વાલપખાડીનાં બિલ્ડિંગોમાં ગંદકીને કારણે રહેવાસીઓ ત્રસ્ત

સુધરાઈની બેદરકારીને કારણે સ્થાનિક લોકોમાં મલેરિયા, કૉલેરા જેવા વધતા રોગ



અંકિતા સરીપડિયા


ડોંગરીના વાલપખાડીમાં આવેલાં છ બિલ્ડિંગોની અંદરના મુખ્ય રસ્તાઓ પર ગંદકી અને છેલ્લા બે મહિનાથી ગટરના પાણીના લીકેજને કારણે ચાલી ન શકાય એવી અતિશય ખરાબ હાલત થઈ છે. એમ છતાં સુધરાઈ દ્વારા સફાઈના નામ પર કોઈ કામ કરવામાં આવી રહ્યું નથી. છ બિલ્ડિંગોના આ વિસ્તારમાં શીતળામાતા, સિદ્વિવિનાયક જેવાં મંદિરો આવેલાં છે છતાં સફાઈ થતી નથી. સિવરેજ લાઇનમાંથી ઊભરાતા ગંદા પાણી અને કચરાને કારણે રસ્તો ચીકણો થતાં લપસી જવાનો ભય રહે છે. ઢાંકણાં વગરની ગટરો અને અમુક જગ્યાએથી પેવર બ્લૉક્સ નીકળી ગયા હોવાને કારણે સિનિયર સિટિઝનો અને બાળકોને ચાલવામાં વધુ મુશ્કેલી થાય છે. આ સમસ્યા સામે આંખ આડા કાન કરી સુધરાઈના અધિકારીઓ સિવરેજની મુખ્ય લાઇન ભરેલી હોવાથી લીકેજ થવાનું કારણ રહેવાસીઓને આપે છે, પરંતુ કોઈ પગલાં લઈ રહી નથી.


આ વિશે વધુ જણાવતાં સ્થાનિક રહેવાસી ડાહ્યાભાઈ સોલંકીએ મિડ-ડે LOCALને કહ્યું હતું કે ‘વાલપખાડીમાં છ બિલ્ડિંગો આવેલાં છે જેમાં ૩૮૦ જેટલા પરિવારોનો વસવાટ છે. આ બિલ્ડિંગોના મુખ્ય રસ્તા ગટરના ગંદા પાણીના લીકેજથી ભરપૂર હોય છે એથી ચાલવામાં તો મુશ્કેલી થાય જ છે અને સાથે ૨૪ કલાક ગંદી વાસ આવે છે અને મચ્છરોનો ઉપદ્રવ વધે છે. ગંદકીને કારણે નાનાં બાળકો ગ્રાઉન્ડમાં રમી શકતાં નથી. એમાં પણ ચોમાસામાં વરસાદનું પાણી અને ગટરનું પાણી મિક્સ થતાં દશા વધુ ખરાબ થાય છે. સુધરાઈના કર્મચારીઓ રેગ્યુલર કચરો તો ઉપાડે છે, પરંતુ રહેવાસીઓને કચરો નાખવા માટે વ્યવસ્થા ન હોવાથી તેઓ બેદરકારીપૂર્વક ગમે ત્યાં કચરો નાખે છે અને બિલ્ડિંગોના વિસ્તારોમાં ગંદકી થાય છે. એમાંય છેલ્લા બે મહિનાથી ગંદા પાણીથી ઊભરાતી ગટરોનો ઉકેલ લાવવામાં સુધરાઈ આનાકાની કરી રહી છે અને મુખ્ય લાઇન ભરેલી હોવાનું જણાવે છે. આજુબાજુનાં બિલ્ડિંગોના થયેલા રીડેવલપમેન્ટના માટીના ઢગલા છેલ્લાં પાંચ વર્ષથી અમારા બિલ્ડિંગના પરિસરમાં પડેલા છે જેને કારણે બિલ્ડિંગની બહાર મુખ્ય રોડ પર જવાનો નાનો રસ્તો બ્લૉક થઈ ગયો છે. એ સિવાય ટૉઇલેટની પાછળના ભાગમાં બેસાડવામાં આવેલી પીવાની પાણીની ટાંકીઓ પર સુધરાઈએ પતરાં લગાવ્યાં ન હોવાને કારણે ખુલ્લી ટાંકીઓમાં ટૉઇલેટનું પાણી પડે એવી શક્યતા છે. એમ છતાં સુધરાઈ દ્વારા બેદરકારી દાખવવામાં આવી રહી છે. આને કારણે રહેવાસીઓ બીમાર પડે છે અને મલેરિયા, કૉલેરા જેવા રોગ થાય છે.’


રહેવાસીઓ દ્વારા નાખવામાં આવતા કચરાના ઉકેલમાં તેમણે જણાવ્યું હતું કે ‘નાનાં ઘરોમાં રહેવાસીઓને કચરો નાખવાની વ્યવસ્થા ન હોવાથી તેઓ ઘરની બહાર ગમે એમ કચરો નાખે છે. એથી સુધરાઈએ દરેક ઘરમાં કચરાપેટીની વ્યવસ્થા કરી આપવી જોઈએ, જેથી ગંદકી થાય નહીં.’આ સમસ્યાઓ વિશે રહેવાસીઓએ સુધરાઈના ગ્ વૉર્ડના મેઇન્ટેનન્સ ડિપાર્ટમેન્ટના અધિકારી સોનાવણેને ફરિયાદ કરતાં તેમણે જણાવ્યું હતું કે અમારી પાસે પાઇપ છે, પરંતુ સિમેન્ટ અને રેતી નથી. એથી સામાન તમે લાવી આપો, અમે કામ કરી આપીશું.’

Comments (0)Add Comment

Write comment
quote
bold
italicize
underline
strike
url
image
quote
quote
smile
wink
laugh
grin
angry
sad
shocked
cool
tongue
kiss
cry
smaller | bigger

security code
Write the displayed characters


busy
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK