેવું બની જાય છે.

south bomby


એક વ્યક્તિની અડધી જિંદગી અને સૅલરી એક ઘર લેવામાં, ત્યાર બાદ એમાં રહેવા માટે થતા ખર્ચમાં જ વહી જતી હોય છે એવામાં જો કોઈ પબ્લિકના ટૅક્સના પૈસે ઘર બનાવી એમાં રહે એ પણ વગર કોઈ મૂલ્યે તો કૉમનમૅન જે પસીનો પાડી-પાડીને કમાઈ-કમાઈને પોતાના ઘર અને સરકારને માટે પૈસા ખર્ચે છે એની તો છાતી પર મગ દળાતા હોય એમ લાગે છે.

આજે મુંબઈમાં કેટલાય વિસ્તારોમાં ઘણા લોકો આવી રીતે પબ્લિક પ્રૉપર્ટીનો ઉપયોગ પોતાના રહેઠાણ બનાવવા માટે કરે છે તેમ જ પબ્લિકને જ નડતરરૂપ બની જાય છે. એમાંનું જ એક ઉદાહરણ છે ભુલેશ્વરનું બસ-સ્ટૉપ, જ્યાં અમુક લોકો પોતાનો અડ્ડો જમાવીને રહી રહ્યા છે. મુમ્બાદેવીથી કાલબાદેવી રોડ તરફ જતા ભુલેશ્વરના બસ-સ્ટૉપ પાસે ત્યાંની ફુટપાથ પર કેટલાય સમયથી આ લોકો પોતાનું રહેઠાણ બનાવીને રહે છે તેમ જ પોતાની જીવનજરૂરિયાતનો સામાન પણ અહીં જ ફેલાવીને રાખી મૂકે છે. આવી રીતે રહેતા આ લોકોને આમ ગેરકાયદેસર રહેવા માટે ન કોઈ ટૅક્સ આપવાની કે ન કોઈ મેઇન્ટેનન્સ આપવાની કે લાઇટનાં બિલ ભરવાની જરૂર પડે છે. આ લોકોને કારણે રાહદારીઓને ફુટપાથ પરથી ચાલવું મુશ્કેલ બની જાય છે. તેમ જ આખો દિવસ અહીં પડ્યા રહેતા આ લોકોનો ખાવાપીવાનો સામાન અને કચરો પણ ત્યાં જ પડ્યો રહે છે એટલું જ નહીં, રાતના પણ આ લોકો દ્વારા અશ્લીલ ગાળો અને દારૂ પીને કરવામાં આવતા તમાશાને કારણે આજુબાજુના પરિસરમાં રહેતા લોકોને પણ ત્રાસ થતો જોવા મળે છે.

આ બાબતે બસ-સ્ટૉપ પર બસની રાહ જોતી એક વ્યક્તિએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘આ લોકો અમારા પૈસે રહે છે અને અમને જ નડતરરૂપ બને છે. આજકાલ દરેક વિસ્તારમાં આવી રીતે રહેતા લોકો જોવા મળે છે તેમ છતાં સુધરાઈને આ બાબતે પગલાં લેવામાં કોઈ જ રસ નથી.’



Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK